• નામચીન ઘેવર મારવાડી સહિત 4 રાજસ્થાની શખ્સો ઝડપાયા. 5 વૉન્ટેડ.
  • બિશ્નોઈ ગેંગ દ્વારા બીલ કેનાલ રોડ પર પુષ્ટી એપાર્ટમેન્ટની દુકાનમાં દારૂનો જથ્થો સંતાડ્યો હતો.
  • ઇંગ્લિશ દારૂ ભરેલી બોટલ્સ, બિયર ઉપરાંત ટેમ્પો, કાર વગેરે મળી કુલ 34,80,600નો મુદ્દામાલ કબજે કરતી પીસીબી

[Mehulkumar Vyas – 9978918796]

વડોદરા PCB (પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ) દ્વારા બિલ કેનાલ રોડ પર આવેલા પુષ્ટી એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલાં બિશ્નોઈ ગેંગના દારૂના ગોડાઉન પર દરોડો પાડ્યો હતો. જેમાં દારૂની 2878 બોટલ્સ, 96 ક્વૉટરીયા, 360 બિયરના ટીન મળી કુલ કુલ 16,33,200 રૂપિયાનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. દારૂના જથ્થા સહિત આશરે 35 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે PCB દ્વારા 4 રાજસ્થાની શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આ કેસમાં 5 શખ્સોને વૉન્ટેડ જાહેર કરી તેઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

માંજલપુર પોલીસ મથક અને અન્ય પોલીસ મથકોમાં વૉન્ટેડ મૂળ રાજસ્થાનના રહેવાસી 23 વર્ષિય ઘેવરચંદ ભાગીરથરામ બિશ્નોઈ (ઢાંકા)એ પોતાની ઓળખ છુપાવવા રાજસ્થાનથી બોગસ આધાર કાર્ડ બનાવડાવ્યું હતું. બોગસ આધાર કાર્ડમાં દિનેશકુમાર કિશનલાલ તરીકેની ઓળખ ઉભી કરી, તેણે પુનઃ ઇંગ્લિશ દારૂનો વેપલો શરૂ કર્યો હતો.

દરમિયાનમાં PCB પી.આઈ. જે. જે. પટેલને બાતમી મળી હતી કે, વૉન્ટેડ ઘેવર મારવાડીએ બિલ કેનાલ રોડ પર આવેલા પુષ્ટિ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરની દુકાન નં. 11 ભાડે રાખી ત્યાં ઇંગ્લિશ દારૂનું ગોડાઉન બનાવ્યું છે. ગોડાઉનમાંથી દારૂનો જથ્થો ટેમ્પો, કાર અને ટુ-વ્હિલર દ્વારા ગ્રાહકોને પહોંચાડવામાં આવી રહ્યો છે.

ઘેવર મારવાડીએ આજવા રોડ પરના પંચમ બ્લોસમ ફ્લેટમાં ભાડે રહેતો હતો. જ્યારે તેની ગેન્ગના માણસો માટે ગોત્રી સેવાસી રોડ પર આવેલા ઓસીયા મૉલ પાછળની સોસાયટીમાં મકાન ભાડે રાખ્યું હતું. રાજસ્થાનના વતનીઓની બનેલી બિશ્નોઈ ગેંગ દ્વારા સુથારી કામ તેમજ વિવિધ પાવડરના કામ કાજના બહાને દુકાન – મકાન ભાડે રાખવામાં આવે છે. ત્યાર બાદ ભાડા કરારને આધારે ફોર વ્હિલર – ટુવ્હિલર જેવા વાહનો ખરીદવામાં આવે છે. અને ત્યારબાદ અન્ય વેપારની આડમાં ઇંગ્લિશ દારૂનો વેપલો કરવામાં આવે છે.

PCB પી.આઈ. જે. જે. પટેલને મળેલી બાતમીને આધારે ત્રણ ટીમો દ્વારા વૉચ ગોઠવવામાં આવી હતી. અને આખરે ગઈકાલે દુકાન અને મકાનમાં દરોડા પાડવામાં આવ્યો હતો. જેમાં ગોડાઉનમાંથી, બે ટેમ્પામાંથી તેમજ દુકાન બહાર પાર્ક કરાયેલી કારમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. PCBએ ગોડાઉન તેમજ ભાડાના મકાનમાંથી બિશ્નોઈ ગેંગના ચાર સાગરીતોને ઝડપી પાડ્યા હતાં. તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ઘેવરચંદ બિશ્નોઈ દ્વારા બોગસ આધાર કાર્ડને આધારે રાજ્યમાં અન્ય કોઈ ગુના આચર્યા છે કે કેમ? તે સહિતના મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે. બિશ્નોઈ ગેંગના દારૂના ગોડાઉનને ઝડપી પાડવામાં પીસીબી પી.ઈ. જે. જે. પટેલ, પી.એસ.આઈ. એમ. જી. કરડાણી, એ.એસ.આઈ. હરીભાઈ વિરમભાઈ, એ.એસ.આઈ. ફિરોજખાન નબીખાન, હે.કો. વિનોદકુમાર ધુળાભાઈ, હે.કો. રાજેન્દ્રસિંહ ભીમસિંહ, હે.કો. મેહુલસિંહ ભરતસિંહ, હે.કો. જગદીશ જીતસંગ, હે.કો. દિપેશસિંઘ નરેશસિંઘ, હે.કો. કાળુભાઈ ખાટાભાઈ, પો.કો. ભરતસિંહ અજમલસિંહ, પો.કો. કનુભાઈ શંકરભાઈ, પો.કો. મોહબતસિંહ ભવાનસિંહ, પો.કો. પ્રકાશભાઈ રામજીભાઈ, પો.કો. મિતેશકુમાર રતનભાઈ, પો.કો. હર્ષપાલસિંહ કરણસિંહ દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી.

PCBએ પકડી પાડેલાં આરોપીઓ

  1. ઘેવરચંદ ભગીરથરામ બિશ્નોઈ (ઢાંકા) (ઉં.વ. 23, રહે. કરવાડા ગામ, જાલોર જિલ્લો. રાજસ્થાન)
  2. નારાયણ ઉર્ફે નરેશ ભારમલજી બિશ્નોઈ (ઢાંકા) (રહે. કરવાડા ગામ, જી. જાલોર. રાજસ્થાન)
  3. દિનેશકુમાર વાગારામ બિશ્નોઈ (કાવા) (ઉં.વ. 32. રહે. કોટડા ગામ, જી. જાલોર. રાજસ્થાન)
  4. દિનેશકુમાર જયકિશન બિશ્નોઈ (જાંગુ) (ઉં.વ. 28. રહે. કોટડા ગામ, જી. જાલોર. રાજસ્થાન)

વૉન્ટેડ જાહેર કરાયેલા આરોપીઓ

  1. પુનમારામા લાખારામ દેવાશી (રહે. કરવાડા ગામ, જી. જાલોર, રાજસ્થાન)
  2. રામુ મોહનલાલ બિશ્નોઈ (રહે. સાંચોર, જી. જાલોર. રાજસ્થાન)
  3. રાજુરામ બિશ્નોઈ (રહે. સુથારો કી ધાની, ચિતલવાના, જી. જાલોર. રાજસ્થાન)
  4. નિલેશ ઉર્ફે નિલુ સિંધી (રહે. ખોડીયાર નગર, વડોદરા)
  5. નરેશ (રહે. દિપ ટૉકિઝ પાસે, નવાયાર્ડ, વડોદરા)

ગોડાઉનમાંથી ઝડપાયેલો મુદ્દામાલ

  • 15,87,600 રૂપિયાની કિંમતની ઇંગ્લિશ દારૂની 2676 બોટલ્સ
  • 9,600 રૂપિયાની કિંમતના 96 ક્વાટરિયા
  • 36,000 રૂપિયાની કિંમતનાં 360 બિયરના ટીન
  • આ ઉપરાંત, બે ટેમ્પો, એક કાર, એક એક્ટિવા, એક બાઈક, 11 મોબાઈલ ફોન, બે Wi-Fi ડોંગલ, રોકડ વગેરે મળી કુલ રૂ. 34,80,600 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો હતો.

(આજનો Funrang જોક)

પકડું – ટાઈગર, પેટ્રોલના ભાવ 150 રૂપિયે લિટર પહોંચશે તો, તું શું કરીશ?

ટાઈગર – હું બાઈકમાં સાઈકલના પેન્ડલ નખાવી દઈશ… થોડું પેટ્રોલ પર ચાલવાનું… વધારે પેન્ડલ પર…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )

9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *