- રશિયાએ યુક્રેન પર હુમલો કરી દેતાં વિશ્વભરના શેરબજારો તૂટ્યા.
- એલન મસ્કને 1.03 લાખ કરોડનું નુકસાન.
- મુકેશ અંબાણીને રૂ. 21,000 કરોડનો ઝટકો.
[Mehulkumar Vyas – 9978918796]
ગુજરાત । ગુરુવારના રોજ રશિયાએ યુક્રેન પર હુમલો કરી દેતાં વિશ્વભરના શેરબજારો તૂટ્યા હતાં. જેને પગલે વિશ્વના ટોપ 20 અમીરોની સંપત્તિમાં રૂ. 3.11 લાખ કરોડથી વધુનું ધોવાણ થયું હતું. જ્યારે ભારતના ટોપ 10 અમીરોને આશરે રૂ. 60,000 કરોડનું નુકસાન પહોંચ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, સૌથી વધુ 1.03 કરોડનું નુકસાન ટેસ્લાના એલન મસ્કને પહોંચ્યું છે. જ્યારે ભારતમાં સૌથી વધુ રૂ. 21,000નો ઝટકો મુકેશ અંબાણીને ખાવો પડ્યો છે.
ફોર્બ્સના રિયલટાઈમ ડેટા અનુસાર આજરોજ રશિયાએ યુક્રેન પર હુમલો કરી દેતાં અમેરિકા, બ્રિટન, જાપાન, ચીન, ભારત સહિતના વિશ્વભરના શેરબજારોમાં ધોવાણ થવા પામ્યું છે. જેને કારણે એલન મસ્ક, માર્ક ઝુકરબર્ગ, બિલ ગેટ્સ, વોરેન બફેટ સહિતના વિશ્વના ટોપ 20 અમીરોએ કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું હતું.
ભારતમાં એશિયાના સૌથી અમીર મુકેશ અંબાણીની વેલ્થમાં બપોરે 12 વાગ્યા સુધીમાં 21,000નો ઘટાડો જોવા મળ્યો હતો. ગૌતમ અદાણીની સંપત્તિમાં રૂ. 9,700 કરોડ, HCL ના શિવ નદારની સંપત્તિમાં રૂ. 5,300 કરોડનો ઘટાડો નોંધાયો હતો. તેમજ રાધાક્રિષ્ણા દામાણી, દિલીપ સંઘવી અને કુમાર બિલરાને પણ ભારે નુકસાન વેઠવું પડ્યું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, યુદ્ધને પગલે થયેલાં કુલ 3.11 લાખ કરોડના ધોવાણમાં અડધું અડધ લગભગ 1.51 લાખ કરોડનું નુકસાન તો ટોપના ત્રણ અમીરો એલન મસ્ક, બર્નાર્ડ આર્નોલ્ટ અને જેફ બેજોસને પહોંચ્યું છે.
(આજનો Funrang જોક)
ટાઈગર – યાર, મને આ મોબાઈલ ભિખારી બનાવી નાંખશે.
પકડું – કેમ શું થયું?
ટાઈગર – વારે વારે દેખાડે છે… બેટરી લો… બેટરી લો… (battery low) અત્યાર સુધીમાં 56 બેટરી બદલી નાંખી… હજી એવું જ કહે છે બોલ…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz