- SHE ટીમે વૃદ્ધની પરિસ્થિતિ જાણી એમના માટે વ્હિલચેરની વ્યવસ્થા કરાવી.
- વ્હિલચેર પ્રાપ્ત થતાં વૃદ્ધે SHEનો આભાર માન્યો. (જુઓ વિડીયો)
[Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । પોલીસનું કામ માત્ર ગુનેગારોને પકડવાનું જ નથી, પરંતુ અસહાય લોકોને સહાય પૂરું પાડવાનું પણ છે. એનું દ્રષ્ટાંત સિટી પોલીસ મથકની SHE ટીમ દ્વારા પુરું પાડવામાં આવ્યું છે. પેટ્રોલિંગ દરમિયાન અશક્ત વૃદ્ધ અંગે જાણકારી પ્રાપ્ત થતાં, તેમની મુલાકાત લઈ SHE ટીમ દ્વારા વ્હિલચેરની વ્યવસ્થા કરી આપી, એક રીતે અશક્ત વૃદ્ધ માટે SHE ટીમ શક્તિ સ્વરૂપ સાબિત થઈ હતી.
સિટી પોલીસ મથકના પી.આઈ. કે. એન. લાઠીયાની દોરવણી હેઠળ સિટી પોલીસ મથકની SHE ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાનમાં SHE ટીમ ડંખનાથ મહાદેવ મંદિર સામે આવેલી કૂતરાવાડીમાં રહેતાં 70 વર્ષિય દેશમુખ ભાલચંદ્ર બંસીધરના ઘરે તકલીફ અંગે જાણકારી પ્રાપ્ત કરવા પહોંચી હતી.
બંને પગે શારીરિક અશક્ત વૃદ્ધ વ્હિલચેર વગર હલન ચલન કરી શકતા નહોતા. અને નબળી આર્થિક પરિસ્થિતિને કારણે નવી વ્હિલચેર વસાવવી તેમના માટે મુશ્કેલ હતી. વૃદ્ધની આ પરિસ્થિતિ અંગે જાણકારી મેળવ્યા બાદ SHE ટીમ દ્વારા શ્રી મેઘનાબહેન ધૃપાલ શાહ સ્મિત ફાઉન્ડેશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. અને તાત્કાલિક વૃદ્ધ માટે નવી વ્હિલચેરની વ્યવસ્થા કરવામાં આવી હતી.
સિટી પોલીસ મથકે નવી વ્હિલચેર આપવામાં આવતાં વૃદ્ધ ખૂબ જ ખુશ થઈ ગયા હતાં. અને તેમણે પોલીસનો અને SHE ટીમનો આભાર માન્યો હતો. વૃદ્ધને નવી વ્હિલચેર પ્રાપ્ત કરાવવામાં SHE ટીમના WASI રમીલાબહેન રામાભાઈ, WLR સજ્જનબહેન મુળુભાઈ અને WLR નીપાબહેન બાબુભાઈ દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી.
(આજનો Funrang જોક)
પકડું – ટાઈગર, તારા લગ્ન કોઈ એકદમ સરખી દેખાતી જોડીયા બહેન સાથે થઈ જાય તો તું તારી પત્નીને કેવી રીતે ઓળખીશ?
ટાઈગર – હું શું કામ ઓળખું???
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz