- વિધાનસભામાં રાજ્ય સરકાર દ્વારા બાળકો – મહિલાઓ ગૂમ થવા અંગે રજૂ કરાયેલા સત્તાવાર આંકડા.
- માત્ર વર્ષ 2020માં ગુજરાતમાંથી 7673 મહિલાઓ ગુમ થઈ હતી, જે પૈકી 1145નાં હજી કોઈ સગડ નથી.
[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
ગાંધીનગર । વિધાનસભામાં કૉંગ્રેસી ધારાસભ્ય દ્વારા પુછાયેલા પ્રશ્નના ઉત્તરમાં રાજ્ય સરકાર દ્વારા ગૂમ થયેલી મહિલાઓ – બાળકો વિશે ચોંકાવનારા સત્તાવાર આંકડાઓ રજૂ કરવામાં આવ્યા હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે, જે મહિલા – બાળકોના સગડ મળ્યાં નથી તેમને શોધવા માટે તપાસ કરાઈ રહી છે એવો બચાવ સરકાર દ્વારા કરાયો હતો.
સરકારના સત્તાવાર આંકડા અનુસાર, વર્ષ 2019 થી 2021 દરમિયાન 10,092 બાળકો ગૂમ થયા હતાં. જેમાંથી 9085 પરત મળી આવ્યા હતાં જ્યારે 1007 ગૂમ બાળકો વિશે કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ નથી. સરકારનું કહેવું છે કે, બાળકોને શોધવા માટે તપાસ કરાય છે. ચિલ્ડ્રન હોમમાં નિયમિત ચેકિંગ થાય છે. મિસિંગ સેલ અને સીઆઈડી ક્રાઈમ દ્વારા બાળકોને શોધવા ડ્રાઈવ યોજવામાં આવે છે. એકંદરે, તંત્ર દ્વારા ગૂમ બાળકોને શોધવા માટે પૂરતા પ્રયાસો કરવામાં આવતાં હોવાનું સરકારનું કહેવું છે.
વર્ષ 2021માં ગૂમ થયેલા બાળકોના આંકડા |
||
શહેર/જિલ્લો | ગૂમ થયા | મળી આવ્યા |
સુરત | 629 | 506 |
અમદાવાદ | 338 | 293 |
ગાંધીનગર | 142 | 117 |
વડોદરા | 104 | |
મહેસાણા જિલ્લો | 123 | |
બનાસકાંઠા જિલ્લો | 104 | |
ખેડા જિલ્લો | 121 | |
દાહોદ જિલ્લો | 132 | |
ભરૂચ જિલ્લો | 131 |
વર્ષ 2020માં કુલ 7673 મહિલાઓ ગૂમ થઈ ગઈ હતી. જેમાંથી 6528 મહિલાઓ પરત મળી આવી હતી. જ્યારે 1145 મહિલાઓના હજી સુધી કોઈ સગડ પ્રાપ્ત થયા નથી. તેમની શોધખોળ કરવામાં આવી રહી છે.
2020 ગૂમ થયેલી મહિલાઓના આંકડા |
||
શહેર | ગૂમ થઈ | મળી આવી |
અમદાવાદ | 1870 | 974 |
સુરત | 1216 | 988 |
વડોદરા | 327 | 291 |
મહેસાણા | 296 | 272 |
(આજનો Funrang જોક)
ચમન – યાર, પેલો ગગો બહુ સિગરેટ પીતો હતો, તો એની બૈરીએ એને બાબા રામદેવના યોગાના વિડીયો બતાવવાનું શરૂ કર્યું…
અમન – સિગરેટની આદત છુટી ગઈ?
ચમન – અરે ના… હવે તો ગગો પગથી પણ બીડી પીતો થઈ ગ્યો…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz