- યુક્રેનમાં રહેતાં વિદ્યાર્થીના પરિવારની મુલાકાત લેતાં શહેર ભાજપ પ્રમુખ.
[Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । મારો દીકરો હેમખેમ વડોદરા આવી જશે ચિંતા કરવાની જરૂર નથી : શહેર અધ્યક્ષ ડૉ. વિજયભાઈ શાહ યુક્રેન પર રશિયાના આક્રમણથી યુક્રેનમાં વસતા ભારતીય વિદ્યાર્થીઓ અને ભારતીય નાગરિકો સહી સલામત લાવવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર કટીબદ્ધ છે. અને આ તમામ લોકોને યુક્રેનથી પરત લાવવા માટે કાર્યરત છે. ત્યારે વડોદરા શહેર ભાજપાના અધ્યક્ષ ડૉ. વિજય શાહ તથા સંગઠન ટીમ દ્રારા શહેરમાં વસતા પરિવારજનો જેઓના સંતાન હાલ યુક્રેનમાં છે તેવા પરીવારના ઘરે જઈ મુલાકાત લીધી હતી અને તેમને સાત્વના આપી તેમના સંતાન સહી સલામત પરત ભારત ફરશે તેવું આશ્વાસન આપ્યુ હતુ.
આજરોજ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ ડૉ. વિજય શાહ સાથે સંગઠનની ટીમ વડોદરા શહેરના 19 વોર્ડમા અલગ અલગ વિસ્તારમાં રહેતા પરિવારજનો જેઓના સંતાન હાલ યુક્રેનમાં છે તેવા પરીવારની મુલાકાત લીધી હતી.
પાંચ ટીમમાં સંગઠનના હોદ્દેદારો પદાધિકારીઓ જેમાં મેયર કેયુર રોકડીયા, ડે.મેયર નંદાબહેન જોશી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડૉ. હિતેન્દ્રભાઈ પટેલ, મહામંત્રીઓ સુનિલ સોલંકી, જશવંતસિંહ સોલંકી, રાકેશભાઈ સેવક સહીત સ્થાનિક કાઉન્સિલરો તથા વોર્ડના પ્રમુખ તથા હોદ્દેદારો પદાધિકારીઓ સાથે યુક્રેનમાં રહેતા વિદ્યાર્થીના પરિવારની મુલાકાત લીધી હતી.
આજે લક્ષ્મીપુરામાં રહેતા ડૉ.રમેશભાઈ પટેલ ના ઘરની મુલાકાત શહેર અધ્યક્ષ ડૉ. વિજયભાઈ શાહ તથા સંગઠનના હોદ્દેદારોએ લીધી હતી. યુક્રેનમાં રહી તબીબી અભ્યાસ કરતા શુભમ પટેલ જે હાલ યુક્રેનથી હંગેરી સુધી પહોંચ્યો છે અને ટુંક સમયમાં પરત વડોદરા ફરશે તેમ કાર્યવાહી ચાલુ છે.
ત્યારે ભાજપાના આગેવાનો એ ડૉ. રમેશ ભાઈ તથા તેમના પરિવારજનોની મુલાકાત લીધી હતી. અને તેઓને આશ્વાસન આપ્યુ હતુ કે તેમનો દિકરો શુભમ સાથે અન્ય ભારતીય નાગરિકો ને સલામત રીતે જલ્દી ભારત પરત લાવવા માટે સરકારની તમામ કામગીરી ચાલુ છે.
લક્ષ્મી પુરા ખાતે મુલાકાત લેવા ગયેલા ભાજપા અધ્યક્ષ ડૉ.વિજયભાઈ શાહે હંગેરીમા હાલ પહોંચેલા શુભમ પટેલ સાથે મોબાઇલ ફોનથી વાતચીત કરી હતી અને તેને પણ હૈયાધારણા આપી હતી. ચિતા ન કરીશ, સહી સલામત પરત ભારત આવી જશે અને અમે સતત તમારા માતા પિતા સાથે સંપર્કમાં રહીશું,
વધુમાં ડૉ.વિજયભાઈ શાહે એ પરિવારની મુલાકાત લઇ જણાવ્યું હતું કે તમારો દીકરો હેમખેમ વડોદરા આવી જશે ચિંતા કરવાની જરૂર નથી. સરકાર પણ ભારતીય નાગરિકોને પરત લાવવાના તમામ પ્રયત્ન કરી રહી છે. સ્થાનિક દૂતાવાસ સાથે કેન્દ્ર સરકાર સતત સંપર્કમાં છે અને ભારતીય નાગરિકોને સહી સલામત ભારત પરત લાવવા ભારે જેહમત ઉઠાવી રહી છે.
(આજનો Funrang જોક)
(ટાઈગર અને પકડું આજે પીવા બેઠાં… બે અંદર ગયા પછી)
પકડું – યાર, ગુજરાતમાં દારૂબંધી છે આપણે ના પીવો જોઈએ…
ટાઈગર – સાચી વાત છે ભઈ, મને પણ બહુ દુઃખ થાય છે… દારૂબંધી હોવા છતાં આપણે પીએ છીએ…
પકડું – આપણે પીવાનું બંધ કરી દઈએ…
ટાઈગર – સાચી વાત છે… કાલથી બંધ… જો ના મળે તો…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz