• અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કબૂતરબાજ હરેશ પટેલ સહિતના આરોપીઓને ઝડપી પાડ્યા.
  • વ્યક્તિ દીઠ રૂ. 60થી 65 લાખ અને ત્રણ વ્યક્તિના પરિવાર પાસે રૂ. 1.20 થી 1.30 કરોડ પડાવાતાં.
  • 78 પાસપોર્ટ, 44 આધારકાર્ડ, 13 ઇલેક્શન કાર્ડ, 23 પાનકાર્ડ કબજે.

[Mehulkumar Vyas – 9978918796]

અમદાવાદ તાજેતરમાં કેનેડાથી ગેરકાયદે અમેરિકામાં પ્રવેશ કરવા જતાં ઠંડીમાં થીજી જવાથી ગુજરાતી પરિવારનું કરુણ મોત નિપજ્યું હતું. જેને પગલે લોકોને ગેરકાયદે વિદેશ મોકલતાં કબૂતરબાજોને ઝડપી પાડવા માટે ગુજરાત પોલીસ એક્શનમાં આવી હતી. દરમિયાનમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કબુતરબાજ હરેશ પટેલને ઝડપી પાડતાં સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો હતો. કબૂતરબાજે કબૂલાત કરી હતી કે, 30 જેટલાં પરિવારોને ગેરકાયદે અમેરીકા મોકલી 36 કરોડ જેટલી રકમ વસૂલવામાં આવી છે.

કબૂતરબાજો અંગે તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે મહેસાણાના કબૂતરબાજ હરેશ પટેલ અને હાર્દિક પટેલ બે શખ્સો રાજુ પ્રજાપતિ અને શિલ્પાબહેન પટેલને મહેસાણાથી મેક્સિકો મોકલવાની ફિરાકમાં છે. રાજુ અને શિલ્પાને નકલી પતિ – પત્ની બનાવવામાં આવ્યા છે જેમાં રાજુને રાજેન્દ્ર પટેલ અને શિલ્પાને કામિની પટેલ તરીકેની ખોટી ઓળખ ઉભી કરી, ખોટા આઈડી પ્રૂફ અને પાસપોર્ટ બનાવી દેવાયા હતાં. આ ઉપરાંત અમેરિકા જવા માંગતા બે બાળકોને આ નકલી દંપત્તિના બાળકો બનાવી દેવામાં આવ્યા હતાં. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કબૂરતબાજ હરેશ પટેલ અને હાર્દિક પટેલ ઉપરાંત એજન્ટ રજત ચાવડાની ધરપકડ કરી હતી. તેમજ બોગસ દસ્તાવેજના આધારે અમેરિકા જનાર રાજુ પ્રજાપતિની ધરપકડ કરી હતી.

ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિકે મિડીયાને જણાવ્યું હતું કે હરેશ પટેલ અને હાર્દિક પટેલ છેલ્લાં ત્રણ વર્ષથી પાસપોર્ટ એજન્ટ તરીકે કામ કરે છે. હરેશ પટેલ પાસેથી 78 પાસપોર્ટ, 44 આધારકાર્ડ, 13 ઇલેક્શન કાર્ડ, 23 પાનકાર્ડ સહિતના દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે. જ્યારે રજત ચાવડા પાસેથી વિવિધ બેન્કના નકલી એકાઉન્ટની પાસબુક અને કાવ્ય વિઝા કન્સલ્ટન્સીના રબર સ્ટેમ્પ મળી આવ્યા છે.

આરોપીઓએ 30 જેટલાં પરિવારોને ગેરકાયદે અમેરિકા મોકલ્યા હોવાની કબૂલાત કરી છે. જેમાં વ્યક્તિ દીઠ 60 થી 65 લાખ લેવામાં આવ્યા હતાં. માતા – પિતા અગાઉ ગેરકાયદે અમેરિકા મોકલી દીધા બાદ તેમના બે સંતાનોને પણ મોકલવાના હતાં.

કબૂતરબાજોની સિન્ડિકેટ અમેરિકામાં ગેરકાયદે લોકોને ઘુસાડવા માટે યુરોપના દેશોના ટેમ્પરરી વિઝા અપાવી દે છે. ત્યારબાદ ત્યાંથી મેક્સિકો મારફતે અમેરિકામાં ઘુસાડવામાં આવતાં હતાં. હાલમાં યુરોપના વિઝા પ્રોસેસમાં કડક ચેકિંગ થતા, નાઈઝેરીયાથી મેક્સિકો થઈને અમેરિકામાં લોકોને ગેરકાયદે ઘુસાડતાં હતાં.

(આજનો Funrang જોક)

ટાઈગર – યાર પકડું, મારી બહુ ઈચ્છા છે કે દુનિયાના ચારેય ખૂણામાં મારું નામ ફેલાય એવું કામ કરું…

પકડું – તો કર…

ટાઈગર – પણ એક લોચો પડે છે યાર…

પકડું – શું?

ટાઈગર – દુનિયા ગોળ છે… એના ચાર ખૂણા છે જ નહીં… એટલે પછી જવા દઉં છું…

Funrang classified

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે.  રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.  )

9978918796 અથવા mehul.  v.  vyas@gmail.  com / funrangnews@gmail.  com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.  whatsapp.  com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *