- જનમહલ સ્થિત સિટી બસ ડેપોમાં બનેલા કમકમાટીભર્યા બનાવમાં MSUની વિદ્યાર્થિનીનું કરુણ મોત.
- સિટી બસ ચાલક પર લોકોમાં ભભૂક્યો રોષ.
[Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । મંગળવારે સાંજે 4 વાગ્યાની આસપાસ જનમહલ પાસેના સિટી બસ ડેપોમાં મોબાઈલ પર વાત કરી રહેલી વિદ્યાર્થિનીને સિટી બસે જીવલેણ ટક્કર મારી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, વિદ્યાર્થિની મોબાઈલમાં વ્યસ્ત હતી, ત્યારે સિટી બસનો ચાલકનું ધ્યાન પણ નહોતું. જેને પગલે સર્જાયેલા અકસ્માતમાં એમ. એસ. યુનિ.ની વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું હતું.
સૂરતના અમરોલી ખાતે રહેતી 24 વર્ષિય શિવાની રણજિતસિંહ સોલંકી એમ. એસ. યુનિ.ની હોસ્ટેલમાં રહીને સાયન્સ ફેકલ્ટીમાં માસ્ટર ઓફ કેમેસ્ટ્રીના છેલ્લાં વર્ષમાં અભ્યાસ કરતી હતી. ચાર દિવસ અગાઉ તે પરિવારજનોને મળવા માટે સુરત ગઈ હતી. મંગળવારે સાંજે 4 વાગ્યે ટ્રેનમાં વડોદરા પહોંચ્યા બાદ તે પગપાળા જનમહલ સિટી બસ ડેપોમાં થઈને પસાર થઈ રહી હતી.
સિટી બસ ડેપોમાં પગપાળા જઈ રહેલી શિવાની મોબાઈલ ફોન પર વાત કરવામાં વ્યસ્ત હતી. ત્યાં પાછળથી એક સિટી બસ કાળમુખી બનીને એની તરફ ધસી આવી હતી. સિટી બસને આવતાં જોઈ જનમહલની મહિલા સિક્યુરિટી ગાર્ડ નસરીનબહેન પઠાણે બુમો પાડી શિવાનીને ચેતવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, મોબાઈલમાં વ્યસ્ત શિવાનીનું એ બુમો પર ધ્યાન જાય એ પહેલાં તો સિટી બસે એને જોરદાર ટક્કર મારી હતી. જેને પગલે લોકોમાં બસ ચાલક સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો.
સિટી બસની ટક્કરને પગલે ગંભીર રીતે ઘવાયેલી શિવાનીને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, મોડી રાત્રે તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે જાણ થતાં પરિવારજનો વડોદરા દોડી આવ્યા હતાં. બે ભાઈઓ વચ્ચે એકની એક બહેનનું મોત નિપજતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.
બીજી તરફ, સયાજીગંજ પોલીસે બનાવ અંગે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતાં. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જણાય છે કે, સિટી બસ ચાલક જયેશ દ્વારા ગફલતભરી રીતે બસ હંકારમાં આવી હોવાને કારણે વિદ્યાર્થિનીને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
(આજનો Funrang જોક)
પકડું – ટાઈગર, પેટ્રોલના ભાવ 150 રૂપિયે લિટર પહોંચશે તો, તું શું કરીશ?
ટાઈગર – હું બાઈકમાં સાઈકલના પેન્ડલ નખાવી દઈશ… થોડું પેટ્રોલ પર ચાલવાનું… વધારે પેન્ડલ પર…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz