- આજે સવારે આયોજિત સભા ગાયન ગઈ સદીના 4 મહાન કલાકારો ઉં અમીર ખાન, પદ્મભૂષણ ગાયનાચાર્ય શ્રીકૃષ્ણ નારાયણ રાતંજનકર, પદ્મભૂષણ શ્રીમતી મોગુબાઈ કુંર્દીકર, પદ્મભૂષણ શ્રીમતી શોભા ગુર્ટૂને સમર્પિત કરવામાં આવી હતી – ડૉ. રાજેશ કેલકર
[Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । આજરોજ મ.સ. યુનિ.ની પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના ગાયન વિભાગ દ્વારા સભા ગાયનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત સદીના 4 મહાન કલાકારોને સમર્પિત સ્વરાંજલી કાર્યક્રમમાં માસ્ટર ડિગ્રીના 10 વિદ્યાર્થીઓ અને સંગત કર્તાઓએ ભાગ લીધો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, પ્રસંગે ડીન ડૉ. રાજેશ કેલકરે વિવિધ કલાકારોની સાધના, રિયાઝના મહત્વ અંગે વક્તવ્ય આપ્યું હતું. તેમજ આગામી દિવસોમાં યોજાનારી વિવિધ પ્રવૃત્તિઓની જાણકારી આપી હતી.
પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના ડીન ડૉ. રાજેશ કેલકરે Funરંગને જણાવ્યું હતું કે, 22 ફેબ્રુઆરી 2022ના રોજ સવારે 8.30 થી 12.30 વાગ્યા દરમિયાન સભા ગાયનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈ સદીના 4 મહાન કલાકાર ઉસ્તાદ અમીર ખાન, પદ્મભૂષણ ગાયનાચાર્ય શ્રીકૃષ્ણ નારાયણ રાતંજનકર, પદ્મભૂષણ શ્રીમતી મોગુબાઈ કુર્દીકર અને પદ્મભૂષણ શ્રીમતી શોભા ગુર્ટૂને સમર્પિત સભા ગાયનમાં માસ્ટર ડિગ્રીના 10 વિદ્યાર્થીઓ તેમજ 10 સંગતકર્તાઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ આ મહાન કલાકારોના જીવન અને તેમની મહાનતાનો પરિચય કરાવ્યો હતો.
તેમણે વધુમાં ઉમેર્યું કે, યશ ગોસ્વામી (રાગ – નટ ભૈરવ), જ્યોત્સ્ના ચૌહાણ, દિવ્યેશગિરી ગોસ્વામી (રાગ – અહીર ભૈરવ) શૌવિક પૉલ, ચિરાગદીપ ઘોષ, શૈલજા સાગરે રાગ બંસંત મુખારી, પાર્થ શાહ અને શબનમ સમાએ રાગ જોશ ગાયો હતો. લતીશ ઠાકોર અને દુષ્યંત અગ્રાવતે રાગ ભટિયાર ગાયો હતો. માનસ વોરા, કેવલ પટેલ, રુદ્ર લિમ્બચિયા, હાર્દિક પરમાર, યશ ગોસ્વામી, દિવ્યેશગિરી ગોસ્વામી, લક્ષ્મીકાંત ગુરવ વગેરેએ તબલા અને હાર્મોનિયમ પર સંગતી કરી હતી.
ડૉ. કેલકરે જણાવ્યું હતું કે, આ આયોજન માટે વિદ્યાર્થીઓએ 8 દિવસ ગાયન વિભાગના ગુરુઓના માર્ગદર્શનમાં ગહન અભ્યાસ કર્યો હતો. કૉલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી ચિંતન અને મિતાલી ખટાવકર, પ્રસાદ અને જિગ્ના દશપુત્રે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતાં અને માર્ગદર્શન આપ્યું હતું.
સામાન્ય રીતે સુગમ સંગીત, લોક સંગીત, ગઝલ, ફિલ્મી ગીત, ડાયરો ગાવાવાળા વિદ્યાર્થીઓને શુદ્ધ શાસ્ત્રીય સંગીત ગાતા સાંભળીને શ્રોતા વિદ્યાર્થીઓ, રસિકો અને ગુરુજનો અભિભૂત થઈ ગયા હતાં. કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓને વિભાગ તરફથી સંગીતના પુસ્તક અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતાં. આ આયોજનની વિશેષતા એ હોય છે કે, તેનું પુરે પુરું આયોજન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે, ગુરુજનો માત્ર માર્ગદર્શન આપે છે.
(આજનો Funrang જોક)
ટાઈગર – યાર, વીસ વર્ષનો હતો ત્યારે મને એવાં વિચાર આવતાં કે હું કેવી રીતે દુનિયા બચાવી લઉં..
પકડું – હવે તો તું ચાલીસનો થયો…
ટાઈગર – હવે મને લાગે છે કે મહિને જે કમાઉં છું એમાંથી હું કેવી રીતે બચાવી લઉં…
Funrang classified
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz