• પાદરાના ભદારી ગામની સીમમાં કામ કરતાં 35 વર્ષિય રમેશ વસાવાને સાપે દંશ માર્યો.
  • દંશ દેનાર સાપને મારી, રમેશ વસાવા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં આવ્યો.

FunRang News. આજે સયાજી હોસ્પિટલમાં સારવાર કરાવવા આવેલાં દર્દી સાથે ભત્રીજાએ પ્લાસ્ટિકની થેલીમાં રહેલો મૃત સાપ બહાર કાઢીને કહ્યું કે, સાહેબ મારા કાકાને આ સાપે બે દંશ માર્યા છે. સાપને જોઈ તબીબો સહિતનો સ્ટાફ ચોંકી ઉઠ્યો હતો.

પાદરાના ભદારી ગામમાં રહેતો 35 વર્ષિય રમેશ મેલાભાઈ વસાવા રવિવારે બપોરના સમયે ખેતરમાં ખેતી કામ કરી રહ્યો હતો. દરમિયાનમાં તેના પગમાં લપેટાઈ ગયેલા ચિતળ પ્રજાતિના સાપે બે દંશ માર્યા હતાં. દંશ મારીને ભાગવા જતાં સાપને રમેશે પકડી પાડ્યો હતો. ત્યારબાદ જમીન પર પછાડી પછાડીને સાપને મારી નાંખ્યો.

ઘટના અંગે જાણ થતાં ખેતરમાં આવી પહોંચેલા ભત્રીજો કાકાને સારવાર માટે પાદરાની સરકારી હોસ્પિટલમાં લઈ ગયો હતો. ત્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રમેશ વસાવાને સયાજી હોસ્પિટલમાં રીફર કરાયો હતો.

આજરોજ સયાજી હોસ્પિટલના એન.સી.ઓ.ટી.માં કાકાને લઈ આવેલા ભત્રીજાએ પ્લાસ્ટિકની થેલીમાંથી મરેલો સાપ બહાર કાઢ્યો હતો અને તબીબોને બતાવ્યો હતો. ત્યારે તબીબો સહિતનો સ્ટાફ તેમજ અન્ય દર્દીઓ અને સગા ચોંકી ઉઠ્યા હતાં. સાપની પ્રજાતિને આધારે તબીબોએ વધુ સારવાર હાથ ધરી હતી. જોકે, આ બનાવે હોસ્પિટલ સંકુલમાં ભારે ચકચાર જગાવી હતી.

(આપના કોઈ મિત્રને કે પરિચિતને ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવાની ઇચ્છા હોય તો આ ન્યૂઝ એમને ફોરવર્ડ કરો.  નીચેની તસવીર પર ક્લિક કરવાથી એ વોટ્સએપ ગ્રૂપમાં જોડાઈ શકશે. )

#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate

(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)

Please subscribe my YouTube channel by clicking this link –

 https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg

(આજના ન્યૂઝપેપરમાં પ્રસિદ્ધ થયેલાં કાર્ટૂન્સ જુઓ વિડીયોમાં)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *