- વડોદરાથી ગૂમ થયેલી મીરાની લાશ તિલકવાડા પાસે કેસરપુરા ગામના ખેતરમાં મળી આવી હતી.
- વાઘોડિયા રોડના પંચમ પાર્ટી પ્લોટ પાસેથી સંદીપને નર્મદા એલ.સી.બી. અને તિલકવાડા પોલીસે ઝડપી પાડ્યો.
- મીરા સોલંકી હત્યા કેસના રહસ્ય પરથી પડદો ઉંચકાશે.
[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
વિશાલ મિસ્ત્રી રાજપીપલા: વડોદરા શહેરના માંજલપુર દરબાર ચોકડી પાસે રહેતી 20 વર્ષીય યુવતી મીરાબા સોલંકી એકા એક ગુમ થતા પિતા નિલેશભાઈ સોલંકીએ પુત્રી ગુમ થઈ હોવાની ફરીયાદ નોંધાવી હતી. દરમિયાન મીરાબા સોલંકીની રહસ્મય સંજોગોમાં તિલકવાડા નજીક કેસરપૂરા ગામ નજીક ખેતરમાંથી લાશ મળી આવતા ચકચાર મચી હતી. બીજી બાજુ નર્મદા જિલ્લાના તિલકવાડા પોલીસ મથકની હદમાં આવેલ ખેતરમાંથી મીરાની લાશ મળી આવતા તિલકવાડા પોલીસે લાશની ઓળખ કરવા માટે તપાસ હાથ ધરી હતી. મીરાની લાશના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મીરાના પરિવારજનો તિલકવાડા આવી પહોંચ્યા હતા અને એ લાશ પોતાની જ પુત્રી મીરાની હોવાની ઓળખ કરી હતી.
બાદ તિલકવાડા પોલીસે અજાણ્યા ઇસમ વિરૂદ્ધ મીરાંની હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મીરા જ્યારે ઘરેથી નીકળી ત્યારે મીરાએ તેની પિતરાઈ બહેનને વોટ્સએપ પર મેસેજ કરીને જણાવ્યું હતું કે હું સંદિપ સાથે છું. ચિંતા કરશો નહીં. હું રવિવારે સાંજ સુધીમાં ઘરે આવી જઇશ. નર્મદા પોલીસે એ મેસેજને આધારે હત્યારાને શોધવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ મેસેજ પરથી સંદીપ મકવાણા પર પોલિસને શંકા ગઈ હતી અને સંદીપને શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
યુવતિની હત્યા બાદથી તેનો મિત્ર સંદિપ મકવાણા ગુમ હતો. પોલીસ તેની શોધખોળમાં લાગી હતી, અને વડોદરાના અલગ અલગ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. સંદિપ મકવાણા વડોદરાના વાઘોડિયા રોડ નજીકના પંચમ પાર્ટી પ્લોટ વિસ્તારમાં ફરી રહ્યો હોવાની નર્મદા એલ.સી.બી અને તિલકવાડા પોલિસને ટેકનિકલ સર્વેલન્સના આધારે બાતમી મળી હતી. મીરાના પરિવારજનોને પણ એવી માહિતી મળતાં તેઓ પણ ત્યાં પહોંચી ગયા હતા. જો કે નર્મદા એલ.સી.બી અને તિલકવાડા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી સંદિપ મકવાણાને શંકાને આધારે 22 મી એપ્રિલે ઝડપી પાડયો હતો.
પોલીસ સંદિપને લઇને મામલાની વધુ પુછપરછ કરવા માટે તિલકવાડા લઇ ગયા છે, આ મામલે વધુ માહિતી પોલીસ તપાસ બાદ જ સામે આવશે. નર્મદા જિલ્લા એસ.પી પ્રશાંત સુંબેએ જણાવ્યું હતું કે, ટેકનીકલ સર્વેલન્સના આધારે સંદિપ મકવાણા વડોદરામાં હોવાની માહિતી મળતા ટીમ રવાના થઇ હતી. તેની અટકાયત કરવામાં આવી છે.
(આજનો Funrang જોક)
ચમન – યાર એક જોરદાર વાત વાંચી…
અમન – એમ… કઈ વાત…
ચમન – ઇન્ડીપેન્ડન્ટ મહિલાઓ હમેશા, એમની કામવાળી પર ડિપેન્ડન્ટ હોય છે.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz