- વાઘોડિયા રોડ પર આયુર્વેદીક ત્રણ રસ્તા પાસે બનેલો બનાવ.
- બનાવ બાદ ઘટનાસ્થળે આવેલાં ગૌપાલકને ઇજાગ્રસ્તના પરિવારજનો સહિતના લોકોએ ઘેર્યો.
- ગૌપાલકને પોલીસને હવાલે કરવામાં આવ્યો.
Mehulkumar Vyas. [9978918796]
વડોદરા | મેયર કેયુર રોકડીયાએ શહેરને રખડતાં ઢોરમુક્ત કરવાનું કહેવામાં આવ્યું એના પછી યોગાનુયોગ રખડતાં ઢોરને કારણે રાહદારીઓને ઇજા પહોંચવાના બનાવોમાં વધારો થયો છે. કોર્પોરેશન તંત્ર દ્વારા રખડતાં ઢોર પકડવામાં આવતાં હોવાનાં દાવા કરાય છે છતાં રસ્તા પર રખડતાં ઢોર સહજરીતે જોવા મળી રહે છે. ત્યારે આજે ગાયને કારણે રાહદારીને ઇજા પહોંચી હોવાનો બનાવ વાઘોડિયા રોડ વિસ્તારમાં બન્યો છે.
વડોદરાવાસીઓ માટે હાલ પ્રાથમિક જરૂરીયાતો જેવી કે, રોડ, રસ્તા, ગટર, સ્વચ્છ પાણી વગેરે પ્રશ્નો કોઈ મહત્વના નથી રહ્યાં. શહેરભરમાં માત્ર રખડતાં ઢોર જ પ્રાણ પ્રશ્ન બન્યો છે. કોઈપણ પ્રકારની ચોક્કસ વિચારણા, આયોજન અને સમસ્યાના નિરાકરણ અંગેની વ્યવસ્થા વગર મેયર દ્વારા શહેરને ઢોરમુક્ત કરવાનો હુંકાર કરવામાં આવ્યો હતો. એમ કહેવું સ્હેજપણ ખોટું નથી.
છેલ્લાં પાંચેક દિવસમાં ગાયની અડફેટે રાહદારીને ઇજા પહોંચવાની આજે ત્રીજી ઘટના બનવા પામી હતી. વાઘોડીયા રોડ વિસ્તારમાં આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે બપોરના સમયે અસ્ફાક શેખ એક્ટિવા પર પસાર થઈ રહ્યો હતો. ત્યારે ચાર જેટલી ગાયો દોડીને રસ્તા પર આવી જતાં, એક્ટિવા એક ગાય સાથે ભટકાઈ ગયું હતું.
એક્ટિવાને નુકસાન પહોંચવા ઉપરાંત અસ્ફાક અને ગાયને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત અસ્ફાકને હોસ્પિટલમાં પાટા પીંડી કરાવ્યા બાદ પરિવારજનો બહાર આવ્યા ત્યારે તેમણે ગાયોને ભગાડનાર ગૌપાલક જોવા મળ્યો હતો. તેઓએ ગૌપાલકને ઘેરીને ગાયો શા માટે ભગાડી? એ મુદ્દે રોષ વ્યક્ત કર્યો ત્યારે ગૌપાલકે શરૂઆતમાં પોતે હમણાં જ આવ્યો છું, નુકસાનનો ખર્ચો આપી દઇશ એવી દલીલો કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે, અસ્ફાક માટે જીવલેણ થઈ શકે એવી ઘટના હોવાથી પરિવારજનો સહિતના લોકોએ ગૌપાલકની કોઈ વાત માની નહોતી. અને બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે આવી પહોંચેલી પોલીસને ગૌપાલક સુપરત કરી, તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, બનાવમાં ગાયના પગમાં ઇજા પહોંચી હતી. જોકે, મુંગા જીવની કોઈએ દયા ખાધી હોય અને તેની સારવાર માટે પ્રયાસ કર્યો હોય, તે અંગેની કોઈ વિગતો જાણવા મળતી નથી.
🙂 (FunRang Joke) 🙂
પકડુંએ હોંશિયારી કરતાં ગર્લફ્રેન્ડ પાક્કીને કહ્યું કે, હું એવી છોકરી સાથે લગ્ન કરીશ જે મહેનત કરતી હોય, સાદગીનું પાલન કરતી હોય, ઘરને સાફસુથરું રાખતી હોય અને કીધેલું માનતી હોય.
પાક્કીઃ અચ્છા એટલે તારે કામવાળી સાથે લગ્ન કરવા છે?
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz