• દામ્પત્યજીવનમાં ઝગડાનું કારણ બનતાં પ્રેમીને પતિ સાથે મળી પતાવી નાંખતી પ્રેમિકા
  • વડોદરાના ગોત્રી રોડ સ્થિત યશ કોમ્પ્લેક્ષ પાસે પ્રેમિકાએ પ્રેમીને મળવા બોલાવ્યો હતો.
  • પરણીત પ્રેમિકા, તેના પતિ અને પતિની મામીએ ઢોર માર મારતાં યુવકનું મોત નિપજ્યું.

[Funrang Editor – Mr.  Mehulkumar Vyas – 9978918796]

વડોદરા લગ્ન બાદ પણ જૂના પ્રેમીને ભુલી નહીં શકેલી પરણિત પ્રેમિકાના દામ્પત્યજીવનમાં ખટરાગ સર્જાતો હતો. પતિ સાથે સુખે જીવવા માટે પ્રેમી યુવકનો ભોગ લેવાના ખેલમાં પ્રેમિકાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. જેને પગલે ગોકુલનગરમાં રહેતાં પરિવારે એકનો એક પુત્ર ગુમાવ્યો હતો. બનાવ અંગે ગોત્રી પોલીસે પતિ – પત્ની સહિત ત્રણ વ્યક્તિ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગોત્રી વિસ્તારના ગોકુલનગરમાં રહેતા સુખદેવ વાયડેના 23 વર્ષિય પુત્ર વિશાલને વિસ્તારમાં રહેતી ગીતા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. એક વર્ષ અગાઉ ગીતાના લગ્ન બીલ ગામના જયેશ માળી સાથે થઈ ગયા હતાં. જોકે, લગ્ન બાદ પણ ગીતા અને વિશાલ એકબીજાનાં પ્રેમમાં હતાં. આ અંગેની જાણ જયેશને થઈ જતાં તે અવારનવાર ગીતા સાથે ઝગડાં કરતો હતો.

દામ્પત્યજીવનમાં પ્રેમી વિશાલને કારણે ઝગડા થતાં હોવાથી જયેશે પત્ની ગીતા સાથે મળીને યોજના બનાવી હતી. જે અનુસાર, ગીતાએ વિશાલને ફોન કરી મોડી રાત્રે ગોત્રી રોડના યશ કોમ્પ્લેક્ષ ચાર રસ્તા પાસે મળવા બોલાવ્યો હતો.

ગીતાને મળવા વિશાલ યશ કોમ્પ્લેક્ષ ચાર રસ્તા પર પહોંચ્યો ત્યારે ત્યાં ગીતા ઉપરાંત જયેશ અને જયેશની મામી સુમિત્રાબહેન હાજર હતાં. ત્રણેય જણે ભેગા મળી વિશાલને ઢોર માર માર્યો હતો. દરમિયાનમાં વિશાલે તેના મિત્ર અને માનેલા ભાઈ મનિષ દરજીને ફોન કર્યો હતો. અને ગીતા સહિતના ત્રણ જણ તેને માર મારી રહ્યા હોવાની વાત જણાવી હતી.

મનિષ તાત્કાલિક યશ કોમ્પ્લેક્ષ ચાર રસ્તા પાસે પહોંચ્યો હતો ત્યારે તેની નજર સામે ગીતા, જયેશ અને સુમિત્રા વિશાલને લાતો અને ફેંટો મારી રહ્યા હતાં. માર માર્યા બાદ ત્રિપુટી ત્યાંથી નાસી છૂટી હતી. ઢોર માર મારવાને કારણે વિશાલ બેશુદ્ધ થઈ ગયો હતો. તેને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. જોકે, હોસ્પિટલ લઈ જવામાં આવે એ પૂર્વે જ વિશાલનું મોત નિપજ્યું હતું.

બનાવ અંગે જાણ થતાં પરિવારજનો દોડી આવ્યા હતાં. એકનો એક પુત્ર ગુમાવતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. જ્યારે બનાવ અંગે મનિષ દરજીની ફરિયાદને આધારે ગોત્રી પોલીસે ગીતા, જયેશ માળી અને સુમિત્રાબહેન સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

(આજનો Funrang જોક)

ચમન – યાર મને આ જાપાનનો વડાપ્રધાન કિશીદા બંગાળી હોય એવું લાગે છે…

અમન – કેમ ભાઈ?

ચમન – કિશીદા… નામની પાછળ તો દા બંગાળમાં જ લગાડાય છે ને… સચિન દા, કિશોર દા…

અમન – ચમનીયાં… એનું નામ કિશી નથી… કિશીદા છે…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે.  રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)

9978918796 અથવા mehul.  v.  vyas@gmail.  com / funrangnews@gmail.  com પર મેઈલ કરો.  

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.  whatsapp.  com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *