- સવારે પગપાળા આવી પહોંચેલા મેયરની વેપારીઓને ચિમકી – આવતીકાલથી દબાણ કરશો, તો સામાન છોડાશે નહીં.
- ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે નાના- મોટા વેપારીઓને સમજાવવામાં આવ્યા.
[Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । શહેરનાં માર્ગો રખડતાં ઢોર મુક્ત કરવા પ્રયાસ કરનાર મેયર કેયૂર રોકડીયાએ આજરોજ ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા વિસ્તારને દબાણમુક્ત કરવા કમર કસી છે. નાના – મોટા વેપારીઓને સમજાવવા સાથે મેયરે ચિમકી ઉચ્ચારી હતી કે, આજે કોઈ કાર્યવાહી કરાશે નહીં પરંતુ, કાલથી દબાણ કરશો, તો સામાન છોડાશે નહીં.
મંગળબજાર અને ખંડેરાવ માર્કેટ વચ્ચે એક જ સામ્યતા છે. આ બંને વિસ્તારોમાં પથારાના દબાણો આજદીન સુધી કોઈ પણ શાસક દૂર કરી શક્યા નથી. સરકારી તંત્રની મહેરબાની અને સ્થાનિક અગ્રણીઓની દખલગીરી ઉપરાંત ખાનગી રાહે થતાં રોકડીયા વ્યવહારોને કારણે થોડા ઘણાં દિવસ માટે દબાણો દૂર થાય છે પરંતુ, બાદમાં પુનઃ યથાસ્થિતિ આવી જાય છે.
ખંડેરાવ માર્કેટ આસપાસના વિસ્તારમાં ફૂળ – ફૂલના વેપારીઓ દ્વારા કરાતાં દબાણોને કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે એ વાત અચાનક મેયર કેયુર રોકડીયાના ધ્યાન પર આવતાં, તેમણે આજે સવારે સ્થાનિક કાઉન્સિલર જાગૃતિબહેન કાકા, જ્યોતિબહેન પટેલ અને પટણી તેમજ મંગેશ જયસ્વાલ સહિતના અધિકારીઓના સ્ટાફ સાથે મેયર કેયુર રોકડીયા ખંડેરાવ માર્કેટ આસપાસના વિસ્તારોમાં પગપાળા ફર્યા હતાં.
મેયરે નાના – મોટા વેપારીઓને પોતાની આગવી શૈલીમાં દબાણો નહીં કરવા સમજાવવામાં આવ્યા હતાં. તે સાથે ફળ – ફૂલના વેપારીઓને કહ્યું હતું કે, આજે સામાન ઉઠાવાશે નહીં, પરંતુ, આજની સમજાવટ પછી પણ જો રોડ પર દબાણો કરાશે, તો તંત્ર દ્વારા સામાન છોડાશે નહીં.
મેયરે ચિમકી આપતાં કેટલાંક વેપારીઓએ રજૂઆત કરી હતી કે, અમે આસપાસના ગામોમાંથી વેપાર કરવા આવીએ છીએ. માર્કેટમાં જગ્યા મળતી ના હોવાથી રોડ પર વેચાણ કરીએ છીએ. સવારે બે – ચાર કલાકનો જ અમારો ધંધો છે. પછી અમે જતાં રહીએ છીએ.
રજૂઆત કરનાર વેપારીઓને મેયરે ચોખ્ખે ચોખ્ખુ કહી દીધું હતું કે, તમે પરિવારનું ગુજરાન ચલાવવા માટે વ્યવસાય કરો છો એનો કોઈ વાંધો નથી. પરંતુ, દબાણોને કારણે લોકોને મુશ્કેલી પડે એ યોગ્ય નથી. આવતીકાલથી રોડ પર દબાણ કરીને વેપાર કરાશે તો કડક કાર્યવાહી કરતાં તંત્ર અચકાશે નહીં.
મેયરની મુલાકાતને પગલે નાના – મોટા વેપારીઓમાં ફફટાડ વ્યાપી ગયો હતો. કેટલાંક વેપારીઓએ તો માલ – સામાન લઈને રવાના થઈ જવાનું મુનાસીબ માન્યું હતું. એકંદરે, હવે ખંડેવાર માર્કેટ આસપાસના દબાણોનો વિષય મેયર દ્વારા હાથમાં લેવામાં આવ્યો છે. ત્યારે આવતીકાલથી આવનારા અનેક વર્ષો સુધી ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા સહિતનો વિસ્તાર દબાણમુક્ત રહેશે એવી આશા રાખી શકાય.
(આજનો Funrang જોક)
પકડું – ત્રીજું વિશ્વ યુદ્ધ ફાટી નિકળે તો તું શું કરીશ?
ટાઈગર – પહેલાં અને બીજા વિશ્વ યુદ્ધમાં સામાન્ય નાગરીકે કર્યું હતું એ જ…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz