• 2019માં CAAના વિરોધમાં પોલીસ પર જીવલેણ હુમલો કરનાર 51 બાદ બાવ્વનમો કટોરો ઝડપાયો.
  • પોલીસ પર પત્થરમારો કર્યો અને સીસીટીવીના ફૂટેજ ડીવીઆરમાં ડીલીટ કરી પુરાવાના નાશ કર્યા હતાં.

[Mehulkumar Vyas – 9978918796]

વડોદરા વર્ષ 2019ના ડિસેમ્બર મહિનાની 20મી તારીખે હાથીખાના વિસ્તારમાં નાગરીક સુધારા બિલના વિરોધ દરમિયાન પોલીસ કર્મીઓ પર જીવલેણ હુમલા કરવાના ગુનામાં સંડોવાયેલા 51 આરોપી ઝડપાઈ ગયા હતાં. જોકે, લગભગ સવા બે વર્ષથી ફરાર ફૈઝાન ઉર્ફે કટોરાને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.

શહેરના વિવિધ ગુનાઓમાં નાસતાં ફરતાં આરોપીઓને શોધી કાઢવાની પોલીસ કમિશનર ડૉ. શમશેર સિંઘ અને Add. CP ચિરાગ કોરડીયાની સૂચનાને ધ્યાનમાં રાખી, ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જયદિપસિંહ જાડેજા તથા એસીપી ડી. એસ. ચૌહાણના માર્ગદર્શનમાં ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. આર. એ. જાડેજા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

આજે ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. પી.આઈ. વી. આર. ખેર સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે વર્ષ 2019માં નાગરીક સુધારા બિલના વિરોધમાં રાયોટીંગ અને ખુનના પ્રયાસના ગુનામાં સંડોવાયેલા અને નાસતા ફરતા ફૈઝાન ઉર્ફે કટોરા મુબીનભાઈ શેખ (ઉં.વ. 22, રહે. રહેમતનગર મંસુરી કબ્રસ્તાન દરગાહ પાછળ, હાથીખાના, વડોદરા) અંગેની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેને પગલે ક્રાઈમ બ્રાન્ચની ટીમે કટોરાને ઝડપી પાડ્યો હતો.

20 ડિસેમ્બર 2019ના રોજ બપોરે 2 વાગ્યાના અરસામાં હાથીખાના વિસ્તારની કવિ સુંદરમ્ પ્રાથમિક સ્કૂલ પાસે નાગરીકતા સુધારા બીલ અંગે વિરોધ વ્યક્ત કરવા ટોળું એકઠું થયું હતું. બાદમાં ટોળાંએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું હતું. સૂત્રોચ્ચાર કરવા સાથે ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને લોખંડના સળિયા, તલવાર જેવા હથિયારો લઈને પોલીસ કર્મીઓ પર જીવલેણ હુમલો કર્યો હતો.

મારો સાલો કો, કાટ ડાલો એવી બૂમો પાડીને પોલીસ કર્મચારીઓને નિશાન બનાવી જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ઇજા પહોંચી હતી. ટોળાંએ પોલીસના સરકારી વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું. બાદમાં આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજના ડીવીઆર ડિલીટ કરાવી પુરાવનો નોશ કર્યો હતો.

જાહેરનામાનો ભંગ કરી પોલીસ કર્મીઓ પર હુમલો કરવાના બનાવમાં અત્યાર સુધીમાં 51 જેટલા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. અને આજરો ક્રાઈમ બ્રાન્ચે બાવનમાં કટોરાને ઝડપી પડાયો હતો. તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(આજનો Funrang જોક)

પકડું – ટાઈગર, તારા લગ્ન કોઈ એકદમ સરખી દેખાતી જોડીયા બહેન સાથે થઈ જાય તો તું તારી પત્નીને કેવી રીતે ઓળખીશ?

ટાઈગર – હું શું કામ ઓળખું???

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે.  રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.  )

9978918796 અથવા mehul.  v.  vyas@gmail.  com / funrangnews@gmail.  com પર મેઈલ કરો.  

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.  whatsapp.  com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *