- મહેસાણા, અમદાવાદ અને વડોદરાના 9 પુરુષ – મહિલાઓની ધરપકડ.
- બાળ તસ્કરી રેકેડમાં ઝડપાયેલી ગેન્ગની સરોગસીના વ્યવસાયમાં પણ સંડોવણી.
- હૈદરાબાદના તબીબ અને એજન્ટે સુરતના દંપત્તિને બાળકી દત્તક આપી દીધી.
[Mehulkumar Vyas – 9978918796]
અમદાવાદ । ગત 17 ફેબ્રુઆરીની રાત્રે ગોમતીપુર વિસ્તારમાં ફૂટપાથ પર સૂતેલી ચાર માસની બાળકીની ચોરી (અપહરણ) કરી, તેને બે લાખ રૂપિયામાં હૈદરાબાદના તબીબને વેચી નાંખવાના પ્રકરણમાં પોલીસે બાળ તસ્કરી રેકેડનો પર્દાફાશ કરી, મહેસાણા, અમદાવાદ અને વડોદરાના 9 મહિલા – પુરુષોની ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય સૂત્રધાર, ડૉક્ટર સહિતના અન્ય આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
હાલ સૂરતમાં રહેતાં મૂળ આંધ્રપ્રદેશના વતની અશોક ચિટીમલ્લાના લગ્નને 14 વર્ષ થયાં છે. જોકે, શેર માટીની ખોટ હતી. દરમિયાનમાં એક પરિચિત મારફતે તેઓ હૈદરાબાદના ડૉક્ટર દામાદરના સંપર્કમાં આવ્યા હતાં. ડૉક્ટર દામોદરે અશોકને કોઈ બાળક દત્તક લઈ લેવા જણાવ્યું હતું. અને તેઓ તૈયાર પણ થઈ ગયા હતાં.
બાદમાં ડૉક્ટર દામોદરે નંદિનીનો સંપર્ક સાધ્યો હતો અને ચાર – પાચ મહિનાનાં બાળક – બાળકીની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. નંદિનીએ બાળકીની વ્યવસ્થા કરવા માટે અલગ અલગ જગ્યાઓ ઉપરાંત વડોદરામાં રહેતી વર્ષા અને અશ્વિનને આ અંગે જાણ કરી હતી. વર્ષા અને અશ્વિને બાળ તસ્કરી કરવા માટે પોતાના સંપર્કોમાં વાત કરી હતી.
જેને પગલે મહેસાણાના લાખવડ ગામનો વતની વિજય પરમાર, કિંજલ સાધુ અને ચિરાગ સાધુએ કામ કરવાની તૈયારી કરી હતી. ગત તા. 17 ફેબ્રુઆરીની રાતે વિજય, કિંજલ, ચિરાગ અને સોમેશ પુજારી નાના બાળકનું અપહરણ કરવા નિકળ્યા હતાં. સરદારનગર, બાપુનગર, રખીયાલ વગેરે વિસ્તારોમાં ફર્યા બાદ ટોળકી ગોમતીપુરા વિસ્તારમાં ફુવારા ચાર રસ્તા પાસે પહોંચી ત્યારે તેમની નજરે ફૂટપાથ પર સૂતેલો શ્રમજીવી પરિવાર અને ખાટલામાં એકલી સુતેલી 4 મહિનાની બાળકી નજરે પડી હતી.
તકનો લાભ લઈ ચારેય જણે બાળકીનું અપહરણ કરી લીધું હતું. બાદમાં વિજય અને કિંજલ બાળકીને લઈ વડોદરા ખાતે વર્ષા અને અશ્વિનને મળ્યા હતાં. જ્યાંથી ચારેય જણ હૈદરાબાદ પહોંચ્યા હતાં. જ્યાં નંદિનીએ વિજય અને કિંજલને રૂ. 1.10 લખા ચુકવી બાળકી ખરીદી લીધી હતી. અને પછી રૂ. બે લાખમાં બાળકી ડૉક્ટર દામોદરને વેચી હતી.
ડૉક્ટર દામોદરે સુરત ખાતે રહેતા અશોકને 4 માસની બાળકી દત્તક લેવા અંગે વાત કરી હતી. તેમજ વિડીયો કૉલ પર કિંજલને વિધવા જણાવી, એ બાળકીને સાચવી શકે તેમ ના હોવાનું બહાનું કાઢી, તેનું આધારકાર્ડ પણ મોકલી આપ્યું હતું. અશોકે ભરોસો કરી હૈદરાબાદ જઈ ડૉક્ટર પાસેથી બાળકી દત્તક લઈ લીધી હતી. અશોકે ડૉક્ટરને કેટલાં નાણાં ચૂકવ્યા એ અંગે હજી કોઈ માહિતી પ્રાપ્ત થતી નથી.
જોકે, આ સમગ્ર પ્રકરણમાં શ્રમજીવી પરિવારે 18 ફેબ્રુઆરીના રોજ ગોમતીપુરા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. 150થી વધુ સીસીટીવી ચેક કરીને, શંકાસ્પદ રીક્ષા શોધ્યા બાદ, તેઓ રીક્ષા માલીક જીગ્નેશને ત્યાં પહોંચ્યા હતાં. જ્યાં જીગ્નેશે રીક્ષા મહેસાણાના લાખવડના વિજય પરમારને વેચી હોવાની વિગતો જણાવી હતી.
વિજય પરમારની કડી મળ્યા બાદ પોલીસે તપાસ કરીને બાળ તસ્કરીના રેકેડનો પર્દાફાશ કર્યો હતો. અને વિજય પરમાર, ચિરાગ સાધુ, કિંજલ સાધુ, વર્ષા, અશ્વિન ખુશીયા, રમ્યા, અંજુમ, ઉર્મિલા પરમાર, સોમેશ પુજારી એમ નવ શખ્સોની ધરપકડ કરી હતી. જ્યારે મુખ્ય આરોપી નંદિની, ડૉક્ટર દામોદર અને ભવાની નામની મહિલાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ઝડપાયેલી ગેન્ગની સરોગસીના વ્યવસાય અને બાળ તસ્કરીમાં સંડોવણી સપાટી પર આવી હોવાનું જાણવા મળે છે.
(આજનો Funrang જોક)
પકડું – ટાઈગર, તને ઉપરવાળા પર ભરોસો કેટલો?
ટાઈગર – સ્હેજેય નહીં…
પકડું – એવું ના હોય…
ટાઈગર – અરે, ત્રણ મહિનાથી ભાડુ નથી આપતો…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz