- ધારાસભ્ય યોગેશ પટેલના જૂથના મયંક પટેલની સોશિયલ મિડીયા પોસ્ટથી ભારે ચકચાર.
- એકતરફ વડોદરાના વિકાસનું ભોંપુ વગાડતાં ભાજપી શાસકો તો બીજી તરફ, આક્રોશનું બ્યુગલ વગાડતાં ક્રેડાઈ પ્રમુખ મયંક પટેલ.
- વડોદરા શહેરમાં અધિકારીઓના પાપે વડોદરાનો વિકાસ લાપતા થયો હોવાનો આક્રોશ.
[Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । શહેરમાં શાંઘાઈ બનાવવાના સપનાં બતાવી સત્તાપ્રાપ્ત કરનારાઓ અને છાશવારે વડોદરાના વિકાસના ભોંપુ વગાડનારા ભાજપી શાસકો સામે ક્રેડાઈ પ્રમુખ દ્વારા બ્યુગલ વગાડવામાં આવ્યું હોય એવી ઘાટ સર્જાયો છે. ધારાસભ્ય યોગેશ પટેલ જૂથના મયંક પટેલે સોશિયલ મિડીયામાં કરેલી પોસ્ટને કારણે ભારે ચકચાર મચી જવા પામી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, વુડાના અધિકારીઓ દ્વારા કરાતી હેરાનગતિ અંગે તાજેતરમાં ધ આર્કિટેક્ટ એન્ડ એન્જિનિયર એસોસિએશન દ્વારા રજૂઆત કરાઈ હતી.
વડોદરા ક્રેડાઈના પ્રમુખ તેમજ એમ. એસ. યુનિ. સિન્ડિકેટ સભ્ય મયંક પટેલે ગઈકાલે ફેસબુક પર 31 ફ્રેન્ડ્સને ટેગ કરીને પોસ્ટ કરી હતી જેમાં જણાવાયું હતું કે, વિકાસને શોધો!! વડોદરા બચાવો!!! વડોદરાથી અધિકારીઓના પાપે લાપતા થયેલ વિકાસને શોધી આપનારને ક્રેડાઈ વડોદરા તરફથી યોગ્ય ઈનામ આપવામાં આવશે!!!!! વડોદરા માંગે છે હિસાબ! ક્યાં છે વડોદરાનો વિકાસ?
મયંક પટેલે સમાચાર માધ્યમોને જણાવ્યુ હતું કે, વર્ષ 2011થી શહેરની ટીપીઓ પેન્ડિંગ છે. વુડાની પણ એવી જ હાલત છે. છેલ્લા ત્રણ વર્ષથી ક્રેડાઈ દ્વારા તમામ સ્તરે રજૂઆત કરવામાં આવી છે, તમામ ધારાસભ્યો અને રાજકીય નેતાઓએ અધિકારીઓને ડેવલોપર્સની રજૂઆતને ધ્યાનમાં લેવા જણાવ્યું છે, છતાં આજદીન સુધી સમાસ્યાઓનો કોઈ નિકાલ આવ્યો નથી. કોર્પોરેશન અને વુડાના અધિકારીઓ દ્વારા કાયદાઓનું મનફાવે તેવું ખોટું અર્થઘટન કરાઈ રહ્યું છે.
વધુમાં જણાવ્યું હતું કે, ડેવલોપર 40 ટકા જમીન ઓથોરિટીને સરન્ડર કરવા જાય તો એમાં 6 મહિના કાઢી નાંખવામાં આવે છે. ઓનલાઈન રજા ચિઠ્ઠી મેળવ્યા બાદ વિકાસ પરવાનગીમાં ફિઝિકલ ડોક્યુમેન્ટ્સ માટે પણ 6 મહિના ખેંચી કાઢવામાં આવે છે. અધિકારીઓ કાયદાનું ખોટું અર્થઘટન કરીને વડોદરાના વિકાસ પર નાગની જેમ કુંડળી મારીને બેઠા છે તેને કારણે હવે વડોદરાની જનતાએ જાગવું જ પડશે.
મયંક પટેલનું કહેવું છે કે, અધિકારી રાજ બંધ કરવાની તાતી જરૂરીયાત છે. કોઈ રજૂઆત કરવા જાય તો પોલીસ અધિકારીઓ દ્વારા ફરિયાદની ધમકી આપવામાં આવે છે. વડોદરાને પ્રયોગશાળા બનાવી દીધી છે. અધિકારીઓના પાપે શહેરના વિકાસનો શ્વાસ રૂંધાઈ રહ્યો છે. ત્યારે મારી વડોદરાવાસીઓને અપીલ છે કે, તેઓ વડોદરા માટે આ આંદોલનમાં જોડાય અને રસ્તા પર આવી વિરોધ નોંધાવે.
એકંદરે, બાબુશાહી સામે ભાજપાના સત્તાધારીઓ લાચાર થઈ ગયા હોવાને કારણે આખરે ક્રેડાઈ પ્રમુખે વડોદરાની જનતાને હાંકલ કરવી પડી છે. આ સંજોગોમાં વિકાસનું ભોંપુ વગાડનારા ભાજપી અગ્રણીઓ ગાજરની પીપુડી વગાડીને વિવાદને ઠંડો પાડે છે કે પછી મયંક પટેલને વડોદરાનો વિકાસ શોધી લાવીને ઇનામ મેળવે છે… એ તો આગામી દિવસોમાં જોવા મળશે.
(આજનો Funrang જોક)
ટાઈગર – યાર પકડું તારામાં આજકાલ બહુ એટિટ્યૂડ આવી ગયો છે.
પકડું – એમ સારું ઠીક છે એટિટ્યૂડનો સ્પિલિંગ કહી દે…
ટાઈગર – એટીટ્યૂડ નહીં હોય… ઇગો હશે… બોલ કહું સ્પેલિંગ?
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz