- માઉન્ટેડ શાખાએ ત્રણ બેચમાં 92 યુવક – યુવતીઓને ઘોડેસવારી શિખવી.
- વડોદરા શહેર પોલીસ મહિલાઓને આત્મરક્ષણ અને રાયફલ ચલાવવા સહિતની વિવિધ પ્રવૃત્તિઓ શિખવે છે.
[Mehulkumar Vyas ]
વડોદરા । ઘોડેસવારી શિખવાની ઈચ્છા ધરાવતાં યુવક – યુવતીઓએ વડોદરા શહેર પોલીસ મથકના પ્રતાપનગર સ્થિત હેડ ક્વાર્ટરમાં માઉન્ટેડ શાખાનો સંપર્ક કરવો જોઈ. ઘોડેસવારી શિખવતી ખાનગી સંસ્થાઓ ઉંચો દર વસૂલતી હોય છે પરંતુ, માઉન્ટેડ શાખા સરકારી કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને માત્ર રૂ. 2250માં અને અન્ય લોકોને રૂ. 4500માં ત્રણ મહિનાની બેઝિક તાલીમ આપે છે. અત્યાર સુધીમાં ત્રણ બેચમાં 92 જેટલાં યુવક – યુવતી ઘોડેસવારી શિખ્યાં છે. અત્ર ઉલ્લેખનિય છે કે, સુરક્ષા સેતુ હેઠળ વડોદરા પોલીસ મહિલાઓને આત્મરક્ષણ અને રાઈફલ ચલાવવા સહિતની વિવિધ પ્રવૃત્તિઓ શિખવવાનું કાર્ય કરી રહી છે.
શહેર પોલીસ કમિશનર ડૉ. શમશેરસિંહના પ્રોત્સાહનથી માઉન્ટેડ શાખા દ્વારા હોર્સ રાઈડિંગ શિખવાવનું શરૂ કરાયું હતું. જેને ખૂબ જ સારો પ્રતિસાદ સાંપડ્યો છે. કેટલાંક લોકોએ તો હોર્સ રાઈડિંગ શિખીને પોતાના ઘોડાં પણ વસાવ્યા છે.
માઉન્ટેડ શાખાના પોલીસ સબ ઇન્સ્પેકટર ઘનશ્યામસિંહ એન. જાડેજાના જણાવ્યા પ્રમાણે, હેડ ક્વાર્ટર ખાતે લોકોને ઘોડેસવારીની તાલીમ આપવા માટે માઉન્ટેડ શાખા માટે 11 ઘોડાની કુમક મંજૂર કરાઈ છે. તેની સામે હાલમાં જેસ, પૂજા, ડાયમન્ડ, શેરા, ચાંદની, સ્ટ્રોમ એમ 6 ઘોડા ઉપલબ્ધ છે. હાલમાં વડોદરા પોલીસના અશ્વદળમાં કાઠિયાવાડી, મારવાડી અને મોટા કાનવાળો અરબી જાતવાન થ્રો બ્રિડના ઘોડા છે. અત્યાર સુધીમાં ત્રણ બેચમાં 92 લોકોએ તાલીમ લીધી છે અને હાલ ચોથી બેચમાં 35 યુવક – યુવતીઓ તાલીમ લઈ રહ્યાં છે.
ઘોડાની ચાલ વિશે જાણવા જેવું…
ઘોડો સાવ ધીમી ગતિએ, નાના ડગલે ડાબલા વગાડતો ચાલે, તેને રવાલ ચાલ છે. અશ્વના સામાન્ય ચાહકોમાં આ ચાલ પ્રિય છે. પોલીસ પાસે અશ્વ તાલીમમાં આવે એટલું સૌથી પહેલું કામ તેને રવાલ ભૂલવાડવાનું હોય છે. માઉન્ટેડ પોલીસના ઘોડા લાંબા ડગલાની દુડકી ચાલથી ચાલે છે. જેને ટ્રોટ પણ કહેવામાં આવે છે. એ બાદ મધ્યમ ગતિને કેન્ટર ચાલ અને તેજ ગતિને ગેલેપ કહે છે.
ઘનશ્યામસિંહ કહે છે કે અમારી આ પ્રાથમિક તાલીમમાં ઘોડા પર બેસવું, ઉતરવું, ઘોડાને નિયંત્રણમાં રાખવો, વિવિધ પ્રકારની ચાલથી ઘોડાને દોડાવવો, તેની સારસંભાળ કેવી રીતે લેવી, તેને સ્નાન કરાવવું, ઘોડાને કેવા પ્રકારનો ખોરાક આપવો જેવી બાબતોનો સમાવેશ થાય છે. માઉન્ડ પોલીસના ૧૦ અશ્વસવારો આ તાલીમાર્થીઓને ઘોડાસવારીના વિવિધ પાસાઓની સારી રીતે તાલીમ આપે છે
ઘોડેસવારીની બેઝિક ટ્રેનિંગ ગઈ રામાનંદ ગણદેવીકરે બે ઘોડી વસાવી
વડોદરાના રામાનંદ ગણદેવિકર માઉન્ટેડ બ્રાન્ચ દ્વારા સુરક્ષા સેતુ હેઠળ મળેલી ઘોડેસવારી તાલીમ થી ખૂબ ખુશ છે. પંદરેક વર્ષ પહેલાં ઘોડેસવારી થોડી ઘણી શીખી હતી.શહેર પોલીસે આ પ્રવૃત્તિ શરૂ કરી એટલે ફરી રસ જાગ્યો અને બેઝિક તાલીમ લીધી.નવા લોકોને ઘણી સારી તાલીમ મળે છે. મારી પાસે જગ્યાની સુવિધા હોવાથી તાલીમ મળી એટલે મેં મારી પોતાની બે ઘોડી વસાવી છે જે મારવાડી ઓલાદની છે. મારો શોખ પૂરો કરવામાં આ તાલીમ ઉપયોગી બની છે. હવે બેઝિક પછી તેના થી આગળનો એડવાન્સ કોર્ષ શરૂ કરવો જોઈએ. અંકોડિયા ગામના કૌશિક વ્યાસ ત્રણ ઘોડા રાખે છે. એટલે તેમનો નાનકડો દીકરો રુદ્ર અહીં ઘોડેસવારીના કસબ શીખી રહ્યો છે.
(આજનો Funrang જોક)
પકડું – ત્રીજું વિશ્વ યુદ્ધ ફાટી નિકળે તો તું શું કરીશ?
ટાઈગર – પહેલાં અને બીજા વિશ્વ યુદ્ધમાં સામાન્ય નાગરીકે કર્યું હતું એ જ…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz