• ભારતના ચૂંટણી પંચ દ્વારા આયોજીત મતદાર જાગૃતિ સ્પર્ધા “મારો મત એ મારું ભવિષ્ય છે – એક મતની તાકાત”
  • આ સ્પર્ધામાં પાંચ શ્રેણીઓ છે: 15 માર્ચ, 2022 સુધી પ્રવેશ સ્વીકારવામાં આવશે.

[Mehulkumar Vyas – 9978918796]

વડોદરા ભારતના ચૂંટણી પંચે રાષ્ટ્રીય મતદાતા દિવસ ૨૦૨૨ ના અવસરે સર્જનાત્મક અભિવ્યક્તિ દ્વારા દરેક મતના મહત્વને ભારપૂર્વક સમજાવવા માટે રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ સ્પર્ધા- ‘મારો મત મારૂં ભવિષ્ય- એક મતની તાકાત’ શરૂ કરેલ છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા સ્વીપ (સિસ્ટમેટિક વોટર એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટિસિપેશન) પ્રોગ્રામ દ્વારા રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ સ્પર્ધા લોકોની પ્રતિભા અને સર્જનાત્મકતાને બહાર લાવવા અને લોકોની સક્રિય ભાગીદારી દ્વારા લોકશાહીને પણ મજબૂત બનાવવા માટે છે.

તમામ વય જૂથો માટે સુલભ આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય ક્રાઉડસોર્સિંગ દ્વારા લોકશાહીમાં દરેક મતના મહત્વના વિષય પર પસંદ કરેલ ઉમદા વિચારો અને સામગ્રીની ઉજવણી કરવાનો છે.

(1)  થીમ (વિષય) : “મારો મત એ મારું ભવિષ્ય છે – એક મતની તાકાત”

(2) રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં પાંચ શ્રેણીઓ છે. જેમાં ક્વિઝ સ્પર્ધા, સ્લોગન સ્પર્ધા, ગીત સ્પર્ધા, વિડિયો બનાવવાની સ્પર્ધા અને પોસ્ટર ડિઝાઇન સ્પર્ધાનો સમાવેશ થાય છે.

A- ક્વિઝ સ્પર્ધા: ક્વિઝ સ્પર્ધા દેશમાં ચૂંટણી પ્રક્રિયા અંગે સહભાગીઓની જાગરૂકતા અને જિજ્ઞાસાને જગાડવા માટે છે. સ્પર્ધાના ૩ સ્તરો (સરળ, મધ્યમ અને મુશ્કેલ) હશે. સ્પર્ધાના ત્રણેય સ્તરો પૂર્ણ થયા પછી તમામ ભાગ લેનારાઓને ઈ-પ્રમાણપત્ર મળશે.

B- સૂત્ર સ્પર્ધા: સ્પર્ધામાં ભાગ લો અને અન્ય લોકોને પ્રેરણા આપવા ઉપરોક્ત થીમ (વિષય) પર તમારા શબ્દોને આકર્ષક સ્લોગનમાં વણી લો.

C- ગીત સ્પર્ધા: ગીત સ્પર્ધાનો ઉદ્દેશ્ય પ્રતિભાનો ઉપયોગ કરવાનો છે. જે ક્લાસિકલ, કન્ટેમ્પરરી, રેપ, વગેરે સહિત કોઈપણ ગીતના સ્વરૂપ દ્વારા કલાત્મક અને સર્જનાત્મક રીતે રજૂ કરવાનો રહેશે. સહભાગીઓ ઉપરોક્ત થીમ (વિષય) પર સ્વ-રચિત રચનાઓ બનાવી અને શેર કરી શકે છે. કલાકારો અને ગાયકો તેમની પસંદગીના કોઈપણ સંગીતનાં સાધનનો ઉપયોગ કરી શકે છે. ગીતનો સમયગાળો ૩ મિનિટથી વધુ ન હોવો જોઈએ.

D- વિડીયો મેકિંગ સ્પર્ધા: વિડીયો મેકિંગ કોન્ટેસ્ટ તમામ કેમેરા પ્રેમીઓને ભારતીય ચૂંટણીઓની વિવિધતા અને ઉત્સવની ઉજવણી કરતા વિડીયો બનાવવાની તક પૂરી પાડે છે. સ્પર્ધાની મુખ્ય થીમ (વિષય) સિવાય, નીચેની થીમ્સ પણ સહભાગીઓ અજમાવી શકે જેમ કે માહિતી સભર અને નૈતિક મતદાનનું મહત્વ (પ્રલોભન મુક્ત મતદાન) અને મતની શક્તિ: મહિલાઓ, વિકલાંગ વ્યક્તિઓ, વરિષ્ઠ નાગરિકો, યુવાન અને પ્રથમ વખતના મતદારો માટે મતદાનનું મહત્વ દર્શાવતા વિડિયો સહભાગીઓએ ઉપરોક્ત થીમ્સમાંથી કોઈપણ એક પર વિડિયો બનાવવાનો રહેશે જે વિડિયો માત્ર એક-મિનિટનો રહેશે.

વિડિયો, ગીત અને સ્લોગન સ્પર્ધા માટેની એન્ટ્રી ભારતીય બંધારણની આઠમી અનુસૂચિમાં દર્શાવેલ કોઈપણ અધિકૃત ભાષામાં રજૂ કરવાનો રહેશે.

E- પોસ્ટર ડિઝાઇન સ્પર્ધા: આ સ્પર્ધા કલા અને ડિઝાઈનના ઉત્સાહીઓ માટે છે જેઓ સ્પર્ધાની થીમ (વિષય) પર વિચાર-પ્રેરક પોસ્ટરો બનાવશે. સહભાગીઓ થીમ પર ડિજિટલ પોસ્ટર, સ્કેચ અથવા જાતે દોરેલા પોસ્ટર રજૂ કરી શકે છે.

(3) સ્પર્ધા શ્રેણીઓ

  1. સંસ્થાકીય કેટેગરીનો અર્થ છે શૈક્ષણિક સંસ્થાઓ/સંસ્થાઓ જેમ કે શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, કેન્દ્ર અથવા રાજ્ય સરકારના કાયદા હેઠળ નોંધાયેલ સંસ્થાઓ.
  2. વ્યવસાયિક કેટેગરીનો અર્થ એવી વ્યક્તિ છે કે જેની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત વિડિયો મેકિંગ/ પોસ્ટર ડિઝાઇનિંગ/ ગાયન અથવા એવા કોઈપણ સ્વરૂપમાં કામ કરે છે જ્યાં આવકનો મુખ્ય સ્ત્રોત વિડિયો મેકિંગ/પોસ્ટર મેકિંગ/ગાયન દ્વારા હોય તેને ‘વ્યવસાયિક’ ગણવામાં આવશે. જો કૃતિ પસંદ કરવામાં આવે, તો સહભાગીએ “વ્યાવસાયિક” શ્રેણી હોવા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે.
  3. એમેચ્યોર (કલાપ્રેમી) કેટેગરીનો અર્થ એવો થાય છે કે શોખથી કે સર્જનાત્મક સ્વભાવથી વિડિયો/ પોસ્ટર ડિઝાઇનિંગ/ ગાયન કરતાં હોય પરંતુ તેણી/તેના મુખ્ય આવકનો સ્ત્રોત અન્ય કોઈ માધ્યમથી હોવો જોઈએ.

(4) પુરસ્કારો અને માન્યતાઓ:

ગીત સ્પર્ધા, વિડિયો બનાવવાની સ્પર્ધા અને પોસ્ટર ડિઝાઇન સ્પર્ધાને ત્રણ શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવી છે: સંસ્થાકીય, વ્યવસાયિક અને કલાપ્રેમી. દરેક શ્રેણીમાં ટોચના ત્રણ વિજેતાઓને આકર્ષક રોકડ ઈનામો આપવામાં આવશે. વધુમાં, દરેક કેટેગરીમાં વિશેષ ઉલ્લેખ શ્રેણી હેઠળ રોકડ ઈનામો હશે. સંસ્થાકીય શ્રેણીમાં 4 વિશેષ ઉલ્લેખો હશે જ્યારે વ્યવસાયિક અને એમેચ્યોર (કલાપ્રેમી) શ્રેણીમાં પ્રત્યેકમાં 3 વિશેષ ઉલ્લેખો હશે.

A- ગીત સ્પર્ધા

શ્રેણી   પ્રથમ ઇનામ   બીજું ઇનામ    ત્રીજું ઇનામ    ખાસ ઉલ્લેખ

સંસ્થાકીય      1,00,000     50,000       30,000       15,000

વ્યવસાયિક    50,000       30,000       20,000       10,000

કલાપ્રેમી       20,000       10,000        7,500 3,000

B- વિડિયો મેકિંગ કોન્ટેસ્ટ

શ્રેણી   પ્રથમ ઇનામ   બીજું ઇનામ    ત્રીજું ઇનામ    ખાસ ઉલ્લેખ

સંસ્થાકીય      2,00,000     1,00,000     75,000       30,000

વ્યવસાયિક    50,000       30,000       20,000       10,000

કલાપ્રેમી       30,000       20,000       10,000        5,000

C-પોસ્ટર ડિઝાઇન સ્પર્ધા

શ્રેણી   પ્રથમ ઇનામ   બીજું ઇનામ    ત્રીજું ઇનામ    ખાસ ઉલ્લેખ

સંસ્થાકીય      50,000       30,000       20,000       10,000

વ્યવસાયિક    30,000       20,000       10,000        5,000

કલાપ્રેમી       20,000       10,000        7,500 3,000

*બધા આંકડા રૂપિયામાં

D – સૂત્ર સ્પર્ધા:

પ્રથમ પુરસ્કાર- રૂ. 20,000, બીજું ઇનામ- રૂ 10,000, ત્રીજું ઇનામ- રૂ. 7,500, પચાસ સહભાગીઓને 2,000

રૂપિયાનો વિશેષ ઉલ્લેખ પુરસ્કાર આપવામાં આવશે.

E – ક્વિઝ સ્પર્ધા

વિજેતાઓને આકર્ષક દત મર્ચેન્ડાઇઝ અને બેજ મળશે. સ્પર્ધાના ત્રણેય સ્તરો પૂર્ણ થયા પછી તમામ પ્રતિભાગીઓને ઈ-પ્રમાણપત્ર પ્રાપ્ત થશે.

(5) જ્યુરી

અલગ-અલગ કેટેગરીની એન્ટ્રીઓનો નિર્ણય ભારતના ચૂંટણી પંચ દ્વારા રચવામાં આવેલી જ્યુરી દ્વારા કરવામાં આવશે. પુન: મુલ્યાંકનના દાવાઓ સંબંધિત કોઈ વિનંતીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહી.

6 કેવી રીતે ભાગ લેવો

પ્રતિભાગીએ સ્પર્ધાની વેબસાઈટ https://ecisveep.nic.in/contest/ પર ઉપલબધ વિગતવાર માર્ગદર્શિકા અને શરતોનું પાલન કરવાનું રહેશે. સહભાગીએ વિગતો સાથે એન્ટ્રીઓ contest@eci.gov.in પર ઈમેઈલ કરવાની રહેશે. જે સહભાગી અરજી કરી રહ્યા છે તેણે «સ્પર્ધા» અને “શ્રેણી» ના નામનો ઈ-મેલના વિષયમાં સ્પષ્ટપણે ઉલ્લેખિત કરવાનો રહેશે. ક્વિઝ સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રતિભાગીએ સ્પર્ધાની વેબસાઈટ પર નોંધણી કરાવવાની રહેશે. તમામ એન્ટ્રીઓ 15 માર્ચ-2022 સુધીમાં સહભાગીઓની વિગતો સાથે ઈમેલ ID: voter-contest@eci-gov.in પર સબમિટ કરવાની રહેશે. તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, વડોદરાની અખબારી યાદીમાં જણાવ્યું છે.

(આજનો Funrang જોક)

પકડું – આ આપણો ટીનો હાથ ધોઈને ટીના પાછળ પડ્યો છે…

ટાઈગર – ટીનાને કહેવું પડશે, એક દિવસ મોં ધોઈને એને જુએ…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે.  રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )

9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *