- અમદાવાદના ભેજાબાજ દંપત્તિ સામે પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ.
- રાજસ્થાનના ઉદેપુર સ્થિત એમ.જી. કંપનીના ગોડાઉનમાંથી કાર મેળવવાની લાલચે દિપક ભેરવાયો.
[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો પુત્ર અને માજી કાઉન્સિલર દિપક શ્રીવાસ્તવ ડિસ્કાઉન્ટથી કાર ખરીદવાની લાલચે ભેરવાયો હોવાની વિગતો સપાટી પર આવી છે. રૂ. 20 લાખ જેટલી રકમની ઠગાઈ કરનાર અમદાવાદના ભેજાબાજ દંપત્તિ સામે પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
વાઘોડિયા રોડ પર રહેતાં દિપક મધુભાઈ શ્રીવાસ્તવનો પરિચય અમદાવાદના થલતેજ વિસ્તારના હેરીટેજ એન્ક્લેવમાં રહેતાં કિર્તન ભરત રાવ સાથે થયો હતો. ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતાં વકીલ ભરત રાવના પુત્ર કિર્તન સાથે દિપકની મિત્રતા થઈ ગઈ હતી. ગત જુલાઈ 2021માં દિપક એમ.જી. કંપનીની કાર ખરીદવાની વિચારણ કરી રહ્યો હતો. ત્યારે કિર્તને તેને જણાવ્યું હતું કે, કંપનીમાં મારી ઓળખાણ છે. રાજસ્થાનના ઉદેપુર ખાતે આવેલાં કંપનીના ગોડાઉનમાંથી સીધી કાર અપાવી શકું છું.
કિર્તને દિપકને વધુમાં કહ્યું હતું કે, મારી પત્ની બીજલ બારોટ માઈક્રોસ્કોસ્મ એલએલપી નામની ભાગીદારી પેઢી ચલાવે છે. જો પેઢી દ્વારા બુકિંગ કરવામાં આવે તો કાર પર સારું એવું ડિસ્કાઉન્ટ મળી શકે છે. કંપનીના નામે કાર ખરીદ્યા બાદ એ દિપકના નામે ટ્રાન્સફર કરી દેવામાં આવશે.
ડિસ્કાઉન્ટમાં કાર ખરીદવાની લાલચે દિપકે ભાગીદારી પેઢીવાળી કંપનીમાં બે તબક્કામાં રૂ. 20 લાખ જમા કરાવ્યા હતાં. બાદમાં કાર બુકિંગ અંગેની રશિદની દિપકે માંગણી કરતાં ઉદેપુરની કંપનીમાં રૂ. 50 હજાર જમા કરાવ્યા હોવાની રશિદ મોકલી હતી. અને ત્રણ જ દિવસમાં કાર મળી જશે એવી ખાતરી આપી હતી.
અઠવાડિયા જેટલો સમય વિતી જવા છતાં કાર અંગે કોઈ ચોક્કસ જવાબ નહીં મળતાં દિપકે કારની કંપનીમાં કેટલાં રૂપિયા જમા કરાવ્યા છે એની રશિદ માંગી હતી. જેની સામે કિર્તને કોરોનાને પગલે કંપનીમાં પુરતો સ્ટાફ નથી, પુરવઠો ઉપલબ્ધ નથી એવી ગોળ ગોળ વાતો કરીને કાર માટે રાહ જોવી પડશે એમ જણાવ્યું હતું.
મહિનાઓ વિતી જવા છતાં કિર્તન કાર ક્યારે મળશે? એ અંગે સ્પષ્ટ જવાબ ના આપતાં આખરે માજી કાઉન્સિલર દિપક શ્રીવાસ્તવે પાણીગેટ પોલીસ મથકમાં કિર્તન ભરત રાવ અને બિજલ બારોટ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
(આજનો Funrang જોક)
ચમન – યાર, આ ઓનલાઈન ડિલિવરી કરનારા છેતરતાં હોય છે…
અમન – કેમ શું થયું?
ચમન – બપોરે બહુ ગરમી લાગતી હતી, એટલે ઓનલાઈન બરફ મંગાવ્યો… ખોલીને જોયું તો પાણી નિકળ્યું… બોલ..
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz