• ઓલ્ડ પાદરા રોડ પર તોડી પાડવામાં આવેલાં મંદિરની મૂર્તિઓ નવલખી કમ્પાઉન્ડના કચરામાં મળી.
  • જે શહેરમાં શિવજી સોને મઢાઈ રહ્યાં છે એ જ શહેરમાં ગણપતિદાદા – હનુમાનજી કચરામાં મળે એ કેટલું યોગ્ય?

[Funrang Founder / Editor – Mr.  Mehulkumar Vyas – 9978918796]

વડોદરા લગભગ 16 વર્ષ પહેલાં ચાંપાનેર વિસ્તારમાં દરગાહ તોડ્યા બાદ ત્યાંથી પોલીસની વાન નહીં હટાવી શકનારા હિન્દુવાદી ભાજપીઓ ભગવાનને સગવડ પ્રમાણે માન આપતાં હોય એવી ઘટનાઓ છાશવારે બનતી રહી છે. વડોદરા શહેરના ઔરંગઝેબની માનસિકતા ધરાવતાં વિકાસપ્રેમીઓ દ્વારા તાજેતરમાં ઓલ્ડપાદરા રોડ પર રાતોરાત મંદિરો તોડી પાડવામાં આવ્યા હતાં. તૂટેલાં મંદિરોની પ્રતિમાઓ સન્માનભેર રાખવામાં આવી હોવાની વાતો કરવામાં આવી હતી. જોકે, આજરોજ નવલખી કમ્પાઉન્ડમાં કચરાંની માફક ફેંકી દેવાયેલી ગણપતિદાદા – હનુમાનદાદાની પ્રતિમાઓ મળી આવતાં શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાઈ છે.

વડોદરામાં ભાજપનું શાસન છે છતાં ભગવાન ‘ભગવાન ભરોસે’ હોય એમ કહેવું સ્હેજેય ખોટું નથી. ભાજપી ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા સૂરસાગર મધ્યે બિરાજીત શ્રી સર્વેશ્વર મહાદેવને સોને મઢવામાં આવી રહ્યાં છે. જ્યારે બીજા તરફ વિકાસને આડે આવતાં ભગવાનને કચરાંને હવાલે કરવામાં આવી રહ્યા છે. રામ નામે તરી ગયેલા પક્ષમાં ઘુસી આવેલાં ઔરંગઝેબોની નિમ્નકક્ષાની માનસિકતાનું આ પ્રતિક છે એમ કહેવું સ્હેજપણ ખોટું લેખાશે નહીં.

હિન્દુ શાસ્ત્રોમાં ક્યાંય એવું લખ્યું નથી કે સોને મઢેલી મોટી પ્રતિમાનું પૂજન કરવાથી અત્યાધિક પુણ્ય પ્રાપ્ત થાય છે અને નાની અમથી પત્થરની પ્રતિમાને પૂજવાથી ઓછું પુણ્ય પ્રાપ્ત થાય છે. જોકે, ઔરંગઝેબી માનસિકતા ધરાવતાં (સ્વહિત) વિકાસ પ્રેમીઓ માટે નાની પ્રતિમાઓનું જાણે કોઈ જ મહત્વ નથી. સત્તા હોવાને કારણે જેમ ભૂતકાળમાં ઔરંગઝેબે ભારતના મોટા મંદિરોને ટાર્ગેટ કર્યું. પણ હવે ભગવાન કચરમાં મળ્યા છે ત્યારે વડોદરામાં હવે ઔરંગઝેબ જેવી જ માનસિકતા ધરાવતાં લોકો સત્તા સુધી પહોંચ્યા છે એવું કહેવું સ્હેજપણ ખોટું નહીં ગણાય.

ઓલ્ડ પાદરા રોડ પર તોડી પાડવામાં આવેલા મંદિરની પ્રતિમાઓ નવલખી કમ્પાઉન્ડમાં મળી છે એવો હિન્દુવાદીઓએ આક્ષેપ કર્યો છે. પણ, ભગવાનના નામે સત્તાધારણ કરનારા ‘ઔરંગઝેબી’ માનસિકતા ધરાવતાં તત્વોનું રૂંવાડું પણ ફરકશે નહીં. ભાજપનો એકપણ અગ્રણી આ બાબતે ખોંખારીને અવાજ ઉઠાવે એવી કોઈ શક્યતા નથી. જોકે, આગામી દિવસોમાં આ મામલે વિરોધ કરનારાઓને સમજાવી લેવામાં આવે તેવી પૂરી શક્યતાઓ છે એમ જાણવા મળે છે.

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )

9978918796 અથવા funrangnews@gmail.com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *