- તૃષાને મળવા માટે ધનયાવી ગામની સીમમાં બોલાવી અને પાછળથી ધારીયાવડે જીવલેણ હુમલો કર્યો.
- કલ્પેશના મિત્ર સાથે તૃષા અભ્યાસ કરતી હતી. મિત્ર થકી એ તેના સંપર્કમાં આવ્યો હતો.
- તૃષાએ મિત્રતા તોડી અન્ય સાથે મિત્રતાનો સંબંધ બાંધતા કમલેશ છંછેડાયો હતો.
- માણેજા ગામમાં રહેતા કમલેશ ઠાકોરે પંદેરક દિવસ અગાઉ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાની ચર્ચા.
[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । મંગળવારે સાંજે 7 વાગ્યાના અરસામાં ધનયાવી ગામની સીમમાં 19 વર્ષિય યુવતીની ક્રૂરતાપૂર્વક હત્યા કરનાર આરોપીને શહેર ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, આરોપીને કડકમાં કડક સજા મળે તે દિશામાં પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
મૂળ પંચમહાલના સામોલી ગામની તૃષા રાજેન્દ્રસિંહ સોલંકી છેલ્લા બે મહિનાથી માણેજા સ્થિત આર્યન રેસિડન્સિમાં મામાને ઘરે રહીને પોલીસની લેખિત પરીક્ષાની તૈયારી કરતી હતી. તેમજ S.Y.B.comનો અભ્યાસ કરતી હતી.
મંગળવારે રાતે ધનિયાવી ગામની સીમમાં યુવતીનો હાથ કાપી નાંખેલી હાલતમાં મૃતદેહ મળ્યો હોવાનો મેસેજ પોલીસ તંત્રને મળ્યો હતો. જેને પગલે મકરપુરા પી.આઈ. પટેલ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ક્રૂરતા પૂર્વક ગળા સહિતના ભાગો પર ધારદાર હથિયારથી ઘા મારી, હાથ કાપી નાંખી હત્યા કરવામાં આવી હોવાનું જોઈને પોલીસ કર્મીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. પોલીસે તપાસ શરૂ કરતાં મૃતદેહ તૃષા સોલંકીનો હોવાનું સામે આવ્યું હતું.
આસપાસમાં પુછપરછ કરતાં મજૂરોએ એક શખ્સને દોડતો જોયો હોવાની વિગતો સામે આવી હતી. જેના પગલે ક્રાઈમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ ડિટેલ્સને આધારે તપાસ કરી, આરોપી કલ્પેશ ઠાકોરને ઝડપી પાડ્યો હતો.
માણેજા ગામના પંચશીલ નગરમાં રહેતો કલ્પેશ ઠાકોર મકરપુરા જીઆઈડીસીમાં ઇલેક્ટ્રિકનું કામ કરતો હતો. એ છેલ્લાં 4 વર્ષોથી તૃષા સંપર્કમાં હતો. ગઈકાલે સાંજે તેણે તૃષાને મળવા માટે ધનિયાવી ગામની સીમમાં બોલાવી હતી. બાદમાં વાતચિત કરવા અંધારામાં લઈ જઈ તેણે તૃષા પર ધારીયા જેવા તિક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. ક્રૂરતાપૂર્વક 10થી વધુ ઘા ઝીંકીને તેણે તૃષાની કરપીણ હત્યા કરી હોવાની વિગતો જાણવા મળે છે.
કલ્પેશના મિત્ર દક્ષેશ સાથે તૃષા અબ્યાસ કરતી હતી. જેને કારણે એ તૃષાના સંપર્કમાં આવ્યો હતો. અને બંને વચ્ચે લગભગ ત્રણેક વર્ષ મિત્રતાના સંબંધ બંધાયા હતાં. બાદમાં તૃષા કોલેજનો અભ્યાસ કરવા વતન ગોધરા જતી રહેતાં મિત્રતા તૂટી ગઈ હતી. બે મહિના અગાઉ તૃષા વડોદરા મામાના ઘરે આવતાં કમલેશે તેને મળવા બોલાવી હતી.
જોકે, તૃષાએ તેને મળવાનો ઇન્કાર કરી દીધો હતો. દરમિયાનમાં તૃષાએ અન્ય સાથે મિત્રતાના સંબંધ રાખ્યા હોવાની જાણ થતાં કલ્પેશ રોષે ભરાયો હતો. અને તેણે હત્યા કરવાનું નક્કી કર્યું હતું. તેણે તૃષાને મળવાનું દબાણ કરતાં એ ક્લાસથી છૂટીને ધનયાવીની સીમમાં પહોંચી હતી.
કમલેશે કમરમાં ધારદાર ધારીયું સંતાડ્યું અને હાઈવે પર કામ હોવાનું જણાવી મિત્ર દક્ષેશને સાથે લીધો હતો. મહાસાગર હોટલ પાસે બાઈક ઉભી રખાવી એ રોડ ક્રોસ કરીને રોડ ક્રોસ કરી મુજાર ગામડી તરફ જવાના રોડ પર તૃષાની રાહ જોતો ઉભો રહ્યો હતો. બાદમાં રોડ પર ઘણાં ઓળખીયા હોય માટે અંદર જઈ વાત કરવાનું જણાવી નાળા પાસે કાચો રસ્તો હતો ત્યાં અંધારામાં લઈ ગયો હતો.
અંધારી જગ્યામાં તૃષાને તેણે અન્ય સાથે મિત્રતા કમ બાંધી એ અંગે વાત કરી હતી. જોકે, તૃષાએ આ બાબતે ચર્ચા કરવાની ના પડતાં કલ્પેશ રોષે ભરાયો હતો. દરમિયાનમાં કૂતરા ભસતાં તૃષા એ જોવા ઉંધી ફરી ત્યારે કમલેશે છુપાવીને લાવેલું ધારદાર હથિયાર કાઢ્યું હતું અને ક્રૂરતાપૂર્વક તૃષા પર ઘા ઝીંકવા માંડ્યા હતાં. તૃષાએ બૂમરાણ મચાવતાં કમલેશે ઓઢણીથી હથિયાર સાફ કર્યું અને તેનું એક્ટિવા લઈ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. હાઈવે પર મારબલના કારખાના પાસે એક્ટિવા પાર્ક કરી રસ્તો ઓળંગીને તે મિત્ર દક્ષેશની સાથે ઘરે પહોંચી ગયો હતો.
આ એક તરફી પ્રેમનો મામલો છે? કે પછી પ્રેમ સંબંધ તોડી નાંખવાને કારણે સર્જાયેલા લવ ટ્રાંયેગલનો? વગેરે મુદ્દે પોલીસ વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. આરોપીએ પોતાનો ગુનો કબુલી લીધો છે અને પોલીસ વિભાગે હત્યામાં વપરાયેલ હથિયાર પણ કબજે કરી લીધું છે. હવે આરોપીને કડકમાં કડક સજા થાય તે દિશામાં પોલીસ તંત્રે ચક્રો ગતિમાન કર્યા છે.
આરોપી કલ્પેશ ઠાકોરે પંદરેક દિવસ અગાઉ ઉંઘની ગોળીઓ ખાઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાની પણ ચર્ચા સાંભળવા મળે છે.
(આજનો Funrang જોક)
અમન – યાર, રાત્રે લાઈટ બંધ કરીને ફોનમાં સોશિયલ મિડીયા ચાલુ કરીએ કે મચ્છર તરત આવી જાય છે…
ચમન – એ તો જોવા આવે છે કે, તું એ બૈરી સાથે તો ચેટ નથી કરતોને…
અમન – ચમન… મચ્છરની બૈરી સાથે હું શું કામ ચેટ કરું? અને મચ્છરની બૈરી પાસે મોબાઈલ હોય છે…
ચમન – મારા પર શું કામ અકળાય છે… મચ્છરને પુછ… તારો મોબાઈલ જોવા તો એ આવે છે…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz