- માંજલપુર વિસ્તારના ઇવા મૉલ સામેના ખુલ્લા પાર્કિંગ ગ્રાઉન્ડમાં સટ્ટો રમતો હતો.
- એક શખ્સ ઝડપાયો, 4 વોન્ટેડ જાહેર કરાયા.
Mehulkumar Vyas. [9978918796]
વડોદરા | 10 લાખ રૂપિયાની વૈભવી કારમાં બેસીને ભારત વિરુદ્ધ સાઉથ આફ્રિકાની વન ડે ઇન્ટરનેશન મેચ પર સટ્ટો મરતાં શખ્સને પીસીબી (પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ) દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની સામે માંજલપુર પોલીસ મથકમાં જુગાર ધારા કલમ અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પી.સી.બી. પી.આઈ. જે.જે. પટેલને પ્રાપ્ત થયેલી બાતમીને આધારે ગઈકાલે માંજલપુર સ્થિત ઇવા મૉલ સામેના ખુલ્લા ગ્રાઉન્ડમાં પીસીબી ટીમે દરોડો પાડ્યો હતો. જેમાં ગ્રાઉન્ડમાં પાર્ક ક્રેટા કારમાં બેસીને જતીન ઉર્ફે ભૂરો મનસુખ મકવાણા (રહે. મહાદેવનગર સોસાયટી, રામેશ્વર મંદીરની બાજુમાં, આર્યુવેદિક ત્રણ રસ્તા પાસે, પાણીગેટ, વડોદરા) ભારત વિરુદ્ધ સાઉથ આફ્રિકાની વન ડે ઇન્ટરનેશનલ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતાં ઝડપાયો હતો.
પીસીબીએ જતીન મકવાણાને રૂ. 10,41,330 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી માંજલપુર પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. આ બનાવમાં અમદાવાદના તેજસ, અને વડોદરાના માંજલપુરમાં રહેતો નીવીદ શાહ, દાંડીયાબજારમાં રહેતાં સચીન અને વાડી વિસ્તારમાં રહેતાં દિપક ઉર્ફે મુન્ના મકોડી પટેલને વોન્ટેડ જાહેર કર્યા હતાં.
ઓનલાઈન સટ્ટો રમતાં શખ્સને ઝડપી પાડવામાં પી.આઈ. જે.જે. પટેલ, હે.કો. રાજેન્દ્રસિંહ ભીમસિંહ, હે.કો. મેહુલસિંહ ભરતસિંહ, પો.કો. ગવરાજસિંહ મદનસિંહ દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી.
(આજે ગુજરાતી ન્યૂઝપેપરમાં છપાયેલા ન્યૂઝ કાર્ટૂન્સ જુઓ એક જ વિડીયોમાં)
(આજનો Funrang જોક)
ટાઈગર – દોસ્ત, ડૉક્ટરનો એકવાત માટે ખાસ આભાર માનવો પડે.
પકડું – કઈ વાત ટાઈગર?
ટાઈગર – ડૉક્ટર ક્યારેય નથી કહેતાં કે, છુટ્ટા નથી… એમ હોય તો બીજી કોઈ દવા લખી આપું અથવા તો નાનું ઓપરેશન કરી આપું…
પકડું – ટાઈગર, ડૉક્ટરને છુટ્ટામાં રસ જ નથી હોતો… એટલે…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz