- ભારતનું આ પ્રથમ સમૂહ કલા પ્રદર્શન હશે જે QR કોડ પર આધારિત હશે.
- પ્રદર્શનમાં ગુલામ મોહમ્મદ શેખ, જ્યોતિ ભટ્ટ, ધ્રુવ મિસ્ત્રી, જ્યોત્સના ભટ્ટ, મયુર ગુપ્તા, વિજય બાગોડી, જયંતિ રાબડિયા, સચિન કરને જેવા 33 ખ્યાતનામ કલાકારોની કલાકૃતિ પ્રદર્શિત કરવામાં આવી છે.
[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । વડોદરા સ્થિત સ્વતંત્ર ક્યુરેટર અને આર્ટિસ્ટ હિમાંશુ જોષી અને નિમેશ પટેલ દ્વારા એક અનોખા કલા પ્રદર્શન (ગ્રુપ શૉ ) નું આયોજન કરવામાં આવ્યું છે પ્રદર્શનમાં તકનિકી સહાય તરીકે રોહન ગોહિલે ભૂમિકા ભજવી છે. આ પ્રદર્શન પર લગભગ પાછલા બે વર્ષથી આ ત્રણ લોકોની ટીમ કામ કરી રહી છે. આ ગ્રૂપ શૉ 15 થી 17 એપ્રિલ 2022 સુધી, MSU ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટસ ખાતે યોજાનાર છે.
CODE DECODE શીર્ષક હેઠળનું આ પ્રદર્શન QR કોડ પર આધારિત છે. આ એક ખૂબ જ અનોખો ખ્યાલ છે જેને આ કલા પ્રદર્શન દ્વારા ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. કલાના સંદર્ભમાં QR કોડની વિવિધ શક્યતાઓ શોધવાનો આ અનોખો પ્રયોગ ભારતમાં પ્રથમ વખત વડોદરાના આંગણે આકાર પામી રહ્યો છે. સમગ્ર વિશ્વમાં બહુ ઓછા QR કોડ આધારિત કલા પ્રદર્શન થયા છે અને ભારતનું આ પ્રથમ સમૂહ કલા પ્રદર્શન હશે જે QR કોડ પર આધારિત હશે.
QR code ની શોધ 1994માં જાપાન દેશમાં કરવામાં આવી અને અત્યાર સુધીમાં લગભગ આખા વિશ્વમાં QR કોડનો ઉપયોગ વ્યાપક સ્તરે ઘણો વધ્યો છે આજે આપણી આજુબાજુ લગભગ બધી જ જગ્યાએ માર્કેટિંગ, નાણાંની લેવદેવડમાં તથા માહિતીની આપ-લે વિગેરે જેવી ઘણી બધી જગ્યાએ QR કોડનો ઉપયોગ જોવા મળે છે.
આ પ્રદર્શનમાં ભાગ લેનાર દરેક કલાકારે તેમની પોતાની આગવી કલાકૃતિ માં QR કોડ – ક્વિક રિસ્પોન્સ કોડ્સનો ઉપયોગ કર્યો છે તેથી QR કોડ કલાકૃતિની અંદર એક ડિજિટલ વિન્ડો બની જાય છે અને તેથી જ્યારે કોઈ પણ વ્યક્તિ તે QR કોડ સ્કેન કરે છે, ત્યારે જોનાર વ્યક્તિ કલાકારનું એક બીજી ડિજિટલ કલાકૃતિ પોતાના ફોનમાં જોઈ શકે છે. આ ડિજિટલ કલાકૃતિમાં કલાકારે ધ્વનિ, શબ્દ, ઈમેજ તથા વિવિધ વિડિયોનું સર્જન કર્યું છે જેને દર્શક કોઈપણ પ્રકારના સ્માર્ટ ફોનમાં સ્કેન કરીને જોઈ શકે છે.
આ પ્રદર્શનમાં ગુલામ મોહમ્મદ શેખ, જ્યોતિ ભટ્ટ, ધ્રુવ મિસ્ત્રી, જ્યોત્સના ભટ્ટ, મયુર ગુપ્તા, વિજય બાગોડી, જયંતિ રાબડિયા, સચિન કરને જેવા 33 ખ્યાતનામ કલાકારોની કલાકૃતિ પ્રદર્શિત કરવામાં આવી છે.
વિવિધ ક્ષેત્રોમાં ટેકનોલોજીનો ઉપયોગ અને વધતી જતી માંગની વચ્ચે કલા ક્ષેત્રે પણ કલા અને ટેકનોલોજીનો અનેરો સમન્વય અને અનોખો પ્રયોગ આ પ્રદર્શનમાં લોકો તારીખ 15 એપ્રિલ સાંજે 6 વાગ્યાથી 17 એપ્રિલ સુધી સવારે 11થી સાંજે 7.30 સુધી ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ ખાતે જોઈ શકાશે.
હિમાંશુ જોશી
98247 37733
himjosh3@yahoo.co.in
(આજનો Funrang જોક)
રમણ – ભઈ મેં તો મારી બૈરીને ગુગલ ડાર્લિંગ કહેવાનું શરૂ કરી દીધું છે..
અમન – કેમ?
રમણ – એક સવાલ પુછો તો સો જવાબ આપે છે.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz