- વનવિભાગની ટીમે દ્વારા ઘટના સ્થળે પરીક્ષણ કરવામાં આવ્યું.
- દીપડાને પુરવા માટે ટૂંક સમયમાં પાંજરું ગોઠવવામાં આવશે.
Mehulkumar Vyas. [9978918796]
વડોદરા । છેલ્લાં ઘણાં સમયથી વાઘોડીયા તાલુકામાં દેવ નદીના કાંઠા વિસ્તારમાં દીપડાનાં આતંકથી લોકોમાં ભયનો માહોલ છે. દરમિયાનમાં ગઈકાલે રાત્રે સાંગડોલ ગામની સીમમાં દીપડાએ એક ચાર વર્ષના વાછરડાનું મારણ કરતાં વનવિભાગની ટીમ દોડતી થઈ ગઈ હતી. ટૂંક સમયમાં દીપડાને ઝડપી પાડવા માટે પાંજરુ ગોઠવવામાં આવશે.
દેવ નદીના કાંઠા વિસ્તારમાં દીપડાનો ભય પ્રસરતાં વન વિભાગ દ્વારા વારંવાર પીંજરા મુકવામાં આવ્યા હતાં. જોકે, દીપડો પાંજરે પુરાતો નહોત. દરમિયાનમાં તાજેતરમાં વનકુવા પાસેનાં મુવાડા ગામની સીમના ખેતરમાં ચારેક વર્ષની દીપડીનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને પગલે ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
જોકે, ગત રાતે સાંગડોલ ગામની સીમમાં આવેલા ખેતરમાં બાંધવામાં આવેલા એક ચાર વર્ષના વાછરડાંનું દીપડાએ મારણ કર્યું હતું. જેને પગલે પશુપાલકો સહિતના ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. પશુપાલકોનું માનવું છે કે વાઘોડીયા તાલુકા વિસ્તારમાં દીપડાનો આખો પરીવાર આવી ચઢ્યો છે.
વન વિભાગની ટીમે સાંગડોલ ગામના ખેતરમાં પહોંચી નિરીક્ષણ કર્યું હતું અને ટૂંક સમયમાં આ જગ્યાએ દીપડાને ઝડપી પાડવા માટે પીંજરું ગોઠવવાની કવાયત હાથ ધરી છે.
(FunRang Joke)
કોરોનાની ત્રીજી લહેરથી બચવા માટે પકડું પાંચ ઉપાય જણાવે છે.
કોઈની સાથે સીધા મોંઢે વાત કરવી નહીં. કોઈના મોંઢે લાગવું નહીં.
લોકો સાથે એવી રીતે વાત કરવી કે એને ખોટું લાગે અને કોઈ નજીક જ ના આવે. (અપશબ્દો પોતાના જોખમે બોલવા)
સ્વભાવમાં જરૂર કરતાં વધારે ઉગ્રતા રાખવી, કોઈને પણ જોતાં જ મોંઢું ફેરવીને અક્કડ બતાવવી.
માસ્ક એવી રીતે પહેરવું કે ઉઘરાણીવાળા તમને ઓળખી ના શકે.
કોઈની પાછળ પડવું હોય તો સેનેટાઈઝરથી હાથ ધોયા પછી માસ્ક પહેરીને જ પડવું.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz