- હરિભક્ત અનુજ ચૌહાણને માર મારવાના બનાવવામાં 5 સંત સહિત 7 શખ્સો સામે રાયોટીંગનો ગુનો નોંધાયો.
- કોરોના ટેસ્ટ બાદ સાતેય શખ્સોની કરવામાં આવશે ધરપકડ.
Mehulkumar Vyas. [9978918796]
વડોદરા | ગત તા. 6 જાન્યુઆરીના રોજ સોખડા સ્થિત સ્વામિનારાયણ સંકુલમાં 5 જેટલાં સંતો સહિતના શખ્સો દ્વારા હરિભક્તની ધોલાઈ કરવામાં આવી હતી. આ બનાવમાં હરિભક્ત દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદને આધારે આખરે વડોદરા તાલુકા પોલીસે પાંચ સંત સહિતના 7 શખ્સો સામે રાયોટિંગનો ગુનો નોંધી, તમામની અટકાયત કરી હતી. કોરોના ટેસ્ટ બાદ તેઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, સામાન્ય રીતે સંત સમાગમ કરીને શ્રદ્ધાળુઓ માનસિક શાંતિ પ્રાપ્ત કરતાં હોય છે, પરંતુ માનસિક અશાંત થઈ મારામારી કરનાર સોખડા સ્વામિનારાયણ મંદિરના 5 સંતોએ આજે કાયદાનાં રક્ષક ‘પોલીસ સમાગમ’ કરવું પડ્યું છે.
વડોદરાના ડભોઈ રોડ વિસ્તારમાં આવેલા તીર્થ સોલેસ ખાતે રહેતો 22 વર્ષિય અનુજ વિરેન્દ્રસિંહ ચૌહાણ છેલ્લાં ચાર વર્ષથી સોખડા સ્વામિનારાયણ મંદિરની એકાઉન્ટ ઓફિસમાં સેવા આપી રહ્યો છે. ગત તા. 6ના રોજ સવારે સાડા અગિયાર વાગ્યના અરસામાં એકાઉન્ટ ઓફિસની બહાર યોગી આશ્રમ તરફ બોલાચાલી થતી હોવાનો અવાજ સંભળાયો હતો. જેને પગલે અનુજ તેમજ વિજય રોહિત અને સ્નેહલ પટેલ ઓફિસમાંથી બહાર નિકળ્યા હતાં.
બહાર જઈને જોતાં યોગી આશ્રમ પાસે કેટલાંક ભાઈઓ અ બહેનો જોરજોરથી અવાજ કરી રહ્યા હતાં. અનુજ સહિતના ત્રણેય જણ એ જોઈ રહ્યા હતાં. ત્યારે પ્રણવ આસોજ અને મનહર સોખડાવાળાએ અપશબ્દો બોલી અંદર જતાં રહેવા ધમકાવ્યા હતાં. ત્રણેય જણ ઓફિસમાં જઈ રહ્યા હતાં ત્યાં પ્રભુપ્રિય સ્વામીએ વિડીયો કેમ ઉતાર્યો? એમ કહી તતડાવ્યો હતો. અનુજે પોતાના હાથમાં મોબાઈલ રાખી સ્વામીને બતાવ્યું કે કોઈ વિડીયો ઉતાર્યો નથી. ત્યારે તેઓ મોબાઈલ ઝૂંટવા લાગ્યા હતાં.
દરમિયાનમાં હરી સ્મરણ સ્વામી, ભક્તિ વલ્લભ સ્વામી અને સ્વરૂપ સ્વામી પણ પ્રભુ પ્રિય સ્વામીની સાથે જોડાયા હતાં અને તમામે મળીને અનુજ સાથે ઝપાઝપી કરી માર માર્યો હતો. દરમિયાનમાં વિરલ સ્વામી અ મનહર સોખડાવાળાએ અનુજને માર મારવા માટે સંતોને ઉશ્કેર્યા હતાં.
આ ઘટનાનો વિડીયો વાઈરલ થયા બાદ અનુજે બનાવ અંગે પોલીસ મથકમાં અરજી કરી હતી. તેથી આ મામલે દબાણ લાવી સંતોની તરફેણ કરતાં લોકોની ગાડીઓ અવાર નવાર અનુજના ઘરે આવવા લાગી હતી. જેથી ડરી ગયેલા અનુજે આજવા રોડ સ્થિત ફોઈના ઘરે આશરો લીધો હતો. સમગ્ર પ્રકરણમાં પોલીસની કામગીરી પણ શંકાસ્પદ લાગતાં ગત 12 જાન્યુઆરીના રોજ કોર્ટમાં ફરિયાદ કરી હતી.
સોખડા મંદિર પ્રકરણની ફરિયાદ કોર્ટમાં જતાં આખરે તાલુકા પોલીસે બનાવમાં સંડોવાયેલા પ્રભુપ્રિય સ્વામી, હરી સ્મરણ સ્વામી, ભક્તિ વલ્લભ સ્વામી, સ્વામી સ્વરૂપ સ્વામી, વિરલ સ્વામી તેમજ પ્રણવ આસોજ અને મનહર સોખડાવાળાની આજરોજ અટકાયત કરી હતી.
(આજનો Funrang જોક)
ટાઈગર – દોસ્ત, જો આ નાળિયેરીના ઝાડ પર ચડી જઈએ તો કોમર્સ કોલેજની છોકરીઓ જોવા મળે…
પકડું – નાળિયેરી પર ચડ્યા પછી હાથ છુટી જાય તો મેડિકલ કોલેજની છોકરીઓ પણ જોવા મળે…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz