- કોરોનાથી સંક્રમિત સગર્ભાની સલામત પ્રસૂતિ કરાવવા માટે ગોત્રી હોસ્પિટલ સજ્જ.
- કોરોનાની બે લહેરના અનુભવોના આધારે ગોત્રી GMERS હોસ્પિટલમાં વિશિષ્ટ વ્યવસ્થાઓ કરાઈ. – ડૉ. આશિષ શાહ
Mehulkumar Vyas. [9978918796]
વડોદરા । કોરોનાની બે લહેરોના અનુભવોને આધારે શહેરની ગોત્રી GMERS હોસ્પિટલમાં અલાયદી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ખાસ તો, ખાનગી હોસ્પિટલમાં પણ ઉપલબ્ધ ના હોય તેવી રિમોટ કાર્ડિયોટોકોગ્રાફી મશીન લાવવામાં આવ્યું છે. જેના દ્વારા ગર્ભસ્થ શિશુના ધબકારાનું તબીબો મોબાઈલ પર મોનિટરીંગ કરી શકશે.
GMERS હોસ્પિટલ ગોત્રીના પ્રસૂતિ અને સ્ત્રીરોગ વિભાગે કરેલી વ્યવસ્થાઓ અને વોર્ડ દર્દીઓ વગર સાવ ખાલી છે.તબીબો અને સ્ટાફ આ વોર્ડ આ ત્રીજી વાર ત્રાટકેલી આફતમાં લગભગ સાવ ખાલી રહે એવી પ્રાર્થના વિનીત હૃદયે પરમાત્માને કરી રહ્યો છે. તેમ છતાં ટેકનોલોજી, મેડિકલ ઈકવિપમેંટ,તાલીમ પામેલા સ્ટાફ અને જરૂરી સ્ક્રીનીંગ થી લઈને અલાયદા વોર્ડની વ્યવસ્થાઓ સાથે, રખે ને કોઈ કોવિડના ચેપથી સંક્રમિત સગર્ભા સારવાર કે પ્રસૂતિ માટે આવે તો ગર્ભસ્થ કે નવજાત શિશુ અને માતાની જીવન રક્ષા માટે સજ્જ છે.
પ્રથમ બે લહેરોની જેમ જ બિન સંક્રમિત સગર્ભાઓની જરૂરી પૂર્વ પ્રસૂતિ સારવાર અને સલામત પ્રસૂતિ માટે સાવ જુદી વ્યવસ્થા આ દવાખાનામાં કાર્યરત રાખવામાં આવી છે એવી જાણકારી આપતાં પ્રાધ્યાપક અને પ્રસૂતિ તેમજ સ્ત્રીરોગ વિભાગના વડા ડૉ.આશિષ શાહે જણાવ્યું કે, સંક્રમિત સગર્ભાઓ માટે સામાન્ય વિભાગથી સલામત અંતરે ટ્રાયેજ સહિતના જુદા લેબર રૂમ, વેન્ટિલેટર અને ઓક્સિજનની પૂરતી સુવિધા, ન્યુ બોર્ન બોબી કોર્નર, આઇસોલેશન વોર્ડ અને આઇસીયુ સહિતની સગવડો તૈયાર રાખવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે ટેકનોલોજી અને પહેલી બે લહેરના અનુભવોના આધારે સાવ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અગાઉની લહેરોમાં આ વિભાગે કોવિડ સંક્રમિત 250 થી વધુ સગર્ભાઓની પૂર્વ પ્રસૂતિ સારવાર અને 78 જેટલી કોવિડ પોઝિટિવ પ્રસુતિઓ કરાવી છે.
અનુભવો અને કેન્દ્ર/ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગો દ્વારા નિર્ધારિત પ્રોટોકોલ અનુસરીને સગર્ભાઓ, પ્રસુતાઓ અને તેમના નવજાત શિશુઓની અમે કાળજી લઈશું તેવી લાગણી વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે અગાઉની લહેરમાં અમે 250થી વધુ કોવિડ સંક્રમિત સગર્ભાઓ ની યોગ્ય સારવાર કરી શક્યા છે અને 78 જેટલી સગર્ભાઓની સિઝેરિયન અને નોર્મલ સહિત સલામત પ્રસૂતિ કરાવી છે. અમારા સરકારી દવાખાનાની કોવિડ પ્રસૂતિ સુવિધાઓ નો શહેર જિલ્લા ઉપરાંત નજીકના જિલ્લાઓની માતાઓ એ લાભ લીધો છે.
નવા પ્રોટોકોલ પ્રમાણે અમારા અહીંના સ્ટાફ ઉપરાંત નજીકના જિલ્લાઓના સરકારી દવાખાનાઓના તબીબો અને નર્સિંગ સ્ટાફને કોવિડ સગર્ભાઓની સારવાર અને સલામત પ્રસુતિની તાલીમ આપવામાં આવી છે. છેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સુધી ઓક્સિજન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેના પરિણામે અમારા દવાખાના પર અગાઉની સરખામણીમાં ભારણ ઘટવાની અપેક્ષા છે. તેમ છતાં, બહારથી આવતા કટોકટીભર્યા કેસોની સારવાર માટે અમે સજ્જ રહીશું.
ખાનગી અને કોર્પોરેટ હોસ્પિટલોમાં ભાગ્યેજ જોવા મળે તેવું રિમોટ કાર્ડિયોટોકોલોજી ઉપકરણ ઉપયોગમાં લેવાશે. પ્રસૂતિનો સમય પાકી ગયો હોય અને પ્રસવ પીડાની શરૂઆત થઈ હોય તેવી સગર્ભાના ગર્ભમાં રહેલા શિશુના હૃદયની ધડકનો ના મોનીટરીંગ માટે અત્યાર સુધી આ વિભાગમાં કાર્ડિયોટોકોગ્રાફિ નું અદ્યતન યંત્ર ઉપયોગમાં લેવાઈ રહ્યું છે.તેના આધારે જો કટોકટીની પરિસ્થિતિ જણાય તો વહેલી પ્રસૂતિ કરાવવાનો સમયસર નિર્ણય લઈ શકાય છે. તેમાં તકલીફ એટલી જ કે સગર્ભાની સમીપ રહીને કોઈ વ્યક્તિએ હૃદયના ધબકારાના ગ્રાફનું સતત મોનીટરીંગ કરવું પડે.
હવે કદાચ ખાનગી અને કોર્પોરેટ હોસ્પિટલોમાં પણ ભાગ્યે જ જોવા મળે એવું લેટેસ્ટ રિમોટ કાર્ડિયોટોકોગ્રાફી ઉપકરણ વિભાગ પાસે ઉપલબ્ધ છે. આ ઉપકરણને લગતી એપ સંબંધિત તબીબો અને નર્સિંગ સ્ટાફના મોબાઈલમાં સ્થાપિત કરવામાં આવી છે જેની મદદ થી તેઓ ગમે ત્યાં હોય તો પણ ગર્ભસ્થ શિશુના હૃદયના સ્પંદનોનો જીવંત (આલેખ) તેમના મોબાઈલમાં રિયલ ટાઇમ જોઈ શકાશે અને વધુ અસરકારક મોનીટરીંગ તથા ત્વરિત નિર્ણય સરળ બનશે. ટેકનોલોજીનો આ વિનિયોગ કામગીરીને અસરકારક બનાવશે.
કોરોનાની આફતે ત્રીજીવાર બારણે ટકોરા દીધાં છે.ત્યારે ગોત્રી સહિતની સરકારી હોસ્પિટલો નું તંત્ર પડકારોને પહોંચી વળવા સજ્જ છે.રાજ્ય સરકારે અને આરોગ્ય વિભાગે પણ જરૂરી ઉપકરણો,દવાઓ ઉપલબ્ધ કરાવી છે.તે પ્રમાણે મધ્ય ગુજરાતની સૌ થી મોટી સરકારી સયાજી હોસ્પિટલ અને તેની હરોળની જ ગોત્રી હોસ્પિટલ સગર્ભાઓ અને પ્રસૂતાઓ ને મદદરૂપ બનવા તૈયાર છે..
(FunRang Joke)
ટાઈગરઃ પકડું, આજથી હવે પંજાબી ખાવાનું બંધ.
પકડુઃ પ્રધાનમંત્રીના અપમાનનો બદલો લેવા!?
ટાઈગરઃ હંઅઅઅ….
પકડુઃ એટલે તું હમણાં લસ્સી નહીં પીએ?
ટાઈગરઃ ઓય લસ્સી તો છાસ કહેવાય, મંગાવ…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz