- અમૂલ તાજા અને સ્લિમ એન્ડ્ર ટ્રીમના ભાવમાં પ્રતિલિટર રૂ. 2નો વધારો.
- ગોલ્ડ – શક્તિ દૂધ અને છાશના ભાવમાં વધારો નહીં.
- ધારાસભ્યો ઉપરાંત શહેર યૂથ કૉંગ્રેસ અને આપ દ્વારા વિરોધ વ્યક્ત કરાયો હતો.
[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । બરોડા ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં ના આવે તે અંગે યૂથ કૉંગ્રેસ – આમ આદમી પાર્ટી તેમજ કેટલાંક ધારાસભ્યોએ વિરોધ વ્યક્ત્ કર્યો હતો. જોકે, આજે મળેલી બરોડા ડેરીનાં નિયામક મંડળની બેઠકમાં ‘વિરોધ જાય તેલ લેવા’ એમ માનીને ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો.
દૂધના ભાવમાં વધારો કરવા મુદ્દે ચર્ચા કરવા માટે આજરોજ ચેરમેન દિનેશ પટેલ (દિનુમામા)ના અધ્યક્ષ સ્થાને બરોડા ડેરી નિયામક મંડળની બેઠક મળી હતી. જેમાં વિસ્તૃત ચર્ચા બાદ અમુલ તાઝા, અમૂલ સ્લિમ એન્ડ ટ્રીમ અને અમૂલ ગાયના દૂધમાં પ્રતિ લિટર રૂ. 2નો વધારો કરાયો હતો. ઉપરાંત, દૂધ ઉત્પાદકોના ખરીદ ભાવમાં પણ રૂ. 25નો વધારો કરાયો હતો.
? *11 માર્ચ – આજે ગુજરાતી ન્યૂઝપેપરમાં પ્રસિદ્ધ થયેલાં ન્યૂઝ કાર્ટૂન્સનું કમ્પાઈલેશન જુઓ, દહાડો સુધરી જશે* ?
ડેરી ચેરમેન દિનેશ પટેલે જણાવ્યું હતું કે, તાજેતરમાં અમુલ દ્વારા દૂધના ભાવવામાં વધારો કરાયો હતો. જેને પગલે બરોડા ડેરીએ પણ ભાવ વધારો કર્યો છે.
ડેરીના ઉપપ્રમુખ ગણપતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, પેટ્રોલ – ડિઝલ સહિત ઘાસચારાના ભાવોમાં થયેલા વધારાને કારણે દૂધના ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે. આ ભાવ વધારો આવતીકાલથી અમલમાં આવશે. અમુલ ગોલ્ડ, અમુલ શક્તિ અને 200 ML ગાયના દૂધના પાઉચ તેમજ છાશના ભાવમાં કોઈ વધારો કરાયો નથી.
(આજનો Funrang જોક)
ચમન – યાર, પતિ – પત્ની એકબીજાને સાત જન્મો સુધી સાથ નિભાવવાનું વચન કેમ આપતાં હોય છે?
અમન – ભઈ, સાત જન્મે તો કોઈ માણસ થાકે કે નહીં… કેટલું ખેંચે?
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz