• 11 માર્ચના રોજ મહારાજા સયાજીરાવ ગાયકવાડ (તૃતિય)ની 159મી જન્મજયંત્તિના દિવસે ગીત રિલિઝ કરશે.
  • માનાચા મુજરા સયાજીરાજે લા… ગીતનું લેખન – સ્વરાંકન, ગાયન – વાદન બધું જ અભિજીત ખાંડેકર દ્વારા કરવામાં આવ્યું છે.

[Mehulkumar Vyas – 9978918796]

વડોદરા વડોદરાને કલાનગરીનું બિરુદ પ્રાપ્ત કરાવનાર શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડ (તૃતિય)ના માનમાં આજદીન સુધી વડોદરાના કોઈ કલાકાર દ્વારા જે કાર્ય કરવામાં આવ્યું નથી. તેવું અનન્ય કાર્ય સંગીતકાર અભિજીત ખાંડેકર દ્વારા કરવામાં આવ્યું છે. અભિજીત ખાંડેકરે શ્રીમંત મહારાજા સયાજીરાવના માનમાં વિશેષ ગીત તૈયાર કરીને સંગીતાજલી અર્પણ કરવામાં આવી છે.

છેલ્લાં 45 વર્ષોથી સંગીત ક્ષેત્રે કાર્યરત સંગીતકાર અભિજીત ખાંડેકર દ્વારા અત્યાર સુધીમાં 350થી વધુ આલ્બમ્સમાં સંગીત આપવામાં આવ્યું છે. તેમજ 3 ફિલ્મ્સ, 1 ટીવી સિરીયલ અને 45થી વધુ નાટકોમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક અભિજીતે આપ્યું છે.

(સંગીતકાર અભિજીત ખાંડેકર)

અભિજીત ખાંડેકરે ફનરંગ સાથેની વાતચિતમાં જણાવ્યું કે, ઘણાં વર્ષોથી મનમાં એવો વિચાર ચાલતો હતો કે, વડોદરા શહેરને આટઆટલું આપનાર… વિશ્વભરમાં વડોદરાની ઓળખ બનાવનાર… રાજવી શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડ (તૃતિય)ના માનમાં હું શું કરી શકું? વિચારો ઘણી વખતથી ચાલતાં હતાં પરંતુ, કંઈ નક્કર શબ્દરચના બનતી નહોતી.

વધુમાં ઉમેર્યું કે, તાજેતરમાં હું નિત્યક્રમ પ્રમાણે સવારે સાઈકલીંગ કરવા નિકળ્યો હતો. ઘણાં વર્ષોથી મનમાં ધરબાઈ રહેલો મહારાજાને માન આપવાનો વિચાર અચાનક સ્ફૂર્યો અને મેં તરત જ મોબાઈલમાં એ વિચાર ”માનાચા મુજરા સયાજીરાજે લા..”ને રેકોર્ડ કરી લીધો. મહારાજા સયાજીરાવની માનવંદનાની આ પંક્તિ મનમાં આવ્યા બાદ આગળનું ગીત લખવાનું શરૂ કર્યું. જે હિન્દીમાં લખ્યું કારણકે, મારા મતે શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડ (તૃતિય) વડોદરાના જ નહીં વિશ્વના લાડીલા રાજવી છે. ત્યારે તેમના વિશેની વાત બહોળા વર્ગને સમજાય તે માટે મરાઠી ગીત રચવાને બદલે હિન્દી શબ્દો રાખ્યાં.

અભિજીતે જણાવ્યું કે, ગીત તૈયાર થયા બાદ તેને મેં સ્વરબદ્ધ કર્યું. બાદમાં ગીતનું સંગીત તૈયારી કરીને મેં જ ગીત ગાયું. અને આગામી તા. 11 માર્ચના રોજ શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડ (તૃતિય)ની 159મી જન્મજયંતિ નિમિત્તે મારી યૂટ્યુબ ચેનલ પર હું ગીત રિલિઝ કરીશ. મને આશા છે કે, લોકોને મહારાજા સયાજીરાવ ગાયકવાડની માનવંદના પસંદ પડશે.

(અભિજીત ખાંડેકરનો ઇન્ટર્વ્યૂ જુઓ વિડીયોમાં) 

(આજનો Funrang જોક)

પકડું – ટાઈગર તને ખબર છે, ઇઝરાઈલના વડાપ્રધાનને ક્યારેય નેટનો પ્રોબ્લમ નથી આવતો?

ટાઈગર – કેમ? 

પકડું – કારણ કે, નેટ ન્યા હું…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )

9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *