- 21 ફેબ્રુઆરી ‘માતૃભાષા દિવસ’ના બે દિવસ પહેલાં સરકારનો નિર્ણય
[Mehulkumar Vyas – 9978918796]
ગાંધીનગર । ગુજરાત સરકારને માતૃભાષા દિવસ પૂર્વે માતૃભાષા પ્રેમ જાગ્યો અને ગુજરાતના 8 મહાનગરોમાં સરકારી કચેરીઓ, સાર્વજનિક સ્થળો વગેરે ખાતે ગુજરાતી ભાષામાં લખેલાં બોર્ડ ફરજીયાત લગાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
છેલ્લાં ઘણાં વર્ષોથી ગુજરાતી માતા – પિતાઓ સંતાનને અંગ્રેજી ભાષાની શાળામાં અભ્યાસ કરવા મૂકીને ભેદી પ્રકારનો ગર્વ અનુભવતાં રહ્યાં છે. જેને પગલે આજે એક એવી યુવા પેઢી તૈયાર થઈ છે જે ગુજરાતી બોલી શકે છે પરંતુ વાંચવામાં અસમર્થ છે. શાળાઓમાં ગુજરાતી ભાષાનું પરિણામ પણ ચિંતાજનક હદે નીચું ગયું છે. સરકાર દ્વારા પણ આજદીન સુધી ગુજરાતી ભાષાને જીવંત રાખવા માટે કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી.
આગામી તા. 21 ફેબ્રુઆરીના રોજ માતૃભાષા દિવસ આવી રહ્યો છે ત્યારે રમત ગમત, યૂવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા ઠરાવ કરીને એવો નિર્ણય લેવાયો છે કે, રાજ્યની અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર એમ 8 મહાનગર પાલિકાની તમામ સરકારી કચેરીઓ, સાર્વજનિક સ્થળોમાં ફરજીયાત પણે ગુજરાતી ભાષામાં લખેલા બોર્ડ મુકવામાં આવે.
સરકારી કંપનીઓ, હોટલ્સ, રેસ્ટોરન્ટ્સ, શાળા – કોલેજો, મોલ્સ, મલ્ટીપ્લેક્સ, બેંક, લાઈબ્રેરી, સુપર માર્કેટ, બાગ – બગીચા વગેરે ખાતે પણ ગુજરાતી ભાષામાં લખેલા બોર્ડ મુકવાનો સરકાર દ્વારા આદેશ કરાયો છે. આ ઉપરાંત જાહેર સ્થળો પર જરૂરી સૂચનાઓ, માહિતી કે દિશા અંગેના નિર્દેશો પણ ગુજરાતી ભાષામાં જ રાખવાના રહેશે. સરકારની સૂચનાનું ફરજીયાત પાલન કરવાનું રહેશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, અનેક રાજ્યોમાં પ્રાદેશિક ભાષામાં બોર્ડ રાખવાનો નિર્ણય અગાઉથી જ કરાયેલો છે. એવા રાજ્યોમાં ગુજરાતનો ઉમેરો થયો છે. અંગ્રેજી ભાષાના વધેલાં ચલણ સામે ગુજરાતી ભાષાને જીવંત રાખવાની સરકારે પ્રશંસનીય પહેલ કરી છે.
(આજનો Funrang જોક)
ટાઈગર – યાર, કાલે તો દિપાલી જોડે ઝગડો થઈ ગયો…
પકડું – કેમ શું થયું?
ટાઈગર – દિપાલી મને કહે કે હું રક્ષાબંધન પર રાખડી બાંધવા આવું છું તો તું બંધાવતો કેમ નથી?
પકડું – બરોબર છે… કેમ નથી બંધાવતો?
ટાઈગર – મેં એને કીધું કે કાલે તારા માટે મંગળસૂત્ર લઇને આવું તો તું બંધાવીશ? બસ આ વાતે ઝગડો થઈ ગયો…
Funrang classified
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz