- રાજ્ય સરકાર દ્વારા કોરોનાની નવી SOP આવતીકાલે જાહેર કરવામાં આવશે.
- તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, માસ્કથી લોકો કંટાળ્યા છે.
[Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । કોરોનાની ત્રીજી લહેર પાછોતરાં પગલાં ભરી રહી હોવાથી માસ્કના દંડમાં ગુજરાતીઓને મોટી રાહત પ્રાપ્ત થાય તેવા સંકેત મળી રહ્યા છે. જૂની SOP તા. 18 ફેબ્રુઆરીના રોજ પૂરી થઈ રહી હોઈ, આવતીકાલે સરકાર દ્વારા નવી SOP જાહેર કરવામાં આવશે.
કોરોના કાળની શરૂઆત થઈ ત્યારથી અર્થાત્ માર્ચ 2020થી માસ્ક ફરજીયાત કરવામાં આવ્યું હતું અને હાઈકોર્ટના આદેશને પગલે માસ્ક નહીં પહેરવા માટેના દંડની રકમમાં વધારો કરવામાં આવ્યો હતો. કોરોનાની બીજી લહેર બાદ રાજ્ય સરકાર દ્વારા માસ્ક ન પહેરનારને કરાતાં દંડની રકમ ઘટાડવા અંગે કરેલી રજૂઆત હાઈકોર્ટે સ્વિકારી નહોતી. હાઈકોર્ટે એવી ટકોર કરી હતી કે, પર્યાપ્ત વેક્સિનેશન બાદ માસ્કનાં દંડમાં ઘટાડા અંગે વિચાર કરીશું. માસ્ક પર 1000 રૂપિયાનો દંડ રાખવામાં આવ્યો હોવા છતાં બીજી લહેર આવી.
જોકે, હાલના તબક્કે કાયદાકીય અને વહીવટી ઔપચારિકતાઓને ધ્યાનમાં રાખીને માસ્કના દંડમાંથી નાગરીકોને મુક્તિ અપાવવા બાબતે રાજ્ય સરકાર હાઈકોર્ટમાં રજૂઆત કરે તેવી શક્યતાઓ છે. તાજેતરમાં ગિફ્ટ સિટી ખાતે આયોજિત કાર્યક્રમમાં 10 કરોડ વેક્સિન ડોઝની સિદ્ધિ પ્રાપ્ત કરવા બદ્દલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આરોગ્ય વિભાગને અભિનંદન પાઠવ્યા હતાં અને સાથે કહ્યું હતું કે, માસ્કથી લોકો કંટાળ્યા છે.
ગુજરાતમાં કોરોના નિયંત્રણ અંગેની ગાઈડલાઈનની મુદત 18મી ફેબ્રુઆરી 2022ના રોજ સંપન્ન થઈ રહી છે. ત્યારે આજરોજ નવી ગાઈડલાઈન બાબતે મંત્રી મંડળની બેઠક મળી હતી. જેમાં માસ્કના દંડમાં ઘટાડો કરવા અંગે ચર્ચા કરવામાં આવી હોવાની વિગતો જાણવા મળે છે. એકંદરે, ટૂંક સમયમાં રાજ્ય સરકાર માસ્કના દંડમાં મોટી રાહત જાહેર કરે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
(આજનો Funrang જોક)
રેલ્વે પ્લેટફોર્મ પર ટીટીએ ટાઈગરને રોક્યો
ટીટી – ટિકીટ બતાવો. . .
ટાઈગર – પણ, હું ટ્રેનમાં આવ્યો જ નથી. . .
ટીટી – શું સાબિતી છે કે તું ટ્રેનમાં નથી આવ્યો?
ટાઈગર – સાબિતી એ જ છે કે મારી પાસે ટિકિટ નથી. .
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz