- ઠંડા પ્રદેશનું રહેવાસી કાળી ડોક ઢોંક પક્ષી માણસ ઉભો રહે તોય ના તૂટે એવો માળો બાંધે છે.
- છેલ્લાં 7 વર્ષથી વઢવાણા પક્ષી તીર્થમાં વસી ગયેલાં કાળી ડોક ઢોંકનું ડૉ. રાહુલ ભાગવત દ્વારા અવલોકન.
Mehulkumar Vyas. [9978918796]
વડોદરા । વઢવાણા તળાવમાં શિયાળો ગાળવા આવતાં પક્ષીઓ ગરમીની શરૂઆત થતાં જ પોત પોતાના દેશ જવા રવાના થઈ જતાં હોય છે. પરંતુ, આશ્ચર્યજનક રીતે કાળી ડોક ઢોંક યુગલે વઢવાણાને જ પોતાનું વતન બનાવ્યું છે. વઢવાણાના રહેવાસી બની ગયેલાં આ પક્ષી યુગલનું ડૉ. રાહુલ ભાગવતે ચિવટપૂર્વક અવલોક કર્યું છે.
ઉત્તર પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલીયામાં વસવાટ કરતું કાળી ડોક ઢોંક પક્ષીનાં એક યુગલે વઢવાણા કાંઠાના સિમલીયા ગામમાં આમલીના ઝાડ પર માળો બનાવ્યો છે. સાત વર્ષથી આ યુગલનું નિરીક્ષણ કરતાં ફોટોગ્રાફર ડૉ. રાહુલ ભાગવતનું કહેવું છે કે, આમ તો આ પક્ષી યાયાવર છે, પણ વઢવાણમાં તેણે કાયમી વસવાટ કર્યો છે. કાળી ડોક ઢોંક બહુ મોટો માળો બાંધે છે, માળો એટલો મજબૂત હોય છે કે, પુખ્ત માણસ પણ તેના પર ઉભો રહી શકે, છતાં માળાને કંઈ જ ના થાય. માળો બાંધ્યા બાદ પક્ષી યુગલ ઘણાં વર્ષો સુધી તેનો ઉપયોગ કરતાં હોય છે.
વધુમાં જણાવ્યું કે, છેલ્લાં 7 વર્ષોથી આ યુગલનું નિરીક્ષણ કર્યું છે. એમાં એક વખત માળો જમીન પર આવી ગયો હતો, ત્યારે માળાનું અવલોકન કર્યું હતું. હાલ એ માળો વન વિભાગે સાચવી રાખ્યો છે. એક માળો તૂટ્યા બાદ પક્ષી યુગલે સામેના ઝાડ પર મહેનત કરીને બીજો માળો બાંધ્યો છે. આ પક્ષી યુગલને વઢવાણા નો કાંઠો એટલો તો માફક આવી ગયો છે કે અહીં તે સંવનન અને પ્રજનન કરે છે જેના પગલે પાછલા બે થી ત્રણ વર્ષથી એમના ઘેર પારણું પણ બંધાય છે અને પરિવાર બચ્ચાવાળો બન્યો છે.
ડૉ. રાહુલનું કહેવું છે કે, એક માળો તૂટ્યા બાદ બીજો માળો બાંધ્યો એના પરથી એ સાબિત થાય છે કે કાળી ડોક ઢોંક બેલડી રહેવા માટે આ સ્થળને ખૂબ અનુકૂળ માને છે. કમનસીબે આ પક્ષી નાશ પામતા પક્ષીઓની યાદી એટલે કે વંશ વિનાશના જોખમ હેઠળની યાદીમાં છે. ગુજરાત માં ખુબ ઓછા પ્રમાણમાં તે દેખાવાના દાખલા છે. જામનગર અને કચ્છ માં ક્યારેક જોવા મળે છે. વડોદરા માટે ગૌરવ લેવા જેવી વાત છે કે વડોદરાની આસપાસમાં આની બે જોડી કાયમી વસવાટ કરે છે. તેમજ વડોદરામાં સફળતા પૂર્વક પ્રજનન કરે છે.
આ પક્ષીની જીવનશૈલીનું ખૂબ જ બારીકાઈથી અવલોકન કરનાર ડૉ. રાહુલ ભાગવતનું એવું તારણ છે કે વડોદરાના જળ સ્ત્રોતોમાં આ પક્ષીઓને ખૂબ જ સુરક્ષિત અને અનુકૂળ વાતાવરણ મળી રહે છે. કાળી ડોક ઢોંક બધા ઢોંક વર્ગના બગલાઓમાં સૌથી મોટો અને દમામદાર છે. તેની ચાંચ મોટી, કાળી અને ઉપરની તરફ સહેજ વળેલી, પગ લાંબા અને રંગે ગુલાબી, માથું, ડોક તથા ખભા આસપાસના ભાગ સિવાયનો ઉપરનો ભાગ ચળકતો કાળો હોય છે. જેમાં તડકામાં વિવિધ રંગ ની છાય દેખાય છે. પેટ અને ખભા આસપાસનો પીઠનો ઉપલો ભાગ અને અડધી પાંખ સફેદ હોય છે.
નર અને માદા સરખા દેખાય. નર ની આંખ લાલ અને ઘેરી જ્યારે કે માદાની આંખ પીળી દૂર થીજ ખબર પડે. આંખ નો રંગ નર અને માદા ને દૂર થી જુદા તારવે છે.દમામદાર ચાલ વાળું આ પક્ષી અલ્પસંખ્યક કહેવાય તેવું પક્ષી છે. નદી, તળાવો, કાદવ વાળા છીછરા જળવિસ્તરોમાં જોવા મળે, એકલ દોકલ હોય, ટોળામાં ક્યારેય ન જોવા મળે એ તેની વિશેષતા.
ડો. રાહુલ ભાગવત વડોદરામાં અને આસપાસના જળ ધામોમાં જોવા મળતા પક્ષીઓના અભ્યાસી છે, જાણકાર છે.તે ઓ ભારતભરમાં નિયમિત રીતે પક્ષી અવલોકન માટે જાય છે અને ભારતભરના જંગલો માં ફરી ને 900 થી વધારે પ્રજાતિ ના પક્ષીઓ નું અવલોકન કર્યું છે અને તેના ફોટા પાડ્યા છે.
🙂 (FunRang Joke) 🙂
કોરોનાની ત્રીજી લહેરથી બચવા માટે પકડું પાંચ ઉપાય જણાવે છે.
કોઈની સાથે સીધા મોંઢે વાત કરવી નહીં. કોઈના મોંઢે લાગવું નહીં.
લોકો સાથે એવી રીતે વાત કરવી કે એને ખોટું લાગે અને કોઈ નજીક જ ના આવે. (અપશબ્દો પોતાના જોખમે બોલવા)
સ્વભાવમાં જરૂર કરતાં વધારે ઉગ્રતા રાખવી, કોઈને પણ જોતાં જ મોંઢું ફેરવીને અક્કડ બતાવવી.
માસ્ક એવી રીતે પહેરવું કે ઉઘરાણીવાળા તમને ઓળખી ના શકે.
કોઈની પાછળ પડવું હોય તો સેનેટાઈઝરથી હાથ ધોયા પછી માસ્ક પહેરીને જ પડવું.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz