- વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ગુજરાતમાં સૌથી મોટો પડકાર.
- ભ્રષ્ટાચારમુક્ત અને પારદર્શક વહિવટને ગુજરાતીઓ સમર્થન આપશે એવી આપને આશા.
[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
ગુજરાત । વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગઢ એવાં ગુજરાત પર હવે કેજરીવાલે નજર નાંખી છે. છેલ્લાં ઘણાં વર્ષોથી વડાપ્રધાનના નામે સત્તા મેળવનારા સ્થાનિક નેતાઓ પ્રજાની કસોટી પર ઉણાં ઉતરી રહ્યાં છે. ભ્રષ્ટાચાર સહિતના અનેક મુદ્દાઓ ગુજરાતીઓને રંજાડી રહ્યા છે. આ પરિસ્થિતિનો લાભ પ્રાપ્ત થશે, તેવી આશા સાથે આમ આદમી પાર્ટીએ ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણી જીતવાની વ્યૂહરચના ઘડી હોવાનું જાણવા મળી રહ્યું છે.
પંજાબમાં સત્તા પ્રાપ્ત કરવામાં સફળ રહેલી આમ આદમી પાર્ટીએ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના નેતૃત્વમાં ગુજરાતમાં ભાજપાને જોરદાર ટક્કર આપવાની રણનિતી તૈયાર કરી છે. સોશિયલ મિડીયાથી માંડી બુથ લેવલ સુધી કાર્યકર્તાઓની ફોજ ખડકી દેવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સર કરવાની શરૂઆત એપ્રિલ માસમાં કેજરીવાલનાં ભવ્ય રોડ શૉ અને સભા સાથે થશે.
ગુજરાતની મોટાભાગની પ્રજાએ અગાઉ આનંદીબહેન પટેલ કે વિજય રૂપાણીના નામે ભાજપાને મત આપ્યા નહોતા. પ્રજાએ માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કારણે જ કમળનું બટન દબાવ્યું હોવાનું જોવા મળે છે. ત્યારે આગામી ચૂંટણીમાં પણ ગુજરાતની પ્રજા ભુપેન્દ્ર પટેલના નામે મત આપે એવી કોઈ શક્યતા જણાતી નથી. ગુજરાતમાં અમિત શાહ પણ એવાં લોકપ્રિય નેતા નથી કે જેમના નામે પ્રજા ભાજપાને મત આપે.
(આજે ગુજરાતી ન્યૂઝ પેપરમાં પ્રસિદ્ધ થયેલાં ન્યૂઝ કાર્ટૂનનું કમ્પાઈલેશન જુઓ વિડીયોમાં)
વર્ષ 2014 બાદ ગુજરાતની જનતા પર મજબૂત પકડ ધરાવે તેવાં નરેન્દ્ર મોદી જેવા નેતાની ભાજપામાં અછત વર્તાઈ છે. તેથી જ નરેન્દ્ર મોદીએ દર વખતે ગુજરાતની ચૂંટણીનું સુકાન પોતાના હાથમાં લેવું પડતું હોય છે. જેને પગલે ભાજપાને સત્તા તો પ્રાપ્ત થાય છે પરંતુ, નસીબથી ચૂંટાઈ આવેલા મોટાભાગના ભાજપી અગ્રણીઓ સ્થાનિક પ્રજાના કાર્યો કરીને, પોતાની ઇમેજ મજબૂત કરવામાં નિષ્ફળ રહ્યા છે. ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો ઉઠે છે પરંતુ સત્તાના જોરે વિવાદો પર ઠંડુ પાણી ફેરવી દેવાય છે. તાજેતરમાં જ રાજકોટના કમિશનર પર ધારાસભ્ય દ્વારા કરાયેલા ભ્રષ્ટાચારના આરોપમાં થયું એવી ઘટનાઓ ઘણી બની છે.
બીજી તરફ ગુજરાત કૉંગ્રેસમાં સત્તા પ્રાપ્ત કરવાની કોઈ મહેચ્છા જ જોવા મળતી નથી. ઘણાં કોંગ્રેસીઓ કોંગ્રેસ પક્ષમાં ભાજપાના એજન્ટ હોવાની ચર્ચા પણ છાશવારે ઉઠતી હોય છે. આવા સંજોગોનો લાભ પ્રાપ્ત થાય તો, ગુજરાતની પ્રજાને આમ આદમી પાર્ટીનો ભ્રષ્ટાચાર મુક્ત પારદર્શક વહીવટ આકર્ષિ શકે છે.
તાજેતરમાં યોજાયેલી પંજાબની ચૂંટણીમાં બેરોજગારી, મોંઘવારીથી ત્રાસેલી મહિલાઓએ આમ આદમી પાર્ટીના ઉમેદવારોને મત આપ્યો હતો. ત્યારે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મહિલાઓ AAP પર વિશ્વાસ કરે તેવી યોજના બનાવાઈ છે. મહિલા સુરક્ષા અને આર્થિક સદ્ધર કરવાની દિશામાં જાહેરાતો કરાય તેવી શક્યતા જોવાઈ રહી છે.
ગુજરાતમાં ભાજપાને ટક્કર આપવા માટે AAP દ્વારા પોતાના આઈટી સેલને સક્રિય કરી દેવાયું છે. બૂથ ચલો યાત્રા એપ્રિલ માસમાં શરૂ કરાશે. દરેક બૂથના ઇન્ચાર્જને જવાબદારી સોંપી શેરીએ શેરીએ સ્ટ્રીટ પ્લેટ કરાશે. અને AAP તરફ માનસિકતા ઉભી કરવામાં આવશે. અત્યાર સુધી AAP દ્વારા રાજ્યના 52000 જેટલા બૂથ પૈકી 32000 બૂથ ઇન્ચાર્જની નિમણૂંક કરાઈ છે. આગામી 20 માર્ચે અમદાવાદ ખાતે પ્રશિક્ષણ શિબિર યોજાશે. યુવાનો, મહિલાઓ તેમજ આદિવાસી સમાજને ધ્યાનમાં રાખી વિવિધ કાર્યક્રમો યોજાશે.
એકંદરે, જે મુદ્દાઓ ઉઠાવીને પંજાબની પ્રજાનો વિશ્વાસ જીતવામાં આવ્યો, એવાં જ મુદ્દાઓ ઉઠાવીને ગુજરાતીઓના વિશ્વાસને જીતવાનો આમ આદમી પાર્ટીએ તખ્તો તૈયાર કર્યો છે. જે ભાજપ માટે મોટો પડકાર પણ બની શકે છે.
(આજનો Funrang જોક)
ચમન – આ દુનિયામાં ચંપલ થી મોટુ કોઈ કપલ નથી,,
અમન – એવું કેવી રીતે?
ચમન – એક ખોવાઇ જાય તો બીજુ આપોઆપ અસ્તીત્વ ગુમાવી દે…
અમન – એવું તો બૂટ મોજાંનું પણ કહી શકાય.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz