- વડીવાડી ફાયર સ્ટેશનની સામે એપ્રોચ રોડ રાહદારીઓ માટે ખોલી શકાય.
- રાહદારીઓ માટે જોખમી બનતાં પતરાંની આડશ દૂર નહીં થાય તો આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાની સ્વેજલ વ્યાસની ચીમકી
Mehulkumar Vyas. [9978918796]
વડોદરા | સ્માર્ટસિટી વડોદરામાં ઘણાં લાંબા સમયથી બની રહેલો સૌથી લાંબો બ્રિજ હજી કામગીરીના તબક્કામાં જ છે. જેને કારણે રાહદારીઓને ભારે હેરાનગતિ ભોગવવી પડી રહી છે. તેમજ રાહદારીઓને માથે અકસ્માતની જોખમ પણ તોળાયેલું રહે છે. વડીવાડી ફાયર સ્ટેશન પાસે બ્રિજની નીચે એપ્રોચ રોડ ખુલ્લો કરી શકાય એમ હોવા છતાં તે ખોલવામાં આવતો નહીં હોવાના આક્ષેપ સાથે ટીમ રિવોલ્યૂશનના સ્વેજલ વ્યાસે આગામી દિવસોમાં આશ્ચર્યજનક કાર્યક્રમ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
સ્વેજલ વ્યાસના કહેવા પ્રમાણે, ગેંડા સર્કલથી મનિષા ચોકડી વચ્ચે બની રહેલાં બ્રિજની કામગીરી 4 કરતાં વધુ વર્ષોથી ચાલી રહી છે. એમાંય વડીવાડી ફાયર સ્ટેશન જેવી આપાતકાલીન સેવા પૂરી પાડતી એજન્સીની સામેના ભાગમાં બ્રિજની નીચે રોડ ખુલ્લો કરી શકાય એમ હોવા છતાં પતરાંની આડશ લગાડીને કોન્ટ્રાક્ટરે પોતાનો સામાન મુકી રાખ્યો છે.
આ માર્ગથી રોજ હજારો વાહનો પસાર થતાં હોય છે, તેમજ એમ્બ્યુલન્સની અવર જવર રહેતી હોય છે. આ સંજોગોમાં પતરાં હટાવીને માર્ગ ખુલ્લો કરવો જરૂરી છે. કોન્ટ્રાક્ટર દ્વારા કરાયેલી પતરાંની આડશ રાહદારીઓ માટે ખાસ કરીને ટુ-વ્હિલર ચાલકો માટે ખુબ જોખમી બની શકે તેવી છે. છતાં આ અંગે કોઈ કામગીરી કરાતી નથી. આ સંજોગોમાં ટીમ રિવોલ્યુશન દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવશે તો તેની જવાબદારી કોર્પોરેશન તંત્ર, મેયર, મ્યુનિ. કમિશનર અને કોન્ટ્રાક્ટર રહેશે એમ સ્વેજલ વ્યાસે ઉમેર્યું હતું.
😀 (FunRang Joke) 😀
પકડુઃ આજકાલ મેં સમાજ સેવા શરૂ કરી છે.
ભદોઃ એટલે શું કરે છે?
પકડુઃ કંઈ નહીં કોઈ અજાણ્યો દુઃખી માણસ દેખાય તો એની સામે સ્માઈલ કરી જતો રહું છું. એ એના દુઃખ ભુલીને એ વિચારે ચડી જાય છે કે, આ કોણ હતો? થઈને સમાજ સેવા…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)
9978918796 અથવા 7016576415
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz