- અનેકવાર ઇજાઓ પહોંચાડવામાં આવી હોવાથી હેમરેજને કારણે મોત નિપજ્યું – પીએમ રિપોર્ટ.
- મૃતક મહિલાના પરિવારજનોએ સંબંધ કાપી નાંખ્યો હોવાથી કાર્યવાહી કરવાનો ઇન્કાર કર્યો.
- નરોડા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાની શોધખોળ શરૂ કરી.
[Mehulkumar Vyas – 9978918796]
અમદાવાદ । શહેરના પૂર્વ વિસ્તારમાં હત્યાનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. છેલ્લાં 16 દિવસથી ભાડૂઆત મહિલા ફોન ઉપાડતી ના હોવાથી અને ફોન બંધ આવતો હોવાથી, આખરે મકાન માલિક ત્યાં પહોંચ્યો હતો. મકાનને મારેલું તાળું તોડીને માલિકે અંદર જઈ જોયું તો મહિલાનો ડિકમ્પોઝ થઈ ગયેલો મૃતદેહ જોવા મળ્યો હતો. બનાવ અંગે પોલીસે પોસ્ટમોર્ટમના રિપોર્ટને આધારે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે નોંધનિય છે કે, મૃતક મહિલાના પરિવારજનોએ સંબંધ ના હોવાનું જણાવી કોઈ કાર્યવાહી કરવાનો ઇન્કાર કરતાં આખરે બનાવ અંગે નરોડા પોલીસ મથકના પી.એસ.આઈ. એમ. એસ. ઠાકોરે ફરિયાદ નોંધાવી હતી.
મહેશભાઈ જોષીએ બે વર્ષ અગાઉ અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા દેવનંદન સંકલ્પ સિટીમાં ઈ – 404 નંબરનો ફ્લેટ ખરીદ્યો હતો. તેમણે આ ફ્લેટ ખેડાની રહેવાસી કૈલાશબહેન ચૌહાણને ભાડે આપ્યો હતો. છેલ્લાં 16 દિવસોથી મહેશભાઈ ભાડા બાબતે ફોન કરી રહ્યા હતાં પરંતુ, શરૂઆતમાં કૈલાશબહેન ફોન ઉપાડતાં નહોતા અને બાદમાં ફોન સ્વિચ ઓફ આવતો હતો.
દરમિયાનમાં ગત તા. 27 ફેબ્રુઆરીના રોજ મહેશભાઈ લગ્ન પ્રસંગે અમદાવાદ આવ્યા હતાં. ત્યારે દેવનંદન સંકલ્પ સિટીની ઓફિસમાં જઈને આશિષ નામના શખ્સને મળ્યા હતાં. આશિષે તેમને જણાવ્યું કે, તમારા ફ્લેટમાં રહેતાં કૈલાશબહેન લગભગ બે મહિનાથી જતાં રહ્યા છે. ફ્લેટને તાળું મારેલું છે.
આશિષ સાથે વાતચીત બાદ કૈલાશબહેન જતાં રહ્યા હોવાનું માની તેઓએ ફ્લેટનું તાળું તોડવાનું નક્કી કર્યું હતું. ફ્લેટનું તાળું તોડીને તેઓ મકાનમાં ઘુસ્યા ત્યારે પલંગ પર એક મહિલાનો ડિકમ્પોઝ થઈ ગયેલો મૃતદેહ જોવા મળ્યો હતો. જેને પગલે તેઓ ચોંકી ઉઠ્યા હતાં. બનાવ અંગે આશિષે નરોડા પોલીસને ફોન કરી જાણકારી આપી હતી.
પોલીસે આવીને જોતાં મૃતદેહ કૈલાશબહેનનો હોવાનું સપાટી પર આવ્યું હતું. પ્રાથમિક તબક્કે અકસ્માત મોતનો ગુનો નોંધી, પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પોસ્ટમોર્ટમના રિપોર્ટ અનુસાર, અનેકવાર ઇજાઓ પહોંચડાવામાં આવી હોવાને કારણે હેમરેજ થવાથી કૈલાશબહેનનું મોત નિપજ્યું હોવાનું સપાટી પર આવ્યું હતું. હત્યાનો બનાવ હોઈ, આ અંગે કૈલાશબહેનના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. જોકે, તેઓએ કૈલાશબહેન સાથે કોઈ સંબંધ નથી એમ જણાવી કાર્યવાહી કરવાનો ઇન્કાર કરી દીધો હતો. તેમજ બનાવ અંગે કોઈ નિવેદન પણ આપ્યું નહોતું. તેથી આખરે નરોડા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી હત્યારાની શોધખોળ હાથ ધરી છે.
(આજનો Funrang જોક)
(ટાઈગરના ઘર પાસેથી ઈંટો હટાવવાની હતી. પકડું મદદ કરવા માટે આવ્યો. બંને જણે ઇંટો હટાવવાની શરૂઆત કરી. અને થોડીવારમાં)
પકડું – યાર, હું બે બે ઈંટો ઉંચકીને જઉં છું અને તું એક જ ઈંટ કેમ ઉપાડે છે?
ટાઈગર – દોસ્ત, તને બીજો ધક્કો ખાવાનો કંટાળો આવતો હશે… મને બીજો ધક્કો ખાવામાં કોઈ વાંધો નથી..
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz