- જાગૃત નાગરીક કિરણ પાટીલ દ્વારા ગટરના ખુલ્લા મોંને બંધ કરવાનો પ્રયાસ કરાયો.
- સ્માર્ટ સિટીના ઠેકેદારો માટે ખુલ્લી ગટર એ સાવ સામાન્ય બાબત માનતાં હશે.
[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । વડોદરાને શાંઘાઈ બનાવવાના સપનાં બતાવી ખાડોદરા બનાવી દેનારા સ્માર્ટ સિટીના ઠેકેદારો પ્રજાહિતની માત્ર વાતો જ કરતાં હોય છે. પાણીથી માંડી રસ્તા સુધીની અનેક મહત્વની સગવડો પૂરી પાડવામાં ઉણાં ઉતરેલાં સ્માર્ટ સિટીના ઠેકેદારો માટે ગટરના ઢાંકણા તૂટી જવા એ તો સાવ અગણ્ય બાબત હોઈ શકે. આવી જ એક સાવ સામાન્ય સમસ્યા મુંજમહુડા શિવાજી સર્કલ ચાર રસ્તા પાસે સર્જાઈ છે.
મુજમહુડા શિવાજી સર્કલ ચાર રસ્તા પાસે છેલ્લાં પાંચેક દિવસથી એક ગટરનું ઢાંકણું તુટી ગયું છે. રસ્તાની વચ્ચો વચ્ચ આવેલી ગટરનું ઢાંકણું તૂટી જવાને કારણે રાહદારી વાહનચાલકોને હેરાનગતિ ભોગવવી પડી રહી છે. જોકે, આ નહિં જેવી સમસ્યા સ્થાનિક કાઉન્સિલરો કે કોર્પોરેશન તંત્રની નજરે ચડી નથી. કદાચ મોં ખોલનારી ગટરને કારણે કોઈ રાહદારીને ગમખ્વાર અકસ્માત નડે પછી એનું નિરાકરણ લાવવાની યોજના બનાવી હોય. અથવા તો, ચૂંટણી ટાણે મુખ્યમંત્રીની રેલી નિકળવાની હશે ત્યારે રસ્તાના સમારકામ સાથે ગટરને તંદુરસ્ત કરવાની વિચારણા હશે.
વિસ્તારમાં રહેતાં જાગૃત નાગરીક કિરણ પાટીલ અને પાસે આવેલી પરનામી અગરબત્તી સ્ટોરના એક કર્મચારીએ લાકડાં, ઝાડવાં અને કપડું લટકાવીને ગટરનું મોં બંધ કરવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે આશા રાખીએ કે ખુલ્લી ગટરને કારણે કોઈ અપ્રિય ઘટના બને એ પહેલાં તંત્ર કદાચ ગટરનું મોં દુરસ્ત કરે.
(આજનો Funrang જોક)
(ચમન દોડતો જઈ રહ્યો હતો. અમને એને રોક્યો)
અમન – અરે શું કામ દોડી રહ્યો છે?
ચમન – અલે પેલી પાછળ પડી છે…
અમન – કેમ?
ચમન – અરે મેં એને કીધું કે દીલ ચીરીને જો એમાં તારું જ નામ લખેલું જોવા મળશે… ત્યારથી ગાંડી ચપ્પુ લઈને પાછળ પડી છે… જો આવી…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz