અધિકારી,ભવિષ્યભાઈ,ટીમ રિવોલ્યૂશન,સ્વેજલ વ્યાસ,ખુલ્લી ગટર,ઢાંકણ,મહિલા,એક્ટિવા,પટકાઈ

અધિકારી,ભવિષ્યભાઈ,ટીમ રિવોલ્યૂશન,સ્વેજલ વ્યાસ,ખુલ્લી ગટર,ઢાંકણ,મહિલા,એક્ટિવા,પટકાઈ

  • સમતાથી ઝાંસી રાણી માર્ગ પર ગટરનું ઢાંકણ હોવાથી સાંજના સમયે એક્ટિવાસવાર મહિલા પટકાઈ.
  • અધિકારી ભવિષ્યભાઈ પર કોઈ મોટા મહાનુભાવનો હાથ હોવાથી કોઈ પગલાં ભરવામાં આવતાં નથીઃ સ્વેજલ વ્યાસ

Mehulkumar Vyas. [9978918796]

વડોદરા । શહેરના વહીવટી વોર્ડ નં. 10માં ગટર અને વરસાદી કાંસના ઢાંકણા તૂટી ગયા હોવાને કારણે રાહદારીઓને ભારે અગવડનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આજે એક એક્ટિવાસવાર મહિલા ખુલ્લી ગટરને કારણે પટકાઈ હતી. ત્યારે ટીમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ભવિષ્યભાઈ નામના અધિકારીને કારણે કોન્ટ્રાક્ટરો માલામાલ થાય છે. અને ભવિષ્યભાઈ પર કોઈ મોટા મહાનુભાવનો હાથ હોવાથી તેમની સામે કોઈ પગલાં ભરવામાં આવતાં નથી.

આજે સાંજના સમયે સમતાથી ઝાંસી રાણી માર્ગ પર પસાર થઈ રહેલી એક્ટિવાચાલક મહિલા ખુલ્લી ગટરને કારણે માર્ગ પર પટકાઈ હતી. તેમાં મહિલાને ઘુંટણમાં ઈજા પહોંચી હતી. આ અંગે ટીમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસે જણાવ્યુ હતું કે, વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ખાસ કરીને વોર્ડ નં. 10માં ઠેક ઠેકાણે ગટર અને વરસાદી કાંસના ઢાંકણા તૂટી ગયા હોવા અંગે અમે ફરિયાદ કરી છે. ખુલ્લી ગટર અને કાંસમાં વચ્ચે ગાય પડી ગઈ હતી. આવા બનાવો બનતાં રહે છે પરંતુ, ગટર અને કાંસના ઢાંકણા બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

સ્વેજલ વ્યાસે આક્ષેપ કર્યો હતો કે, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર માલામાલ થાય છે. પણ રાહદારીઓને હેરાનગતિ ભોગવવી પડી રહી છે. કોર્પોરેશનના અધિકારી છે ભવિષ્યભાઈ, એમની ફરજમાં આવે છે આ કામગીરી આવે છે પરંતુ ખબર નહીં કયા કયા લોકોને એમના પર હાથ છે કે, આ હલકી ગુણવત્તાની કામગીરી સામે કોઈ તપાસ થતી નથી કે પગલાં ભરવામાં આવતાં નથી.

 🙂 (FunRang Joke) 🙂 

ટાઈગરઃ યાર પકડું, મને એકવાત નથી સમજાતી,

પકડુઃ કઈ વાત?

ટાઈગરઃ દરેક નોટ પર ગાંધીજીનો ચહેરો હસતો કેમ હોય છે?

પકડુઃ સિમ્પલ છે યાર, ગાંધીજી રડે તો નોટ પલળી જાય.

અધિકારી,ભવિષ્યભાઈ,ટીમ રિવોલ્યૂશન,સ્વેજલ વ્યાસ,ખુલ્લી ગટર,ઢાંકણ,મહિલા,એક્ટિવા,પટકાઈ

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)

9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *