• 69,600ની કિંમતની દારૂની બોટલ્સ સહિત કુલ 2,30, 830નો મુદ્દામાલ કબજે કરાયો.
  • પ્રોહીબીશનના ગુનામાં પરેશ ઉર્ફે ચકો શનાભાઈ ચૌહાણ વોન્ટેડ જાહેર કરાયો.

FunRang News. થર્ટી ફર્સ્ટની ઉજવણી ટાણે દારૂનો ધંધો કરી તગડી કમાણી કરી લેવાના બુટલેગરોના ઇરાદાઓ પર પોલીસ તંત્ર પાણી ફેરવી રહ્યું છે. PCB (પ્રિવેશન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ) દ્વારા રાવપુરા વિસ્તારના શંકર ટેકરી ખાતેથી કારમાં ભરેલા દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે અન્ય એકને વોન્ટેડ જાહેર કરાયો હતો. રાવપુરા પોલીસ મથકે આ અંગેની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

થર્ટી ફર્સ્ટના તહેવાર ટાણે પ્રોહીબીશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્સો અને અસામાજીક પ્રવૃત્તિ અંકશુમાં રાખવા અંગે પોલીસ કમિશનર ડૉ. શમશેરસિંઘ તરફથી મળેલી સુચનાના અનુસંધાનમાં પી.સી.બી. પી.આઈ. જે. જે. પટેલે પોતાની ટીમને ચાંપતી નજર રાખવા સૂચના આપવામાં આવી હતી.

દરમિયાનમાં પી.સી.બી.ના પો.કો. ભરતસિંહ અજમલસિંહને મળેલી બાતમીને આધારે રાવપુરા શંકર ટેકરી પાસે ઇન્ડિકા વિસ્ટા કારમાંથી દારૂ ભરેલી પ્લાસ્ટિકની 174 બોટલ સાથે સુનીલ સુરેશભાઈ આભાડે (ઉં.વ. 45, રહે. જંબુબેટ, દાંડીયા બજાર, રાવપુરા)ને ઝડપી પાડ્યો હતો. આ બનાવમાં પરેશ ઉર્ફે ચકો શનાભાઈ ચૌહાણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. પી.સી.બી. દ્વારા રૂ. 400 પ્રતિ બોટલની કિંમતની કુલ રૂ. 69,600 રૂપિયાની 174 બોટલ, ઇન્ડિકા વિસ્ટા કાર, મોબાઈલ અને રોકડ મળી કુલ 2,30,830નો મુદ્દામાલ કબજે કરાયો હતો.

દારૂનો જથ્થો ઝડપી પાડવામાં પી.આઈ. જે. જે. પટેલ, પો.સ.ઈ. એમ. જી. કરડાણી, એ.એસ.આઈ. હરીભાઈ વિરમભાઈ, એ.એસ.આઈ. વિજયકુમાર ઝાબરમલ, હે.કો. કાળુભાઈ ખાટાભાઈ, પો.કો. કનુભાઈ શંકરભાઈ, પો.કો. ભરતસિંહ અજમલસિંહ દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી.

(આપના કોઈ મિત્રને કે પરિચિતને ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવાની ઇચ્છા હોય તો આ ન્યૂઝ એમને ફોરવર્ડ કરો.  નીચેની તસવીર પર ક્લિક કરવાથી એ વોટ્સએપ ગ્રૂપમાં જોડાઈ શકશે. )

#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate

(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)

Please subscribe my YouTube channel by clicking this link –

 https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *