- પતિના મૃત્યુ બાદ સિવણ કામ કરી ગુજરાન ચલાવતી મહિલા બાળકોની ફી ભરવા સક્ષમ નહોતી.
- સિટી પોલીસ મથકની શી ટીમે બાળકોના અભ્યાસ માટે આર્થિક સહાય કરી.
[Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । શહેરના લધારામ સ્કૂલના બે વિદ્યાર્થીઓની વિધવા માતાને આર્થિક સહાય કરી સિટી પોલીસ મથકની SHE ટીમ દ્વારા શિક્ષણ સહાયનું ઉમદાકાર્ય કરવામાં આવ્યું છે.
જમનાબાઈ હોસ્પિટલ પાછળ લાડવાડા ખાતે રહેતી મહિલાના પતિનું બિમારીને કારણે મૃત્યુ નિપજ્યું હતું. જેને પગલે સિવણ કામ કરીને વિધવા મહિલા પોતાના સહિત બે બાળકો મોહમ્મદ હુસૈન યુનુસભાઈ મેમણ અને ઉમર યુનુસભાઈ મેમણનું ગુજરાન ચલાવી રહી હતી.
લધારામ સ્કૂલમાં ધો. 10માં અભ્યાસ કરતાં હુસૈન અને ધો. 8માં અભ્યાસ કરતાં ઉંમરની ફી ભરવામાં માતાને તકલીફ પડતી હતી. શાળાની ફી નહીં ભરવાને કારણે બંને બાળકોના અભ્યાસ પર અસર પડી રહી હતી. દરમિયાનમાં સિટી પોલીસ સ્ટેશન વિસ્તારની SHE ટીમ લધારામ સ્કૂલ પર ગઈ હતી ત્યારે તેઓના ધ્યાન પર આ બાબત આવી હતી.
વિધવા માતા ફી ભરવા સક્ષમ ના હોવાને કારણે બે બાળકોનો અભ્યાસ બગડી રહ્યો હોવાની વિગતો પ્રાપ્ત થતાં જ SHE ટીમે સ્થાનિક સામાજીક કાર્યકર તેમજ સ્ટાફના સભ્યે મળીને રૂ. 15,500નું ભંડોળ એકઠું કર્યું હતું. અને સ્કૂલ ફી ભરીને બાળકોનું ભણતર શરૂ કરાવ્યું હતું.
શિક્ષણ માટે સહાયના ઉમદા કાર્યમાં પી.આઈ. કે. એન. લાઠીયા, પી.એસ.આઈ. એન. વી. નાઈ, એ.એસ.આઈ. જયંતીભાઈ વિઠ્ઠલભાઈ, એ.એસ.આઈ. રમીલાબહેન રામાભાઈ, વુ.એલ.આર.ડી. સજ્જનબહેન મુળુભાઈ, વુ.એલ.આર.ડી. નીપાબહેન બાબુભાઈ, વુ.એલ.આર.ડી. રોશનીબહેન વાલજીભાઈ દ્વારા સારી કામગીરી બજાવવામાં આવી હતી.
(આજનો Funrang જોક)
પકડું – ટાઈગર તને ખબર છે, ઇઝરાઈલના વડાપ્રધાનને ક્યારેય નેટનો પ્રોબ્લમ નથી આવતો?
ટાઈગર – કેમ?
પકડું – કારણ કે, નેટ ન્યા હું…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz