- 31 ડિસેમ્બર 2007 બાદ જન્મેલા 18 વર્ષ સુધીના કિશોરોને રસી આપવાનું શરૂ
- વડોદરામાં 79 કેન્દ્રો પર 1000થી વધુ કિશોરોને રસી આપવામાં આવી.
- 6 જાન્યુઆરીએ એમ. એસ. યુનિ.ની પૉલિટેક્નિક કોલેજ ખાતે રસીકરણ કાર્યક્રમ.
Mehulkumar Vyas. [9978918796]
વડોદરા | 15 થી 18 વર્ષના કિશોરોને રસી આપવાનો આજથી પ્રારંભ થઈ ગયો છે. આજરોજ વડોદરાના 79 જેટલાં કેન્દ્રો પર 1000થી વધુ કિશોરોને રસી આપવામાં આવી હોવાની જાણકારી પ્રાપ્ત થાય છે. વડોદરા શહેરમાં આશરે દોઢ લાખ જેટલાં કિશોરોને રસી આપવામાં આવશે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના 69 હજાર કિશોરોને રસી મુકવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આરોગ્ય વિભાગના સૂચન અનુસાર, રસી મુકાવવા આવેલા બાળકો ચા – નાસ્તો કરીને આવ્યા હતાં. તેમજ મેયર કેયૂર રોકડીયા સહિતના અગ્રણીઓ દ્વારા રસીકરણ કેન્દ્રોની મુલાકાત લેવામાં આવી હતી. કિશોરોને કૉવેક્સિન રસી આપવામાં આવી રહી છે. વડોદરામાં વિવિધ વિસ્તારની શાળાઓમાં પણ રસીકરણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.
કોરોના સંક્રમણની ત્રીજી લહેરની આશંકા સેવાઈ રહી હોવાથી કિશોરોમાં વેક્સિન લેવા માટેનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
😀 (FunRang Joke) 😀
પકડુઃ આજકાલ મેં સમાજ સેવા શરૂ કરી છે.
ભદોઃ એટલે શું કરે છે?
પકડુઃ કંઈ નહીં કોઈ અજાણ્યો દુઃખી માણસ દેખાય તો એની સામે સ્માઈલ કરી જતો રહું છું. એ એના દુઃખ ભુલીને એ વિચારે ચડી જાય છે કે, આ કોણ હતો? થઈને સમાજ સેવા…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)
9978918796 અથવા 7016576415
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz