- “આમાં કંઈ થાય… સેટીંગ કે નહીં?” દબાણ શાખાની કામગીરી દરમિયાનના વિડીયોમાં રેકોર્ડ થઈ ગયેલો સંવાદ.
- મેયર કેયુર રોકડીયાએ આવતીકાલ કહ્યું હતું… આવતીકાલનો અર્થ ચાર દિવસ બાદ કરતું કોર્પોરેશન તંત્ર.
- દબાણ શાખાએ ફળ – ફૂલોના જથ્થાથી બે ટ્રક ભર્યા.
- દર બે દિવસે ડ્રાઈવ યોજવાની યોજના, એટલે દબાણો થશે એવો કોર્પોરેશન તંત્રને પાક્કો વિશ્વાસ.
[Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । ગત શુક્રવારે સવારે મેયર કેયુર રોકડીયાએ ખંડેરાવ માર્કેટ આસપાસ દબાણ કરતાં ફળ – ફૂલના વેપારીઓની મુલાકાત લીધી હતી. અને દબાણ કરતાં નાના મોટા વેપારીઓને ચિમકી આપી હતી કે, આવતીકાલથી દબાણ કરવામાં આવશે તો કોર્પોરેશન તંત્ર દ્વારા માલસામાન જપ્ત કરી લેવાશે. જોકે, મેયરે કહેલાં આવતીકાલનો અર્થ કોર્પોરેશન તંત્ર દ્વારા ચાર દિવસ બાદ કરવામાં આવ્યો. અને આજે ચાર દિવસે દબાણો પર કોર્પોરેશનની દબાણ શાખા ત્રાટકી હતી.
ખંડેરાવ માર્કેટ આસપાસ દબાણો દૂર કરવામાં આજદીન સુધી સફળતા મળી નથી. જોકે, શહેરને રખડતાં ઢોરમુક્ત કરવાનું બીડું ઝડપનાર મેયર કેયુર રોકડીયાએ હવે ખંડેરાવ માર્કેટ આસપાસના વિસ્તારને દબાણમુક્ત કરવા કમર કસી છે. જેને પગલે ગત શુક્રવારે મેયર જાતે દબાણો કરનાર નાના – મોટા વેપારીઓને સમજાવવા ગયા હતાં. અને શનિવારથી દબાણો કરનાર સામે કડક કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
જોકે, ‘રોકડી માનવતાં’ ધરાવતાં કોર્પોરેશન તંત્ર દ્વારા શનિવાર અને રવિવારની રજાના દિવસોમાં વેપારીઓને હેરાન કરવાનું મુનાસીબ માન્યું નહોતું. ત્યારબાદ સોમવારે મેયરનો જન્મ દિવસ હોવાથી પણ વેપારીઓની હાય લેવાનું યોગ્ય માન્યું નહોતું. એકંદરે, મેયરનાં આવતીકાલ શબ્દનો અર્થ કોર્પોરેશન તંત્ર દ્વારા ચાર દિવસ બાદ કરવામાં આવ્યો અને આખરે આજે ખંડેરાવ માર્કેટ આસપાસના દબાણો હટાવવાનો શુભ મુહૂર્ત કાઢવામાં આવ્યું હતું.
આજે કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ ખંડેરાવ માર્કેટ આસપાસના દબાણો પર ત્રાટકતાં નાનાં – મોટા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. દબાણ શાખાએ રોડ પર બેસીને વેપાર કરતાં નાનાં વેપારીઓથી માંડી લારીઓ સહિતનો માલ કબજે કરી, બે ટ્રક ભરી હતી. દબાણો હટાવવાની કામગીરી દરમિયાન ઉતારવામાં આવેલા એક વિડીયોમાં કોઈ શખ્સ આજે સેટિંગ થઈ શકે કે કેમ એ અંગે પુછપરછ કરતો સાંભળવા મળે છે.
એકંદરે, વહીવટી વોર્ડ 5ના વોર્ડ ઓફિસર એ.એમ.સી. સુરેશભાઈ તુવેરની સુચનાથી આજે દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. અને દબાણો પુનઃ આવી જ જવાના છે એવો વિશ્વાસ ધરાવતાં કોર્પોરેશન તંત્ર દ્વારા દર બે દિવસે આવી ડ્રાઈવ યોજવાની યોજના બનાવવામાં આવી છે. જોકે, દર બે દિવસનો અર્થ કોર્પોરેશન તંત્ર કેવો કરે છે? એ તો આવનાર સમય જ બતાવશે.
(આજનો Funrang જોક)
પકડું – ટાઈગર તને ખબર છે, ઇઝરાઈલના વડાપ્રધાનને ક્યારેય નેટનો પ્રોબ્લમ નથી આવતો?
ટાઈગર – કેમ?
પકડું – કારણ કે, નેટ ન્યા હું…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz