• રાજકોટમાં ઇ-મેમોના 113 કરોડ ઉઘરાવવાના બાકી, જમા થયા માત્ર 17 કરોડ.
  • અમદાવાદમાં ઇ-મેમોના 107 કરોડ ઉઘરાવવાના બાકી, જમા થયા માત્ર 14 કરોડ.
  • વડોદરામાં 53 કરોડની ઉઘરાણી બાકી, 9 કરોડ સરકારી તિજોરીમાં જમા.

[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]

ગુજરાત રાજ્યમાં ટ્રાફિક નિયમન માટે દંડ એ જ માત્ર વિકલ્પ સરકાર પાસે રહેલો છે. પ્રજાને દંડ કરીને સરકારી તિજોરીઓ અને ઘણાં કિસ્સામાં પોલીસ કર્મીના ખિસ્સા ભરાય છે. એ વાસ્તવિક પરિસ્થિતિ છે, પરંતુ યોગ્ય રીતે ટ્રાફિક નિયમન થાય એ દિશામાં કોઈ નક્કર પગલાં લેવામાં આવતાં નથી. તો બીજી તરફ, ટ્રાફિકના નિયમો તોડનારાઓ પણ આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી રહી નથી.

સત્તાધારીઓ અને અધિકારીઓ મનસ્વીપણે નિર્ણયો લઈને કામગીરી કરતાં હોય છે. પરંતુ, જનહીત – જન સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક નિયમન થાય તેવી કોઈ જ યોજના તેઓના મોટા મનમાં પ્રવેશી શકતી નથી. પ્રજાના પૈસે તાગડધિન્ના કરતાં સત્તાધારીઓ અને સરકારી અધિકારીઓ પ્રજાને જ ખંખેરતાં હોય છે.

રાજ્યના વિવિધ શહેરોમાં ટ્રાફિક નિયમન થાય તે માટે ઈ-મેમો ઇશ્યુ કરવામાં આવે છે. જોકે, રાજ્યનું ટ્રાફિક પોલીસ તંત્ર માત્ર ઇ-મેમો ઇશ્યુ કરીને જ ફરજ બજાવી દીધી હોવાનું માનતી હોય તેવા આંકડા સામે આવ્યા છે. છેલ્લા બે વર્ષમાં ટ્રાફિકના નિયમોના ભંગ માટે 56,17,545 ઇ-મેમો ઇશ્યુ કરાયા છે. ઇશ્યુ કરાયેલા ઇ-મેમોથી 370,76,25,940 રૂપિયા એટલે કે લગભગ 371 કરોડ રૂપિયાનો ગુજરાતીઓને દંડ કરાયો છે.

જોકે, 371 કરોડની સામે સરકારી તિજોરીમાં માત્ર 61 કરોડ 42 લાખ 50 હજાર 993 રૂપિયા જ જમા થયા છે. જ્યારે 309 કરોડ 33 લાખ 74 હજાર 947 રૂપિયાની ઉઘરાણી કરવાની બાકી છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 107 કરોડ રૂપિયા ઉઘરાવવાના બાકી છે. જોકે, સૌથી અવ્વલ નંબર તો રાજકોટનો આવે છે.  એકંદરે ઇ-મેમો મોકલીને સંતુષ્ટ થતાં તંત્ર દ્વારા ખરા અર્થમાં લોકો ટ્રાફિકના નિયમનું પાલન કરે એ દિશામાં વિચારવું ખૂબ જરૂરી બને છે. જોકે, આવી કલ્પનાઓ કરવા પર પણ ઇ-મેમો ઘરે આવી શકે છે.

છેલ્લાં બે વર્ષના ઈ-મેમો સંખ્યા અને દંડની રકમ

જિલ્લો ઇ-મેમો સંખ્યા જમા દંડ રૂ. બાકી રકમ રૂ.
અમદાવાદ 18,23,02 14,52,66,550 107,71,02,088
ગાંધીનગર 1.13,361 1,14,70,700 5,09,87,500
વડોદરા 9,82,421 9,00,89,000 53,55,39,406
સુરત 1,69,935 1,15,75,500 9,84,83,000
રાજકોટ 14,92,715 17,57,90,743 113,60,30,753
છોટાઉદેપુર 27,076 26,00,300 50,59,100
ભરૂચ 16,684 27,58,300 31,82,900
નર્મદા 23,817 17,94,000 10,36,200
બનાસકાંઠા 56,665 1,56,22,300 95,14,400
પાટણ 52,661 71,83,100 1,00,77,900
દાહોદ 30,153 36,22,000 53,22,000
ભાવનગર 54,876 1,22,55,300 1,13,68,300
કચ્છ 1,14,822 1,57,86,100 3,39,77,800
અમરેલી 32,448 1,04,43,000 15,20,200
મહેસાણા 59,704 71,23,900 1,42,40,300
ગીર સોમનાથ 29,457 35,83,700 44,34,200
જૂનાગઢ 41,463 1,04,29,300 61,16,200
પોરબંદર 18,603 29,31,300 12,95,100
આણંદ 27,157 31,15,900 42,12,900
નવસારી 37,189 1,26,78,800 53,72,300
તાપી 11,854 22,65,000 9,39,500
બોટાદ 56,890 40,21,100 64,48,200
સાબરકાંઢા 60,109 1,29,47,700 83,82,100
અરવલ્લી 16,499 20,87,200 49,30,800
મોરબી 32,693 78,91,700 87,40,400
સુરેન્દ્રનગર 33,455 43,22,600 87,35,400
મહિસાગર 24,875 16,47,300 30,73,400
પંચમહાલ 51,715 59,15,800 1,04,50,100
જામનગર 41,188 81,77,500 92,56,200
દ્વારકા 17,15 27,68,300 7,15,500
ખેડા 37,805 66,46,400 1,10,94,900
વલસાડ 3,39,38 94,40,600 47,35,900
કુલ 5617545 61,42,50,993 309,33,74,947

(આજનો Funrang જોક)

ચમન – મને કોઈના પર ભરોસો નથી હવે…

અમન – તો મને એ વાત કયા ભરોસા સાથે કરી રહ્યો છે?

ચમન – તું મિત્ર છે યાર…

અમન – કોઈમાં બધાં જ આવી ગયા… એટલું સમજ કે તને ભરોસો છે…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )

9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *