- તા. 6 થી 15 માર્ચ દરમિયાન ટ્રાફિક ડ્રાઈવ રાખી, હેલ્મેટ અને સીટ બેલ્ટ ભંગના કેસો કરાશે.
- મોંઘવારીનો માર સહન કરી રહેલી પ્રજા પર ટ્રાફિક પોલીસનો માર.
[Mehulkumar Vyas – 9978918796]
ગુજરાત । માસ્કના નામે સામાન્ય જનતાને દંડ ફટકારી કરોડો રૂપિયા સરકારી તિજોરીમાં જમા કરાવનાર પોલીસ તંત્ર દ્વારા હવે હેલ્મેટ અને સીટબેલ્ટના નામે ‘વધુમાં વધુ’ રોકડી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના સ્ટેટ ટ્રાફિક બ્રિગેડના IGP પિયુષ પટેલે પરિપત્ર જાહેર કરી, રાજ્યના તમામ પોલીસ કમિશનર, એસપીને નિયમો તોડનાર સામાન્ય નાગરીકો સામે કડક કાર્યવાહી કરવાનો ફતવો બહાર પડાયો છે. એમાંય રોજે રોજ કેટલો દંડ કર્યો તેની માહિતી બીજા જ દિવસે આપી દેવા હુકમ કરાયો છે.
કોરોના કાળમાં પાયમાલ થયેલો મધ્યમ વર્ગ હાલ યુક્રેન – રશિયા યુદ્ધના કારણે મોંઘવારીનો માર સહન કરી રહ્યો છે. ખાણી – પીણીની ચીજવસ્તુઓના ભાવો વધતાં મધ્યમ વર્ગનું બજેટ ખોરવાઈ ગયું છે. ત્યારે રાજ્યના સ્ટેટ ટ્રાફિક બ્રિગેડના IGP પિયુષ પટેલને સરકારની તિજોરી ભરી આપવાનું મન થયું છે.
સ્ટેટ ટ્રાફિક બ્રિગેડના IGP પિયુષ પટેલને અચાનક ધ્યાન પર આવ્યું કે, રોડ અકસ્માતમાં સીટ બેલ્ટ અને હેલ્મેટ નહીં પહેરતાં લોકોના વધારે મોત થાય છે. અથવા તો ઇજાઓ પહોંચે છે. રોડ સેફ્ટીની સમયાંતરે મળતી બેઠકોની સમીક્ષામાં આવું તથ્ય બહાર આવ્યું હોવાની નબળી દલીલ કરાઈ છે. રોડ સેફ્ટીની સમીક્ષા બેઠકોમાં ક્યારેય રાજકારણીઓ દ્વારા સીટ બેલ્ટ નથી પહેરાતાં છતાં પોલીસ તંત્ર તેમનું રક્ષણ કરતી હોય છે. સ્વયં પોલીસ તંત્રની જીપોમાં સીટ બેલ્ટ પહેરવામાં નથી આવતો…. આવા મુદ્દાઓની તો ચર્ચા થતી જ નહીં હોય.
રાજ્યભરમાં કેટલાં ટ્રાફિક પોલીસ કર્મીઓ તોડબાજી કરતાં હોય છે? એની પણ સ્ટેટ ટ્રાફિક બ્રિગેડના IGP પિયુષ પટેલને કોઈ જ જાણકારી નહીં જ હોય. તેથી જ તેમણે પરિપત્ર જાહેર કરીને રોડ સેફ્ટીના નામે સામાન્ય જનતાના ખેસ્સાંને અનસેફ કરવાનો ફતવો જાહેર કર્યો છે.
પરિપત્રમાં 6 થી 15 માર્ચ 2022 દરમિયાન ટ્રાફિક ડ્રાઈવ રાખવામાં આવી હોવાથી હેલ્મેટ અને સીટ બેલ્ટનો ભંગના વધુમાં વધુ કેસ કરવા પર ભાર મુકવામાં આવ્યો છે. તેમજ તમામ શહેરો – જિલ્લાઓમાં થયેલી કામગીરી અંગે સમીક્ષા કરવા રોજે રોજ ઉઘરાવાયેલા દંડ અંગેની માહિતી બીજા દિવસે જ આપી દેવા હુકમ કરાયો છે. તેમજ ડીજીપી સ્ટેટ બ્રિગેડને સવારે 8 વાગ્યે ઇમેલ કરવા જણાવાયું છે.
એકંદરે, માસ્કનાં દંડની કમાણી બંધ થવાને કારણે સરકારી તિજોરી ભરવા માટે સામાન્ય જનતાને લૂંટવાનો ફતવો જાહેર કરાયો છે એમ કહેવું સ્હેજેય ખોટું નથી.
(આજનો Funrang જોક)
પકડું – ટાઈગર, તને ઉપરવાળા પર ભરોસો કેટલો?
ટાઈગર – સ્હેજેય નહીં…
પકડું – એવું ના હોય…
ટાઈગર – અરે, ત્રણ મહિનાથી ભાડુ નથી આપતો…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz