• નવાપુરા વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા હલ કરવા ગયેલા સ્ટેન્ડિગ ચેરમેને પાવડાથી ડ્રેનેજ ચેમ્બરમાં ફસાયેલી દેશી દારૂની પોટલીઓ કાઢી.
  • તાજેતરમાં વાઘોડિયા રોડ વિસ્તારના કાઉન્સિલરે પણ લિકેજ શોધવા જવું પડ્યું હતું. ત્યારબાદ મેયર પણ લિકેજ શોધવા જવું પડ્યું હતું.
  • કૉંગ્રેસી કાઉન્સિલર બાળુ સુર્વે દ્વારા પણ લકડીપુલ વિસ્તારની ગંદકી બાબતે કચરામાં ઉતરવું પડ્યું હતું.

[Mehulkumar Vyas – 9978918796]

વડોદરા વડોદરા મહાનગર સેવાસદનના એન્જિનિયર્સ એસી કેબિનોમાં બેસીને ખુરશી તોડવા સિવાય કંઈ કરતાં નથી, એટલે જ આજરોજ સ્ટેન્ડિંગ ચેરમેન ડૉ. હિતેન્દ્ર પટેલને નવાપુરા વિસ્તારમાં પાવડો પકડી ગટરમાંથી દેશી દારૂની પોટલીઓ કાઢવાનો વારો આવ્યો છે.  ત્યારે, પ્રજાના ટેક્સના પૈસે ગુજરાન ચલાવતાં સરકારી અધિકારીઓએ સ્હેજ અમથુ લાજવા જેવી ઘટના ગણી શકાય.

વડોદરા શહેરમાં છેલ્લાં કેટલાંક દિવસોથી રાજકારણને કારણે અથવા તો પછી કોઈ ભેદી કારણોસર કાઉન્સિલર અને મેયરે લિકેજ શોધવા કવાયત કરવી પડી છે. કદાચ વહીવટી તંત્ર પર શાસક પક્ષ પુરતી પકડ જમાવતું નથી એવું એનાથી સાબિત થાય છે પરંતુ, છતાં વાઘોડિયા રોડ વિસ્તારની ઘટના ગણો કે લકડીપુલ વિસ્તારની ઘટના અંગે એટલું કહી શકાય કે સામાન્ય નાગરીકોને હેરાનગતિ થાય છે.

પરંતુ, આજરોજ નવાપુરા વિસ્તારમાં બનેલી ઘટના કંઈક અલગ જ પ્રકારની છે. નવાપુરા પોલીસ દેશી દારૂનો વેપલો અટકાવવામાં નિષ્ફળ છે એની સાક્ષી ગટર દ્વારા પુરી પાડવામાં આવી હતી. વોર્ડ નં. 5 અને ઇલેક્શન વોર્ડ નં. 13માં આવતાં નવાપુરા વિસ્તારના ગોદડીયાવાસ અને રબારીવાસમાં છેલ્લાં કેટલાંક સમયથી પીવાના દૂષિત પાણીની સમસ્યાઓ અંગે ઉહાપોહ મચેલો હતો.

સ્થાનિક કાઉન્સિલર બાળુ સુર્વે પાસે સ્થાનિક રહીશો રજૂઆતો કરતાં હતાં. અને બાળુ સુર્વે દ્વારા પાલિકા તંત્રને કહેવા છતાં સમસ્યાનું નિરાકરણ આવતું નહોતું. આખરે આજે સ્ટેન્ડિંગ ચેરમેન ડૉ. હિતેન્દ્ર પટેલ સહિતના પાલિકાના કર્મચારીઓ નવાપુરા વિસ્તારમાં પહોંચ્યા હતાં. કર્મચારીઓને સાથે રાખી તેમણે ગોદડિયા વાસ અને રબારી વાસની ડ્રેનેજ ચેમ્બર્સ ખોલાવી તપાસ કરી હતી.

જેમાં જોવા મળ્યું કે, ડ્રેનજમાં જળ કરતાં દેશી દારૂની ખાલી પોટલીઓનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો. એક તબક્કે ડૉ. હિતેન્દ્ર પટેલે જાતે પાવડો હાથમાં લઈ ગટર લાઈનમાંથી દેશી દારૂની ખાલી પોટલીઓ ગટરમાંથી બહાર કાઢી હતી.

નવાપુરા વિસ્તારની આ દશા સ્થાનિક લોકોને કારણે જ ખરાબ થઈ છે ત્યારે ડૉ. હિતેન્દ્ર પટેલ દ્વારા આગામી દિવસોમાં આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી હૈયાધારણા આપવામાં આવી હતી.

(આજનો Funrang જોક)

પકડું – ટાઈગર, તને ઉપરવાળા પર ભરોસો કેટલો?

ટાઈગર – સ્હેજેય નહીં…

પકડું – એવું ના હોય…

ટાઈગર – અરે, ત્રણ મહિનાથી ભાડુ નથી આપતો…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )

9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *