• આણંદ પાસે આજરોજ વહેલી સવારે બનેલી ઘટના

[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]

વડોદરા આણંદ પાસે એક્સપ્રેસ વે પર આજરોજ વહેલી સવારે રોંગ સાઈડ ઓવર ટેક કરવા જતી કારને બચાવવા જતાં ટ્રેલર રસ્તાની નીચે ઉતરી ગયું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર, વાપીથી દિલ્હીના પાણીપત સામાન લઈને જઈ રહેલું ટ્રેલર આજે સવારના સમયે વડોદરા – આણંદ એક્સપ્રેસ વે પર પસાર થઈ રહ્યું હતું. દરમિયાનમાં એક કાર રોંગ સાઈડથી ઓવરટેક કરવા ગઈ હતી. જેમાં આગળ બીજુ વાહન હોઈ કાર અટવાઈ હતી. કારને બચાવવા માટે ટ્રેલરના ચાલકે ઇમર્જન્સી બ્રેક મારી હતી. જેને પગલે ટ્રેલર રોડની સાઈડની બેરીકેડ તોડીને નીચે ઉતરી ગયું હતું. કારને બચાવવા જતાં સર્જાયેલા અકસ્માતને પગલે સમય બગડવા સહિત પહોંચેલા નુકસાન અંગે ડ્રાઈવરે રોષ વ્યક્ત કર્યો હતો.

(આજનો Funrang જોક)

ચમન – આ દુનિયામાં ચંપલ થી મોટુ કોઈ કપલ નથી,,

અમન – એવું કેવી રીતે?

ચમન – એક ખોવાઇ જાય તો બીજુ આપોઆપ અસ્તીત્વ ગુમાવી દે…

અમન – એવું તો બૂટ મોજાંનું પણ કહી શકાય.

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )

9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *