- વર્ષ 2017માં ડભોઈ ખાતે અપહરણ અને બળાત્કારનો બનાવ બન્યો હતો.
- આરીફ મન્સુરીને મદદ કરનાર નિમેશ તડવીને 4 વર્ષની કેદ ફટકારતી કોર્ટ.
- સરકારી વકીલ જીગ્નેશ કંસારાની અરજીને પગલે કોર્ટે હોસ્ટાઈલ થનાર બે યુવતીઓને પણ દંડ ફટકાર્યો.
Mehulkumar Vyas. [9978918796]
વડોદરા | વર્ષ 2017માં ડભોઈ ખાતે 15 વર્ષ 10 માસની સગીરાનું બાઈક પર અપહરણ કર્યા બાદ બળાત્કાર ગુજારનાર આરીફ મન્સુરીને આજરોજ નામદાર કોર્ટે 20 વર્ષ કેદની સજા ફટકારી હતી. તેમજ તેને મદદગારી કરનાર નિમેશ તડવીને 4 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી.
ડભોઈ પોલીસ મથકમાં વર્ષ 2017માં નોંધાયેલા પોક્સો એક્ટના કેસની વિગતો એવી છે કે, 15 વર્ષ 10 માસની ઉંમરની સગીરા તેની બે બહેનપણીઓ સાથે ડભોઈ બસ સ્ટેન્ડ પાસેથી પગપાળા જઈ રહી હતી ત્યારે બાઈક પર ધસી આવેલા આરીફ હુસેનભાઈ મન્સુરી અને નિમેશ રસિકભાઈ તડવીએ સગીરાનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ વેગા ગામ પાસેની અવાવરૂં જગ્યા પર લઈ જઈને આરીફે સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. દરમિયાનમાં લોકો સગીરાને શોધવા આવી રહ્યા હોવાની જાણ થતાં નિમેશ બાઈક લઈને ભાગી છૂટ્યો હતો ત્યારે આરીફ સગીરાને અવાવરૂ જગ્યા પર છોડીને નાસી છૂટ્યો હતો.
સરકારી વકીલ જીગ્નેશ એમ. કંસારાના જણાવ્યા પ્રમાણે અપહરણ અને બળાત્કાર કેસમાં સગીરાની બહેનપણીઓએ અગાઉ સાક્ષી તરીકે જુબાની આપી હતી. જોકે, બાદમાં તેઓ હોસ્ટાઈલ થઈ ગઈ હતી. આ અંગે સરકારી પક્ષે અરજી આપવામાં આવી હતી જેમાં આરોપીને સમર્થન આપતી જુબાની આપતી બહેનપણીઓ વિરુદ્ધ ફરિયાદ કરાઈ હતી.
આજરોજ ન્યાયાધીશ આર.ટી. પંચાલે આ મામલે ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં મુખ્ય આરોપી આરીફ મન્સુરીને 20 વર્ષની કેદ, મદદગારી કરનાર નિમેશ તડવીને 4 વર્ષ કેદની સજા ફટકારવામાં આવી હતી. સામાન્ય સંજોગોમાં હોસ્ટાઈલ થનાર સાક્ષીને ત્રણ માસની કેદ અને રૂ.500નો દંડ ફટકારવામાં આવતો હોય છે. જોકે, સગીરાની બહેનપણીઓ હાલ પરણીત છે, અને નાના બાળકની માતા હોવાને કારણે કોર્ટે માનવતાંના ધોરણે બંને યુવતીઓને કોર્ટ ઉઠતાં સુધીની સજા અને રૂ. 500 – 500નો દંડ ફટકાર્યો હતો.
(આજનો Funrang જોક)
ટાઈગર – દોસ્ત, જો આ નાળિયેરીના ઝાડ પર ચડી જઈએ તો કોમર્સ કોલેજની છોકરીઓ જોવા મળે…
પકડું – નાળિયેરી પર ચડ્યા પછી હાથ છુટી જાય તો મેડિકલ કોલેજની છોકરીઓ પણ જોવા મળે…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz