- કડકબજાર પાસેથી બપોરે 1 વાગ્યે 4 રીક્ષાચાલકોને પોલીસ મથકમાં લઈ જવાયા.
- માસ્ક અંગેનો રૂ. 2000નો દંડ પડાવ્યો પણ પોલીસે પાવતી આપી.
- સયાજીગંજ પોલીસ કર્મીઓએ કોઈપણ પ્રકારના કારણ વગર સાંજે સાડા આઠ વાગ્યા સુધી ગોંધી રાખ્યા હોવાનો આક્ષેપ.
- કોઈપણ કારણ વગર દંડા ફટકાર્યા હોવાનો ઘવાયેલા રીક્ષાચાલકોનો આક્ષેપ.
Mehulkumar Vyas. [9978918796]
વડોદરા | સિક્યુરિટી ગાર્ડ હોય કે પછી પોલીસ કર્મી… વર્દીની સત્તા અને હાથમાં દંડો હોય એટલે મનફાવે તેને મારી દે… એ લોકતંત્રમાં અત્યંત સામાન્ય બની ગયું હોય એવું કહેવું ખોટું તો નથી જ. પ્રજાને માર મારવો એ કેટલાંક પોલીસ કર્મીઓનો તો જાણે જન્મસિદ્ધ હક્ક હોય એવા અનેક દાખલાઓ જોવા મળતાં હોય છે. કેટલાંક પોલીસ કર્મીઓની વર્તુણૂંક એવી હોય છે કે, પ્રજા એમને જોઈને અસુરક્ષિત હોવાની લાગણી અનુભવતી હોય છે. પોલીસને પ્રજાનો મિત્ર નહીં પરંતુ શત્રુ ગણવો પડે તેવો વધુ એક કિસ્સો ગઈકાલે વડોદરા શહેરમાં બનવા પામ્યો છે. આ ઘટનામાં ઘવાયેલા રીક્ષાચાલકોની વાત પરથી જરૂર એવો પ્રશ્ન થાય કે, શું સયાજીગંજ પોલીસ મનફાવે એને દંડાથી સુતી શકે છે!!?
હાથ – પગ પર દંડાના ચકામા સાથે એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે સારવાર લેવા પહોંચેલા બે રીક્ષાચાલકોએ કરેલા આક્ષેપ અનુસાર, ગઈકાલે કડકબજારની બહાર રીક્ષા સ્ટેન્ડ રીક્ષા સાથે ચાર ચાલકો ઉભા હતાં. ત્યારે બપોરે 1 વાગ્યાના અરસામાં સયાજીગંજ પોલીસ મથકના પી.એસ.આઈ. તેઓને પોલીસ મથકમાં લઈ ગયા હતાં. દોઢેક વાગ્યાથી રાત્રે સાડા આઠ વાગ્યા સુધી તેઓને પોલીસ મથકના લોકઅપમાં રાખવામાં આવ્યા હતાં.
માસ્ક બરોબર ના પહેર્યું હોવાથી રીક્ષાચાલકો પાસેથી રૂ. 2000નો દંડ પડાવી લેવામાં આવ્યો, પરંતુ સયાજીગંજ પોલીસના સ્ટાફે તેની પાવતી પણ ના આપી એવા આક્ષેપ સાથે ઇજાગ્રસ્ત રીક્ષાચાલકનો આક્ષેપ છે કે, સયાજીગંજ પોલીસે કોઈપણ જાતનું કારણ જણાવ્યા વિના અમને માર માર્યો હતો. બે રીક્ષાચાલકો ગભરાઈને જતાં રહ્યાં પરંતુ, અમે બે ઇજાગ્રસ્તો સયાજી હોસ્પિટલમાં સારવાર કરાવવા આવ્યા છીએ. અને આ મામલે યોગ્ય ન્યાય મળે તેવી કાર્યવાહી કરીશું.
રીક્ષાચાલકોના હાથ – પગના ચકામા જોતાં એ વાત તો ચોક્કસ છે કે, એમને દંડાથી સૂતી નાંખવામાં આવ્યા છે. રીક્ષાચાલકોનો આક્ષેપ છે કે, કારણ વગર તેઓને પોલીસે માર માર્યો છે. જો સયાજીગંજ પોલીસ પાસે કદાચ આ અંગેનું કારણ હોય તો પણ, આ રીતે માર મારવાનો કોઈ અધિકાર આ દેશ કાયદો એમને આપતું નથી. એવી આશા રાખીએ કે, સયાજીગંજ પોલીસ આ બાબતે પોતાની સ્પષ્ટતા જાહેર કરે.
સયાજીગંજ પોલીસ સ્પષ્ટતા જાહેર કરે કે આ અંગે કોઈ તપાસ થાય એવી શક્યતાઓ લગભગ નહીંવત્ છે. કારણકે, શહેરમાં અનેક પોલીસ કર્મીઓ એવાં છે જે સત્તાના જોરે ગમે તેને ફટકારી દેતાં હોય છે. અને ગભરું નાગરીકો એની સામે ચૂંચાં કરી શકતાં નથી.
🙂 (FunRang Joke) 🙂
ટાઈગરઃ યાર પકડું, મને એકવાત નથી સમજાતી,
પકડુઃ કઈ વાત?
ટાઈગરઃ દરેક નોટ પર ગાંધીજીનો ચહેરો હસતો કેમ હોય છે?
પકડુઃ સિમ્પલ છે યાર, ગાંધીજી રડે તો નોટ પલળી જાય.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz