- સરપંચો પાસેથી બેન્કનો કોરો ચેક લઈ 21.85 લાખની ઉચાપત કરનાર તલાટી અભિષેક મહેતા ઝડપાયો.
- વાઘોડિયા તાલુકાના 27 તલાટીઓ દ્વારા બોગસ બિલો બનાવી રૂ. 72 લાખનું કૌભાંડ.
- તાલુકા વિકાસ અધિકારી (ટીડીઓ) કાજલબહેન અંબાલીયા ભ્રષ્ટ તલાટીઓને પાઠ ભણાવવા મક્કમ.
[Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના વાઘોડિયાને વિકાસ વંચિત રાખનારા ભ્રષ્ટ તલાટીઓ પર ટીડીઓ દ્વારા તવાઈ લાવવામાં આવી છે. જેને પગલે ફફડી ઉઠેલાં ભ્રષ્ટ તલાટીઓ ટીડીઓને ભીંસમાં લેવા રજા પર ઉતર્યા હતાં. તો બીજી તરફ, ટીડીઓની બદલી કરવામાં આ આવે તે માટે સરપંચો મેદાનમાં ઉતરી આવ્ય છે. અત્રે ઉલ્લેખનિય છે કે, 27 તલાટીઓએ કુલ 72 લાખનું કૌભાંડ આચર્યું હોવાની વિગતો સામે આવી છે. અને ગઈકાલે મોડી સાંજે એક કૌભાંડી તલાટી અભિષેક મહેતાની ધરપકડ કરવામાં આવી હતી.
તાજેતરમાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ વાઘોડિયામાં કરાયેલા ગેરકાયદે દબાણોના રક્ષણ માટે આગળ આવ્યા હતાં. જોકે, તાલુકા વિકાસ અધિકારી કાજલબહેન અંબાલીયાએ સમગ્ર તાલુકામાંથી ગેરકાયદે દબાણો દૂર કરવાનો નિર્ધાર કર્યો છે. તે ઉપરાંત ભ્રષ્ટ તલાટીઓને પાઠ ભણાવવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. બોગસ બીલો બનાવીને રૂ. 72 લાખનું કૌભાંડ આચનારા 27 જેટલાં તલાટીઓ સામે ટૂંક સમયમાં જ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવે તેવી શક્યતા છે.
જાંબુઘોડા, અંટોલી અને કરમાલીયાપુરા ગ્રામ પંચાયતોના રોજમેળમાં સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવી હોવાની વિગતો ટીડીઓ કાજલબહેનના ધ્યાનમાં આવી હતી. તેમણે તલાટી અભિષેક મહેતા (રહે. બાપોદ, વડોદરા) પાસે આ અંગે ખુલાસો માંગ્યો હતો.
અન્ય તલાટીઓની પુછપરછ અને તપાસમાં ટીડીઓને વિગતો જાણવા મળી હતી કે, અભિષેક મહેતાએ નિધિ અને રોયલ નામની પત્ની અને સગાના નામે બોગસ એજન્સી ઉભી કરી છે. અને માત્ર ત્રણ નહીં 50 ગ્રામ પંચાયતોના તલાટી કમ મંત્રીઓએ સરપંચો પાસેથી બેન્કના કોરા ચેક લઈ આયોજનપૂર્વક નાણાંકીય ઉચાપત કરી છે.
ટીડીઓ કાજલબહેન અંબાલીયાએ પુછપરછ કરતાં તમામ તલાટીઓએ એક જ અધિકારીના ઇશારે ઉચાપત કરી હોવાની વિગતો સપાટી પર આવી હતી. ટીડીઓ દ્વારા ભ્રષ્ટ તલાટીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવતાં જ ફફડી ઉઠેલા તલાટીઓએ માનસિક ત્રાસ આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરતું આવેદન પત્ર આપી મામલાને આડે પાટે ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ 3 દિવસ રજા પર ઉતરી જઈ, ટીડીઓની બદલી કરવામાં આવે તે માટે દબાણ ઉભું કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.
જોકે, વાઘોડિયા તાલુકાને વિકાસ વંચિત રાખનારા, રૂ. 72 લાખના કૌભાંડમાં સંડોવાયેલા 27 ભ્રષ્ટ તલાટીઓ સામે ફરિયાદ નોંધવા ટીડીઓ દ્વારા મંજૂરી માંગવામાં આવી છે. મંજુરી મળતાં જ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવનાર છે. દરમિયાનમાં ગઈકાલે મોડી સાંજે તલાટી કમ મંત્રી અભિષેક મહેતાની પોલીસે ધરપકડ કરી હતી.
(આજનો Funrang જોક)
પકડું – ત્રીજું વિશ્વ યુદ્ધ ફાટી નિકળે તો તું શું કરીશ?
ટાઈગર – પહેલાં અને બીજા વિશ્વ યુદ્ધમાં સામાન્ય નાગરીકે કર્યું હતું એ જ…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz