• ગુજરાતમાં લોકો અરવિંદ કેજરીવાલની વિચારધારા સ્વિકારશે. વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જીતશે – વિરેન્દ્ર રામી, શહેર પ્રમુખ
  • ડેરી ડેન સર્કલથી ગાંધી નગરગૃહ સુધીની તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા.

[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]

વડોદરા પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ના થયેલાં વિજયને વધાવવા માટે આજરોજ વડોદરા ખાતે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. ડેરી ડેન સર્કલથી નિકળેલી તિરંગા યાત્રાનું મહાત્મા ગાંધી નગરગૃહ ખાતે સમાપન થયું હતું. તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો જોડાયા હતાં.

પંજાબ બાદ હવે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી સફળતા પ્રાપ્ત કરશે એવી આશા ધરાવતાં પાર્ટીના કાર્યકરો સહિતના અગ્રણીઓમાં જુસ્સો જોવા મળ્યો હતો. પરિણામ જાહેર થયા ત્યારે નિયત પરવાનગી વિના આતશબાજી કરનાર આમ આદમી પાર્ટીના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. ત્યારે આજરોજ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી.

AAPના શહેર પ્રમુખ વિરેન્દ્ર રામીએ જણાવ્યું હતું કે, પંજાબને શ્રેષ્ઠ રાજ્ય બનાવવા માટે લોકોએ આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે. ત્યારે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી ખુબ સારો દેખાવ કરશે એવો અમને વિશ્વાસ છે. ગુજરાતના લોકો અરવિંદ કેજરીવાલની વિચારધારાને સ્વિકારશે. વડોદરા શહેર આમ આદમી પાર્ટી હવે માર્ગો પર નિકળીને કાગળ પર થતાં વિકાસને લોકો સમક્ષ ખુલ્લો પાડશે.

(આજનો Funrang જોક)

(અમન સૂતો હતો, ચમન વાંચી રહ્યો હતો, ત્યાં મચ્છરનો ગણગણાટ આવ્યો)

અમન – (ઉંઘમાં) યાર, ચમન આ મચ્છર મારી નાંખ…

(ચમન વાંચવામાં વ્યસ્ત હતો… એટલે એણે મચ્છર ના માર્યું)

અમન – (ફરી ગણગણાટ થતાં) યાર મચ્છર મારને… ગણ ગણ કર્યા કરે છે..

ચમન – અરે એ તો ક્યારનું મારી નાંખ્યું… આ તો એની વિધવા રડી રહી છે એટલે અવાજ આવે છે…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )

9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *