- પ્રમુખ સ્વામી ફ્લાય ઓવર નીચે ફતેગંજ પોસ્ટ ઓફિસ પાસેના સર્કલ ખાતે બનેલો બનાવ.
- બે દિવસ અગાઉ પોલીસને જોઈ જોખમી રીતે કાર હંકારી ચાલક ફતેગંજ તરફ ભાગી ગયો હતો.
- આજે વધુ એકવાર રોકવાનો પ્રયાસ કરતાં પોલીસ જવાનો પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરી ભાગી છૂટ્યો.
- કારેલીબાગ વિસ્તારનો લબરમુછીયો યુવક કાળા કાચવાળી લાલ કાર લઈને ફરતો હોવાની પ્રાથમિક તબક્કે મળતી જાણકારી.
[Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । સુરતમાં એક લબરમુછીયા યુવક ફેનિલે ગ્રીષ્માની જાહેરમાં કરપીણ હત્યા કરી, એ બનાવ હાલ રાજ્યભરમાં ચકચાર મચાવી રહી છે. ત્યારે વડોદરામાં પણ એક લબરમુછીયો યુવક ટ્રાફિક પોલીસ માટે અથવા તો અન્ય રાહદારીઓ માટે જીવલેણ બની શકે તેવી રીતે કાર હંકારીને બે વાર એક જ સ્થળેથી ભાગ્યો હોવાની વિગતો સામે આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આજે પોલીસ તંત્ર દ્વારા કારને ઝડપી પાડવામાં આવી હતી, જોકે, યુવક નાસી છૂટ્યો હતો. હાલના તબક્કે યુવક કારેલીબાગનો રહેવાસી હોવાની વિગતો જાણવા મળે છે.
શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલાં પ્રમુખ સ્વામી ઓવર બ્રિજ નીચે ફતેગંજ પોસ્ટ ઓફિસ પાસે આવેલા સર્કલ પર બે દિવસ અગાઉ ટ્રાફિક પોલીસના જવાનો ફરજ બજાવી રહ્યા હતાં. ત્યારે લગભગ સવારે સાડા નવ વાગ્યાના અરસામાં એક લાલ કાર નિઝામપુરા તરફથી આવી હતી. ટ્રાફિક સિગ્નલ ખુલતાં કાર ચાલક સીધો નિકળવા માંગતો હતો. પરંતુ, ત્રણ પોલીસ કર્મીઓએ કાળા કાચવાળી કારને રોકવા તૈયારી કરતાં, કાર ચાલક જોખમી રીતે કાર હંકારીને ભાગી છૂટ્યો હતો.
આજરોજ વધુ એકવાર એ જ લાલ રંગની કાળા કાચવાળી કાર નિઝામપુરા તરફથી આવી હતી. જેને ટ્રાફિક પોલીસે અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આજે પણ કાર ચાલક ભાગી છૂટ્યો હતો. જેને પગલે ટ્રાફિક પોલીસના જવાનોએ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. જેને પગલે સીસીટીવી ફૂટેજને આધારે કારની શોધખોળ હાથ ધરવામાં આવતાં, કાર નરહરી અમીન હોસ્પિટલ પાસે હોવાની વિગતો જાણવા મળી હતી.
પોલીસે સ્થળ પર જઈને કાર ડિટેઈન કરી હતી. જોકે, યુવકનો કોઈ પત્તો લાગ્યો નહોતો. પોલીસે કારના નંબરના આધારે માલિકની અને યુવકની શોધખોળ હાથ ધરવાના પ્રયાસો શરૂ કર્યા છે. પ્રાથમિક તબક્કે કાર ચાલક લબરમુછીયો યુવક કારેલીબાગનો રહેવાસી હોવાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, કાર ચાલક લબરમુછીયા યુવકની માફક જ અનેક બેફામ વાહન હંકારતાં તત્વોને કારણે ટ્રાફિક પોઈન્ટ પર ફરજ બજાવતાં જવાનો પર જીવનું જોખમ સર્જાતું હોય છે. ટ્રાફિકના નિયમો તોડનારાઓને કારણે પોલીસ જવાનોને ફરજ બજાવવામાં આડખીલી રૂપ થતું હોય છે.
(આજનો Funrang જોક)
ટાઈગરની આળસવૃત્તિને કારણે પકડું ખુબ અકળાયેલો છે.
પકડું – ટાઈગર, તું એક કામ કર સેનામાં ભરતી થઈ જા…
ટાઈગર – અરે ના ભાઈ, મને તો એ પણ નથી ખબર કે બંદુકનું નાળચું કઈ બાજુ રાખીને ફોડવામાં આવે છે.
પકડું – એનો કશો વાંધો નથી, બંદુકનું નાળચું ગમે તે બાજુ રાખીને ફાયર કરજે… દેશનું ભલું તો કરીશ જ…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz