• તરસાલીની અયોધ્યા સોસાયટી પાસેના ખેતરમાં દારૂનો જથ્થો સંતાડ્યો હતો.
  • ઝોન-3 એલ.સી.બી.એ બુટલેગર પ્રવિણ ઉર્ફે લાલા પંચાલને 27 બોટલ સાથે ઝડપી પાડ્યો.

[Mehulkumar Vyas – 9978918796]

વડોદરા તરસાલી વિસ્તારમાં દારૂનો વેપલો કરતાં બુટલગરને ઝોન – 3 એલ.સી.બી. દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. ખુલ્લા ખેતરમાં ખાડો ખોદી સંતાડેલો રેડ લેબલ, એન્ટીક્વિટી સહિતની દારૂની 27 બોટલ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો હતો.

ઝોન – 3 એલ.સી.બી.ના હે.કો. અજયસિંહ કનુભા અને પો.કો. દેવેન્દ્રકુમાર રામજીભાઈને સંયુક્ત બાતમી મળી હતી કે, બુટલેગર પ્રવિણ પંચાલ તરસાલીની અયોધ્યા સોસાયટીની પાછળના ખુલ્લા ખેતરમાં અંગ્રેજી દારૂનો વેપલો કરી રહ્યો છે.

બાતમીને આધારે પી.એસ.આઈ. એચ. એસ. પટેલ, એ.એસ.આઈ. ફીરોઝઅલી મહંમદ અલી, હે.કો. અજયસિંહ કનુભા, પો.કો. દેવેન્દ્રકુમાર રામજીભાઈ અને એલ.આર.ડી. વિરમભાઈ બનુભાઈની ટીમે દરોડો પાડ્યો હતો. અને પ્રવિણ ઉર્ફે લાલા કાંતિભાઈ પંચાલ (રહે. સોમનાથનગર સોસાયટી, રવિપાર્કની બાજુમાં, તરસાલી)ને રંગેહાથે ઝડપી પાડ્યો હતો.

બુટલેગરે ખેતરમાં ખાડો ખોદીને સંતાડેલી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 27 બોટલ, 8 ક્વાટરીયા વગેરે મળી કુલ 26,775 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

બુટલેગર પાસેથી મળેલી બોટલ્સ.

7 નંગ – જોની વૉકર રેડ લેબલ વ્હિસ્કી

9 નંગ – એન્ટીક્વિટી બ્લ્યૂ અલ્ટ્રા પ્લેનીટીનમ વ્હિસ્કી

7 નંગ – સેવન યર્સ ઓલ્ડ બ્લેન્ડેડ ઓલ્ડ મંક મેચ્યોર્ડ ત્રીપલ એક્સ રમ

3 નંગ – વાઈટ લેસ પ્રિમીયમ સૌંફ વોડકા

1 નંગ – મેકડૉવેલ્સ નંબર 01 કલેક્શન વ્હિસ્કી

8 નંગ – ઓફિસર્સ ચોઈસ ક્લાસિક વ્હિસ્કીના ક્વાર્ટર

(આજનો Funrang જોક)

ટાઈગર – યાર, મને આ મોબાઈલ ભિખારી બનાવી નાંખશે.

પકડું – કેમ શું થયું?

ટાઈગર – વારે વારે દેખાડે છે… બેટરી લો… બેટરી લો… (battery low) અત્યાર સુધીમાં 56 બેટરી બદલી નાંખી… હજી એવું જ કહે છે બોલ…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે.  રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.  )

9978918796 અથવા mehul.  v.  vyas@gmail.  com / funrangnews@gmail.  com પર મેઈલ કરો.  

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.  whatsapp.  com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *